બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી વિનોદ ખન્નાની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 27 એપ્રિલ : 27 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી વિનોદ ખન્નાની આજે પુણ્યતિથિ
પાકિસ્તાનમાં જન્મેલા, ભારતમાં ગુરદાસપુરથી ત્રણ વખત સાંસદ, ભાજપના આગેવાન અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક વિનોદ ખન્નાનું મુંબઈ ખાતે અવસાન (2017)
તેમની યાદગાર ફિલ્મોમાં અમર અકબર એંથની, સત્યમેવ જયતે, દયાવન, ચાંદની, કુરબાની, મેરા ગાંવ મેરા દેશ વગેરે છે
તે એક સમયે આચાર્ય રજનીશના ફોલોઅર બની તેમના આશ્રમમાં સમય ગાળતા હતા
તેમનો પુત્ર અક્ષય ખન્ના સફળ અભિનેતા છે
* પદ્મશ્રી અને રોમન મેગસેસે એવોર્ડથી સન્માનિત સહકારી આગેવાન મણીભાઈ ભીમભાઇ દેસાઈ નો સુરત ખાતે જન્મ (1920)
*
* હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક ફિરોઝ ખાનનું બેંગલુરું ખાતે અવસાન (2009)
તેમની યાદગાર ફિલ્મોમાં ધર્માતમા, કુરબાની, જાંબાઝ, યલગાર, વેલકમ વગેરે છે
* ભારતના 40મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપનાર પલાનીસામી સતશિવમનો જન્મ (1949)
તેમની ન્યાયિક કારકિર્દીમાંથી નિવૃત્તિ પર, સતશિવમને 5 સપ્ટેમ્બર 2014થી 4 સપ્ટેમ્બર 2019 સુધી કેરળના 21મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
* પાંચ વખત લોકસભાના સાંસદ અને ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી (2014-19) રહેલ હરીશ રાવતનો જન્મ (1948)
*
* ગાંધીનગર લોકસભા બેઠક પરથી સુપરસ્ટાર રાજેશ ખન્નાને હરાવી (1996) સાંસદ તરીકે ચૂંટાયેલ એડવોકેટ વિજય પટેલનો જન્મ (1960)
તેમના પિતા હરિશચંદ્ર પટેલ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ (1995-96) હતા
* પદ્મ ભૂષણથી સન્માનિત બંગાળી રસાયણશાસ્ત્રી, લેખક અને લેક્સિકોગ્રાફર, જે પરશુરામ ઉપનામથી વધુ જાણીતા હતા તે રાજશેખર બસુનું અવસાન (1960)
તેઓ હાસ્ય અને વ્યંગાત્મક ટૂંકી વાર્તાઓ માટે જાણીતા હતા અને તેમને એકવીસમી સદીના મહાન બંગાળી હાસ્યલેખક માનવામાં આવે છે
* ભારતીય પુરાતત્વવિદ્ દિલીપ કુમાર ચક્રવર્તીનો કોલકાતા ખાતે જન્મ (1941)
*
તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયન પુરાતત્ત્વશાસ્ત્રના પ્રોફેસર અને મેકડોનાલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્કિયોલોજિકલ રિસર્ચ, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વરિષ્ઠ ફેલો રહ્યા છે
તેઓ ભારતમાં લોખંડના પ્રારંભિક ઉપયોગ અને પૂર્વીય ભારતના પુરાતત્વ પરના તેમના અભ્યાસ માટે જાણીતા છે
* પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી તથા કાલિદાસ સન્માનથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી ઝોહરા સેગલનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1912)
*
તેમની યાદગાર ફિલ્મોમાં ચીની કમ, નીચા નગર, સાવરીયા, હમ દિલ દે ચુકે સનમ વગેરે છે
* ભારતમાં ફિલ્મ નિર્માણના પ્રણેતાઓમાંના એક એવા ભારતીય થિયેટર અને ફિલ્મ મેગ્નેટ જમશેદજી ફ્રેમજી મદન (જે. એફ. મદન)નો જન્મ (1857)
*
>>>> કોઈના અનુભવમાંથી કશું શીખવું હોય, તો પ્રશ્નમાં ઊંડા ઉતરવું હોય, તો ખાલી "કેમ?" પુછીને અટકી ન જવું. એમાં "શું?" અને "કેવી રીતે?" જોડીએ તો કોઇપણ "કેમ?"નો અસલી જવાબ મળે. તમે ઉતારચઢાવનો સામનો કેવી રીતે કર્યો હતો? તમને કેવું કામ ઉત્સાહિત કરે છે અને કેમ? સૌથી મોટી ભૂલ કઈ અને કેવી રીતે સામનો કર્યો? તમારી સૌથી મોટી તાકાત શું?
સંકલન : વિજય ઠક્કર (આણંદ)