લેખકો સાથે સંવાદ : નારાયણ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ ખાતે ઉદ્યોગ અને સાહિત્યિક અજાયબીઓની દુનિયાનું અનાવરણ
લેખકો સાથે સંવાદ : નારાયણ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ ખાતે ઉદ્યોગ અને સાહિત્યિક અજાયબીઓની દુનિયાનું અનાવરણ
પ્રોફેસર ડૉ. શિવાંગી શુક્લા ભવસાર દ્વારા ગ્રાહક વર્તણૂંક અંગેના પુસ્તકનું વિમોચન સંસ્થાના ડિરેક્ટર, અકેડેમિક્સ ડો. હરિશચંદ્રસીંઘ રાઠોડ ના હસ્તે કરાયું
અમદાવાદ
નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદ દ્વારા સન્સ્થાના ડિરેક્ટર ડો. અમિત ગુપ્તા અને ડીન એકેડેમિક્સ ડો.પૂર્વી ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ એચ.આર અને એડિટોરિયલ ક્લબ દ્વારા લેખકો સાથેના સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના સૌથી યુવા ઈન્ટરવ્યુઅર અને જ્ઞાનવર્ધક "અનુભવી સાથે અનુભવ"ના લેખક કિશન કલ્યાણી દ્વારા તેમની સાહિત્યિક સફર અંગે પ્રેક્ષકો ને માહિતગાર કર્યા હતા. સન્સ્થાના એસોસિએટ પ્રોફેસર ડૉ. શિવાંગી શુક્લા ભવસાર દ્વારા ગ્રાહક વર્તણુક અંગેના પુસ્તકનું વિમોચન સન્સ્થાના ડિરેક્ટર, અકેડેમિક્સ ડો. હરિશચંદ્રસીંઘ રાઠોડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો. શુક્લ નું આ પુસ્તક આજના ગતિશીલ ઉદ્યોગ બજારમાં ગ્રાહક વર્તનને સમજવા માટે મૂલ્યવાન સંસાધન પ્રદાન કરે છે.
વધુમાં આ કાર્યક્રમમાં નારાયણા બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઇમરોઝ મન્સુરી અને તૃપ્તિ ટાંકે તેમના પુસ્તક , "બિયોન્ડ ધ શોરૂમ"નું વિમોચન સન્સ્થાના ડિન એકેડેમિક્સ, ડો. પૂર્વી ગુપ્તાના વરદ હસ્તે કર્યું હતું. આ કાર્યક્રમમાં આ તમામ લેખકો એ પોતાના પુસ્તક લેખન ની સંપૂર્ણ સફર ખુબ પ્રેરણાદાયક રીતે રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની આગેવાની સંસ્થા ના વાઇસ પ્રેસિડેન્ટ, શ્રીવિશાલ તિવારી દ્વારા કરવામાં આવી હતી.