IMG_20231022_001834

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ 

આજ કલ ઓર આજ 

તા. 22 ઓક્ટોબર : 22 OCTOBER 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ 

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો 59 મો જન્મદિવસ છે. અમિત અનિલચંદ્ર શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ એક ગુજરાતી હિન્દુ વૈષ્ણવ પરિવારમાંથી આવ્યા હતા
પિતાનું નામ અનિલ ચંદ્ર હતું અને માતાનું નામ કુંસુમબેન હતુ ,અમિત શાહની પત્ની કોલ્હાપુરની છે. તેના માટે તેને મહારાષ્ટ્રના જમાઈ પણ કહેવામાં આવે છે. 1986માં અમિત શાહના લગ્ન કોલ્હાપુરના મસાલા અને ડ્રાયફ્રૂટસના વેપારી સુંદરલાલ મંગલદાસ શાહની પુત્રી સોનલ શાહ સાથે થયા હતા.
તેઓ 2014-2020 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા અને 1997-2017 ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા બાદ 2017-19 રાજ્યસભાના સાંસદ અને 2019થી લોકસભાના સભ્ય છે 

* સ્વાતંત્ર્ય સેનાની, એક ગાંધીવાદી, નીડર નેતા, સમાજસેવક, વકીલ, સહકારી તત્વજ્ઞાની, જેમણે ભારતના લાખો લોકોના હિત માટે નિ:સ્વાર્થભાવે કામ કરનાર ત્રિભુવનદાસ કિશીભાઇ પટેલનો આણંદમાં જન્મ (1903)
તેઓ 1946માં કૈરા ડિસ્ટ્રિક્ટ સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક (પછીથી ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન, જે સંસ્થા આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે)
ત્રિભુવનદાસ પટેલે પોલ્સન અને પોલ્સન ડેરીનાં વેપારીઓની અયોગ્ય વેપાર પ્રથા સામે સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું અને 14 ડિસેમ્બર 1946નાં રોજ કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના કરી હતી જે આજે "અમૂલ" તરીકે ઓળખાય છે, ડૉ.વર્ગીઝ કુરિયનની સહાયથી ડેરી સહકારી ચળવળને વિશ્વ માન્યતા આપી, જે ભારતમાં “શ્વેતક્રાંતિના પિતા” તરીકે જાણીતા છે
તેમની ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સમાજ સેવા માટે મળેલ અસંખ્ય માન્યતાઓ અને એવોર્ડમાં, કોમ્યુનિટી લીડરશીપ માટે રેમન મેગ્સેસે એવોર્ડ અને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં

* વડી ધારાસભાનાં સર્વપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ અને સરદાર પટેલનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું જિનીવામાં અવસાન (1933)
ગુજરાતનાં વિધાનસભાનાં મકાનને વિઠ્ઠલભાઈ પટેલનું નામ જોડીને તેનું ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ નામ આપવામાં આવ્યું છે

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, હાસ્ય કલાકાર અને દિગ્દર્શક કાદર ખાનનો અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મ (1937)
1973માં દાગ ફિલ્મથી અભિનેતા બન્યા બાદ 300 જેટલી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો
શ્રેષ્ઠ કોમેડીયન સાથે શ્રેષ્ઠ સંવાદ માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત થયા છે 

​* ભારતીય સ્વતંત્રતા ચળવળનાં સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાખાંનો ઉત્તરપ્રેદેશનાં શાહજહાંપુરમાં જન્મ (1900)
દિલ યે ઉસમેં બસા હૈ, જો વતન અપના હૈ;
જાન ઉસકી હૈ, પલા જિસમેં યે તન અપના હૈ.

* ભારતીય-અમેરિકન લેખક અને વૈકલ્પિક-મેડિસિન એડવોકેટ દીપક ચોપરાનો જન્મ (1946)

* ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિક અલુરુ સીલિન કિરણ કુમારનો જન્મ (1952)

* રેડિયો ટેલિસ્કોપનાં શોધક કાર્લ ગુથ જાન્સ્કીનો અમેરિકાનાં ઓક્લાહોમા ખાતે જન્મ (1905)

* હિન્દી ફિલ્મ અભિનેતા અજીતનું અવસાન (1988)

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને ગાયિકા પરિણીતી ચોપરાનો જન્મ (1988)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ કીટુ ગિડવાણીનો જન્મ (1967)

* વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભારતની સૌથી મોટી બહુહેતુક નદી વેલી પ્રોજેક્ટ 'ભાકરા નાંગલ' રાષ્ટ્રને સમર્પિત કર્યો (1962)

* ઈસરોનાં મૂન મિશન અંતર્ગત ચંદ્ર તરફ કૂચ કરનારું ભારતનું પહેલું અંતરિક્ષયાન શ્રીહરિકોટાનાં સતિષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-1 લોન્ચ કરવામાં આવ્યું (2008)
આ અભિયાન અંતર્ગત એક માનવરહિત યાનને ચંદ્રમા પર મોકલાયું, આ સાથે ભારત ચંદ્ર પર યાન મોકલનાર છઠ્ઠો દેશ બની ગયો હતો