વડોદરાના યુવાનના ચાલુ પ્લેને પલ્સ ડાઉન થઇ ગયા, વડોદરાના તબીબીએ કરી સારવાર
વડોદરાના યુવાનના ચાલુ પ્લેને પલ્સ ડાઉન થઇ ગયા, વડોદરાના તબીબીએ કરી સારવાર
દિલ્હીની વડોદરા આવવા નીકળેલા નિરવ ભટ્ટનું શરીર પલ્સ ડાઉન થતાં હાઇપર ટેન્સનના કારણે ઠંડુ પડી ગયું હતું
કોવિડ પછી લગભગ મોટાભાગના યુવાનોમાં હાર્ટ એટેક થવાનું પ્રમાણ વધ્યું છે - ડૉ. દિવ્યા માથુર
વડોદરા
દિલ્હથી વડોદરા પ્લેનમાં આવી રહેલા એક યુવાનને ઉડતા વિમાનમાં જ પ્લસ ડાઉન થવાને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિમાં વડોદરાના જ એક તબીબે ચાલુ પ્લેને સારવાર આપી રાહત કરી આપી હતી. આજે સવારમાં બનેલા બનાવ બાદ વડોદરા ઉતરી આ યુવાનને વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના ડૉ. દિવ્યા માથુર હિમાચલ પ્રદેશ ટ્રેકિંગ માટે ગયા હતા ત્યાંથી વડોદરા પાછા આવવા ફ્લાઇટ થકી નીકળ્યા હતાં. તેમણે લગભગ દિવસ - રાત્રીની ૧૮ કલાકની મુસાફરી સળંગ કરી હતી.
ઈન્ડિગો ફ્લાઇમાં અચાનક એક ૩૬ વર્ષીય નિરવ ભટ્ટનું બ્લડ પ્રેસર ૧૧૦/૭૦ થઇ જતાં તેનું શરીર ભાનમાં હોવા છતાંય ઠંડુ પડી ગયું હતું. નિરવ પોતાના માતા - પિતા અને પત્ની જોડે હતો. એનો પરિવાર ખુબ જ ચિંતિત થઇ ગયો હતો. શરીર જાણે ચેતના વિહીન થઇ ગયું હતું. આ પરિસ્થિતિની જાણ થતાં જ ફ્લાઇટમાંથી એનાઉંસમેન્ટ કરવામાં આવ્યું કે ડોક્ટરની જરૂર છે.
મેં જયારે જોયું તો નિરવ ભાનમાં હોવા છતાં તેનું શરીર પલ્સ ઓછું થઇ જતાં હાઇપર ટેન્સનના લીધે બિલકુલ ઠંડુ પડી ગયું હતું. એટલે ઇમરજન્સીમાં ફ્લાઇટમાં અવેલેબલ મેડિકલ કીટ વડે તેને પ્રાથમિક સારવાર આપી અને તેને જેમ બને એટલું જલ્દી ઉતર્યા પછી વહીલચેર પર બેસાડીને નજીકના કોઈપણ દવાખાને લઇ જઈને તાત્કાલિક ઈ. સી. જી. કરાવવાની સલાહ આપી.
લગભગ ૧૫ મિનિટ જેટલો સમય તેને નોર્મલ થવામાં લાગ્યો એમ ફ્લાઇટમાં હાજર રહીને નિરવ ને પ્રાથમિક સારવાર આપી નોર્મલ થવામાં મદદ કરીને પોતાની ફરજ હોસ્પિટલ બહાર પણ બજાવનાર ડૉ. દિવ્યા માથુરે જણાવ્યું હતું.
અમારા માટે થાક કરતાં વધું મહત્વનું પેસન્ટનું સાજા થવું એ છે. ફરજને પ્રાથમિકતા આપી અન્યને મદદરૂપ થવું જોઈએ. કોવિડ પછી લગભગ મોટાભાગના યુવાનોમાં હાર્ટ એટેક થવાનું પ્રમાણ વધ્યું છે. આજકાલ ઘણાય કિસ્સાઓમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કેસ વધતા જાય છે જેથી કરીને દરેક વ્યક્તિએ પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય અંગે જાગ્રત બનીને અમુક ઇમરજન્સી દવાઓ જોડે રાખવાની સાથોસાથ શરીરમાં કંઈપણ બદલાવ કે પ્રોબ્લેમ જેવું લાગે તો તેને નજરઅંદાજ કરવું નહીં.એમ ડૉ. દિવ્યા માથુરે વધુમાં જણાવ્યું હતું.
૦૦૦