big 62f8d3f8b86f1

ક્રાંતિવીર જતીન્દ્રનાથ દાસનો આજે બલિદાન દિવસ.

આજ કલ ઓર આજ 

તા. 13 સપ્ટેમ્બર : 13 SEPTEMBER 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

અંગ્રેજ સરકારને એકવાર નહીં અનેકવાર હચમચાવી દેનાર ક્રાંતિવીર જતિંન્દ્રનાથ દાસનો આજે 'બલિદાન દિવસ'.

 ભારતીય ક્રાંતિકારી આંદોલનનાં તેજસ્વી ક્રાંતિકાર જતીન્દ્રનાથ દાસ (જતીનદાસ)નું કલકતામાં અવસાન (1929)
“મને મારા જીવન કરતા મારી લડતનાં સિદ્ધાંતો વધુ પ્રિય છે! સિદ્ધાંતો ખાતર મરી ફીટવું એમાં જ જીવનની કૃતાર્થતા છે.” જતીન્દ્રનાથ દાસનાં આ અંતિમ શબ્દો હતાં .તેમણે અંગ્રેજોની સરકારને એકવાર નહીં અનેકવાર હચમચાવી દીધી હતી. 13 સપ્ટેમ્બર 1929ના રોજ આ વીર સપૂત અમર થયા અને ત્યારથી 13 સપ્ટેમ્બરને બલિદાન દિવસ તરીકે પણ ઉજવાય છે. 

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ મહિમા ચૌધરીનો દરજીલિંગ ખાતે જન્મ (1973)
કેરિયરની શરૂઆત પરદેશ ફિલ્મથી કર્યા બાદ પ્યાર કોઈ ખેલ નહીં, દિલ ક્યાં કરે, ધડકન, દીવાને, ખિલાડી 420, ઓમ જય જગદીશ, બાગબાન, એલઓસી કારગિલ, દાગ ધ ફાયર, દિલ હે તુમ્હારા, કુરુક્ષેત્ર વગેરે ફિલ્મોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે 

* બોલિવૂડનાં જાણીતાં ફિલ્મ ડિરેક્ટર, પટકથા લેખક, નિર્માતા અને વાડિયા મૂવીટોન સ્ટુડિયોનાં સ્થાપક જે.બી.એચ.વાડિયા (જમશેદ બોમન હોમી વાડિયા)નો મુંબઈમાં જન્મ (1901)
તેઓનું વતન ગુજરાત રાજ્યનું સુરતનો હતું. તેમનાં પરિવારનો વારસાગત વ્યવસાય વહાણવટું અને ચીન સાથે અફીણનો વ્યાપાર હતો. તેમનું કુટુંબ વાડિયા માસ્ટરશિપ બિલ્ડર તરીકે પંકાયેલું અને પ્રખ્યાત નિર્દેશક હોમી વાડિયા તેમનાં નાનાભાઈ હતાં
વાડિયાને ‘ફિયરલેસ નાદિયા’ સહિતની પોપ્યુલીસ્ટ સ્ટંટ ભૂમિકાઓ અને ભારતીય સિનેમામાં સ્ટંટ અભિનેત્રીઓની કલ્પના લાવવાની ફિલ્મો બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.

* પ્રખ્યાત બેક્ટેરિયોલોજિસ્ટ હંસ ક્રિશ્ચિયન ગ્રામનો ડેનમાર્કનાં કોપનહેગનમાં જન્મ (1853)

* ભારતની પ્રસિદ્ધ મહિલા ક્રાંતિકારી નગેન્દ્ર બાલાનો જન્મ (1926)

* અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક શેરવુડ એન્ડરસનનો જન્મ (1876)

* ભારતીય સાયલન્ટ અને સાઉન્ડ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા કેશવરાવ દાતેનું મુંબઈમાં અવસાન (1971)

* તેલુગુ સિનેમા અને થિયેટરમાં કવિ, દૃશ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને પટકથા લેખક આથ્રેયાનું હૈદરાબાદ ખાતે અવસાન (1989)

* અગ્રણી ફિલ્મ અને ફેશન ફોટોગ્રાફર ગૌતમ રાજધ્યક્ષનું મુંબઈમાં અવસાન (2011)

* બોલિવૂડ અને હિન્દી ટેલિવિઝન મરાઠી અભિનેત્રી ઉષા નાડકર્ણીનો ખાતે જન્મ (1946)

* મોડલ અને અભિનેત્રી મોનિકંગના દત્તાનો ગૌહાટી ખાતે જન્મ (1985)

* હિન્દી ફિલ્મ (જો હમ ચાહેં) અભિનેત્રી સિમરન કૌર મુંડીનો મુંબઈ ખાતે જન્મ (1988)

* પોતાના પ્રથમ ગીત સાથે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવનાર ગાયિકા ઈમાન ચક્રવર્તીનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1989)

* બોલિવૂડ (ફિલ્મ બ્લેક) અભિનેત્રી આયેશા કપૂરનો જર્મનીમાં જન્મ (1994)

* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ નિગમનો પ્રયાગરાજ ખાતે જન્મ (2000)