આજે વિશ્ચ હિન્દી દિવસ
આજ કલ ઓર આજ
તા. 10 જાન્યુઆરી : 10 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે વિશ્ચ હિન્દી દિવસ
દર વર્ષે 10 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ હિન્દી દિવસ' ઉજવવામાં આવે છે. ભારત સરકારે 10 જાન્યુઆરી 2006 ના રોજ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. વિશ્વભરમાં ભારતીય દૂતાવાસો આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિશ્વ હિન્દી દિવસ ઉજવવાનો હેતુ વિશ્વમાં હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.
* હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મોના ભારતના સૌથી લોકપ્રિય ગાયક યસુદાસનો કોચી ખાતે જન્મ (1940)
એક જ દિવસમાં 11 જુદી જુદી ભાષાના ગીતો રેકોર્ડ કરવાનો કીર્તિમાન તેમના નામ પર છે
* કેમેરાનાં લેન્સ, જાસુસી માટેનાં કેમેરા, વિમાનની બારીઓ અને ફિલ્મોનાં શૂટિંગ માટે વપરાતા અદ્રશ્ય કાચનાં શોધક કેથેરીન બ્લોગેટનો ન્યૂયોર્કમાં જન્મ (1898)
* શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી જેહાન મુબારકનો અમેરિકામાં જન્મ (1981)
તેમણે પોતાની કારકિર્દીમાં 13 ટેસ્ટ, 40 વન ડે અને 16 ટી20 રમ્યા છે
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના આગેવાન મુરલી દેવરાનો મુંબઈ ખાતે જન્મ (1937)
* ફિલ્મફેર સહિત અનેક એવોર્ડથી સન્માનિત લોકપ્રિય ફિલ્મ દિગ્દર્શક બાસુ ચેટર્જીનો જન્મનો અજમેર ખાતે જન્મ (1930)
* બોલિવૂડ નિર્માતા - દિગ્દર્શક રાકેશ રોશનના પુત્ર અને અભિનેતા હ્રિતિક રોશનનો જન્મ (1974)
* અરબ દેશોમાં સૌથી લાંબો સમય સુલ્તાન રહેલ ઓમાનનાં સુલ્તાન કાબૂસ બિન સૈદ અલ સૈદનું અવસાન (2020)
ઈ.સ.1970માં બ્રિટનનાં સમર્થનથી સુલ્તાન કાબૂસ તેમનાં પિતાને ગાદી ઉપરથી હટાવી પોતે ઓમાનનાં સુલ્તાન બન્યાં હતાં અને સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા ન હતા, હવે તેઓનો ઉત્તરાધિકારી કોઈ નથી
* બોલિવૂડ અભિનેતા ઓમી વૈદ્યનો અમેરિકામાં જન્મ (1982),
* નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ અભિનેત્રી કલકી કોચલીન નો પોંડીચેરી ખાતે જન્મ (1984)
* ગુજરાતી ટીવી ન્યૂઝ એન્કર અને આમ આદમી પાર્ટીના રાજનેતા ઈશુદાન ગઢવીનો જન્મ
* ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીનો મુંબઈ ખાતે જન્મ (1985)
* પેરુમાં જ્વાળામુખીને કારણે સક્રિય બનેલા ધોધને કારણે લગભગ 4 હજાર જેટલા લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો, 9 નગર અને 7 ગામ આ ધોધને કારણે નેસ્તનાબૂદ થયાં (1962)