આજે સ્વર કોકિલા લતા મંગેશકરના જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર દિવસ
આજ કલ ઓર આજ
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
તા. 16 ડિસેમ્બર 16 December
આજે સ્વર કોકિલા લતા મંગેશકરના જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર દિવસ
લતા મંગેશકરે આજના દિવસે રેડિયો માટે પ્રથમ વખત સ્ટુડિયોમાં બે ગીતો ગાયા એ દિવસ તેમના જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર દિવસ હોવાનું તેઓ પોતે માને છે (16-12-1941)
* ભારતીય સેનાએ પાકિસ્તાન સામે દાખવેલ પરાક્રમનો પર્વ 'વિજય દિવસ'
તા. 16 ડિસેમ્બર 1971 ના દિવસે ભારતીય સેનાના અદમ્ય સાહસ સામે નતમસ્તક શરણે થયેલ 93,000 પાકિસ્તાનની સૈનિકોની તસ્વિર નિહાળતા જ પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફુલે છે, અમેરીકા અને ચીનના ભયંકર દબાણ છતાં સહેજ પણ ઝુક્યા કે ડર્યા વગર તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધીજીએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા! પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના આતંકનો અંત આવ્યો અને બાંગ્લાદેશ નામે નવા દેશનો ઉદય થયો
* ઢાકાના નેશનલ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજય દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ પરેડમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી (2021)
* પરમવીરચક્ર (મરણોત્તર)થી સન્માનિત વીર અરૂણ ખેતરપાલજી પાકિસ્તાન સામેના યુધ્ધમાં માત્ર ૨૧ વર્ષની ઉંમરે વીરગતિને પ્રાપ્ત કરી શહિદ થયા (1971)
* ગુજરાતમાં જન્મેલ અને કેરળમાં નક્સલ નેતા કુન્નીકલ નારાયણન સાથે લગ્ન કરનાર નક્સલવાદી નેતા મંદાકિની નારાયણનનું અવસાન (2006)
* અંગ્રેજી વિજ્ઞાન-કથા લેખક, વિજ્ઞાન લેખક, ભવિષ્યવાદી, શોધક, દરિયાની અંદરના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ સર આર્થર ચાર્લ્સ ક્લાર્કનો ઇંગ્લેન્ડમાં જન્મ (1917)
તેઓ વિજ્ઞાન સાહિત્ય લેખક, અવકાશ યાત્રાના ઉત્સુક લોકપ્રિય અને વિશિષ્ટ ક્ષમતાના ભવિષ્યવાદી હતા અને વિજ્ઞાન અને વિજ્ઞાન-કથાના લખાણોએ તેમને "અવકાશ યુગના પ્રોફેટ" તરીકે ઓળખાવ્યા
વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે યુનેસ્કોનો કલિંગ પુરસ્કાર, સંખ્યાબંધ હ્યુગો અને નેબ્યુલા પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા હતા
ઘણા વર્ષો સુધી ક્લાર્ક, રોબર્ટ હેનલેઇન અને આઇઝેક એસિમોવ વિજ્ઞાન સાહિત્યના "બિગ થ્રી" તરીકે જાણીતા રહ્યા
* ત્રાવણકોરના મહારાજા શ્રી પદ્મનાભદાસ શ્રી ઉથરાડોમ થિરુનલ માર્થાન્ડા વર્માનું અવસાન (2013)
* ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ હરદાનહલ્લી દેવગૌડા કુમારસ્વામીનો જન્મ (1959)
* જસ્ટિસ પાર્ટીના નેતા અને મદ્રાસ પ્રેસિડેન્સીના મુખ્ય પ્રધાન - પ્રીમિયર પાનાગલ રાજા કાલહસ્તીના જમીનદારનું અવસાન (1928)
* બોલીવુડ અને પંજાબી ગીતોના લોકપ્રિય ગાયિકા હર્ષદિપ કૌરનો દિલ્હી ખાતે જન્મ (1986)
સૂફી ગાયિકી માટે તે 'સૂફી કી સુલતાન' તરીકે ખૂબ લોકપ્રિય છે
* તમિલ, તેલુગુ, મલયાલમ સિનેમા અને બોલિવૂડમાં ફિલ્મ આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર થોટા થરાનીનો જન્મ (1949)
* તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનેતા હર્ષવર્ધન રાણેનો જન્મ (1983)
* ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વની સૌથી ઠીંગણા (સૌથી ઓછી 62.8 સે.મી.ની ઉંચાઈ ધરાવનાર) મહિલા તરીકે જાણીતી ભારતીય અભિનેત્રી જ્યોતિ કિસાંગે આમગેનો જન્મ (1993)
* મલયાલમ સિનેમા તેમજ તમિલ ફિલ્મોમાં અભિનેતા કાલિદાસ જયરામનો જન્મ (1993)
* મરાઠી અને ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનેતા લક્ષ્મીકાંત બર્ડેનું અવસાન (2004)
* કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં થતી દુર્ગા પૂજાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચીમાં સ્થાન આપવામાં આવ્યું (2021)