IMG_20240121_080719

ભારતના ત્રણ રાજ્યોનો આજે સ્થાપના દિવસ

આજ કલ ઓર આજ 

તા. 21 જાન્યુઆરી : 21 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ) .

મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો આજે  સ્થાપના દિવસ

ભારતના મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો આજે  સ્થાપના દિવસ છે.ભારતમાં આઝાદી પછી આ રાજ્યોને દેશના પ્રજાસત્તાકમાં ભેળવી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે આ ત્રણ ભાગ સ્વતંત્ર રાજ્યો બન્યા ન હતા પરંતુ 21 જાન્યુઆરી, 1972ના રોજ મણિપુર , ત્રિપુરા અને મેઘાલય  એમ ત્રણ રાજ્યોની રચના કરવામાં આવી હતી .

*બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પટના ખાતે જન્મ (1986) 

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૌતિકશાસ્ત્રી મધુ દંડવતેનો મહારાષ્ટ્રનાં અહમદનગરમાં જન્મ (1924)
તેઓ મહારાષ્ટ્રની લેજિસ્લેટીવ કાઉન્સિલનાં સભ્ય અને 5 વખત રાજાપુર સંસદીય સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં અને મોરારજી દેસાઈ સરકારમાં રેલવે મંત્રી અને વી.પી.સિંહ સરકારમાં નાણામંત્રી હતાં

* સુરતના (ત્રીજી વખત) સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનો સુરત ખાતે જન્મ (1961)

* કવિ દલપતરામ ત્રવાડીનો સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં જન્મ (1820)
તેમનું સાહિત્ય સર્જનનું ક્ષેત્ર કવિતા, નાટક, નિબંધ, છંદ શાસ્ત્ર, સંપાદન, બાળકાવ્યો વગેરે રહ્યું .

* બોલિવૂડ અભિનેત્રી ગીતા બાલી (હરકિર્તન કોર)નું મુંબઈ ખાતે અવસાન (1965)
તેમણે બાળકલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું અને લગભગ 70 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો 
તેમના લગ્ન (1955માં) અભિનેતા શમ્મી કપૂર સાથે થયા હતા 

* યુનાઈટેડ સોવિયત સોશલિસ્ટ રિપબ્લિકનાં પ્રથમ પ્રમુખ, રશિયામાં બોલ્શેવિક ક્રાંતિનાં પ્રણેતા અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા વ્લાદિમીર ઇલીચ લેનિનનું અવસાન (1924)

* ​ન્યૂયોર્કના  હરલેમ વિસ્તારના એક મહિલાએ 911 ઉપર ફોન કર્યો કે ‘મારો દિકરો મારી સાથે ઝઘડી રહ્યો છે.’ પોલીસ તરત સ્થળ ઉપર પહોંચી. પોલીસે ઘરનું બારણું ખોલાવ્યું તો પોલીસ ઉપર ફાયરિંગ કર્યું તેમાં સ્થળ ઉપર પોલીસ અધિકારી જેસન રિવેરા (ઉં.વ. 22)ની હત્યા કરી દીધી, બીજા પોલીસ વિલ્બર્ટ મોરા (ઉં.વ. 27) ઉપર ફાયરિંગ કરી તેને ઘાયલ કરી દીધા; (જેમનું ચાર દિવસ બાદ હોસ્પિટલમાં અવસાન થયું હતું) હુમલાખોર લશૉન મેકનીલ (ઉં.વ. 47) પોલીસ ઉપર ફાયરિંગ કરીને નાસી રહ્યો હતો ત્યારે પોલીસે ફાયરિંગ કરતા તેનું મૃત્યુ થયું (2022)
લોકોએ બન્ને પોલીસ અધિકારીઓના પરિવાર માટે 3,10,000 ડોલર (રૂ. 2,32,50,000) એકત્ર કર્યા હતા 

* ભારતીય ક્લાસિકલ સંગીતકાર અને ગાયક માસ્ટર ક્રિશ્નારાવનો મહારાષ્ટ્રમાં જન્મ (1898)

* ઓમાન દેશની ક્રિકેટ ટીમના ખેલાડી (૧ વન ડે રમનાર) પૃથ્વીકુમાર માછીનો વલસાડ ખાતે જન્મ (1995)

* યુએઈની ક્રિકેટ ટીમના ખેલાડી (૫ વન ડે રમનાર) શૌકત દુકાનવાલાનો મુંબઈ ખાતે જન્મ (1957)

* હિન્દી ફિલ્મોના સંગીતકાર રામચંદ્ર પાલનું અવસાન (1993)

* કેનેડાના ક્રિકેટ ખેલાડી અને અમ્પાયર કેન પટેલ (કાંતિલાલ કલ્યાણજી પટેલ)નો ગુજરાતમાં જન્મ (1951)

* બોલિવૂડ અભિનેત્રી કીમ શર્માનો જન્મ (1980)

* વર્ષ 1971ના ભારત - પાકિસ્તાન યુધ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં અને માનમાં ઇંદીરા ગાંધીની સરકારના સમયે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોત સ્મારક બનાવડાવેલું. તા. ૨૬ જાન્યુઆરી ૧૯૭૨ના રિપબ્લિક દિવસ ઉપર એનું ઓફિસિયલ ઉદ્ઘાટન કરવામાં આવેલું. ત્યારથી એક કસ્ટમ હતો કે રિપબ્લિક દિવસની પરેડ પહેલાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સેનાના ત્રણે પાંખના વડાઓ આ સ્થળે આવીને રીથ મુકીને જવાનોને અંજલી આપે. આ સ્મારક ઉપર ચાર જ્યોત રાખવામાં આવી, જેમાંથી એક જ્યોત કાયમ ઝળહળે અને સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસ ઉપર ચારેય જ્યોત ઝળહળે. વર્ષ ૧૯૭૧ થી ૨૦૦૬ સુધી આ જ્યોતો LPG વડે ઝળહળતી, વર્ષ ૨૦૦૬ થી CNG વડે. વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકારે નવુ નેશનલ વોર મેમોરિયલ બનાવ્યું અને ત્યાં અમર ચક્ર આગળ બીજી અમર જવાન જ્યોત પ્રગટાવી. તે સમયથી ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સેનાના ત્રણે પાંખના વડાઓ અગાઉ બનાવડાવેલ અમર જવાન જ્યોત સ્મારક ઉપર રીથ મુકી અંજલી આપવા જતા હતા એ કસ્ટમ બંધ કરાવી નવા બનાવેલા સ્મારક ઉપર રીથ મુકીને જવાનોને અંજલી આપવાનો નવો ધારો શરૂ થયો. હવે જુના સ્થળ ઉપર કાયમ માટે ઝળહળતી જ્યોતોને નવા સ્થળ પર મર્જ કરી દેવામાં આવી (2022)

******************