20220915_083907

આજે દૂરદર્શનનો સ્થાપના દિવસ 

આજે તા. 15 સપ્ટેમ્બર 

Today : 15 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

આજે દૂરદર્શનનો સ્થાપના દિવસ 

દૂરદર્શન ભારત સરકારની જાહેરસેવાનો એક ભાગ છે અને ટેલિવિઝન "બ્રોડકસ્ટ" એ "પ્રસારભારતી"નો એક વિભાગ છે.
તેની સ્થાપના 15 સપ્ટેમ્બર, 1959નાં રોજ દિલ્લીમાં કરવામાં આવી હતી અને જાહેર સેવાનાં પ્રસારણમાં સાધારણ પ્રયોગથી શરૂ થયો હતો
1975 સુધી તે રાષ્ટ્રીય પ્રસારણકર્તા, ઓલ ઈન્ડિયા રેડિયોનો એક ભાગ હતો
1 એપ્રિલ, 1976નાં રોજ ટેલિવિઝન સેવાને ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવી, જે ખૂબ જ સંભાળપૂર્વક તમામ ભાષા, વિજ્ઞાન, ભૌગોલિક અને સાંસ્કૃતિક જૂથોનાં હિતની સંભાળ રાખે છે અને દેશનાં સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપે છે, પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રોગ્રામ બનાવે છે. દૂરદર્શન રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે દૂરદર્શન પ્રસારણ કરે છે, જેમાં ‘ડીડી ગિરનાર’એ  ગુજરાત રાજ્યની ચેનલ છે

* આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ 

* આજે રાષ્ટ્રીય એન્જિનિયરિંગ દિવસ 

* ભારતરત્નથી સન્માનિત અને સૌથી સર્વોચ્ચ એન્જિનિયર તરીકે જાણીતાં બનેલા (મોક્ષગુંડમ) એમ. વિશ્વેશ્વરૈયાનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1860)
ભારતનાં ઇજનેરશાસ્ત્રને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવામાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું અને તેમણે મુંબઈ, વડોદરા, કરાંચી, પૂના, કોલ્હાપુર, સાંગલી, સુરત, નાસિક, નાગપુર વગેરે નગરો માટે પાણીપુરવઠા માટેની યોજનાઓ સફળતાપૂર્વક તૈયાર કરી હતી. ભારતની સિંચાઈવ્યવસ્થાની પાયાની વ્યવસ્થા અને પૂરબચાવનાં ઉપાયો પર પહેલું કામ વિશ્વેશ્વરૈયાએ જ કર્યું અને બંધનું નિર્માણ તેમની દેખરેખ હેઠળ થયું

* બંગાળી સાહિત્યકાર, ચિત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1876)
શરદચંદ્ર પોતાની કથાઓ, નવલકથાઓની કથાવસ્તુ અને ચરિત્રચિત્રણની આગવી શૈલીથી ભારતનાં સુપ્રસિદ્ધ, લોકપ્રિય ભારતીય સાહિત્યકારની નવલકથાઓનું ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં ભાષાંતર થયું
‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘શ્રીકાંત’, ‘ચરિત્રહીન’, ‘પથેર દાબી’ ‘બિરાજવહુ’ અને ‘પલ્લી સમાજ’માં તેમને સૌથી વધારે સરાહના મળી છે અને ‘દેવદાસ’ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને તેનાં પરથી ફિલ્મો પણ બની છે

*  ‘સૌરાષ્ટ્રનાં ભામાશા’ તરીકે જાણીતાં જામનગરનાં પનોતા સપુત, દીર્ઘ-દ્રષ્ટા, દાનવીર, ગુજરાતી ઉદ્યોગપતિ મેઘજી પેથરાજ શાહ (એમ.પી. શાહ)નો જન્મ (1905)

* બ્રિટિશ શાહી પરિવારના સભ્ય અને કિંગ ચાર્લ્સ III અને તેમની પ્રથમ પત્ની ડાયના, પ્રિન્સેસ ઑફ વેલ્સનો નાનો પુત્ર પ્રિન્સ હેરી (ડ્યુક ઓફ સસેક્સ)નો જન્મ (1984)
બ્રિટિશ સિંહાસન માટે ઉત્તરાધિકારની લાઇનમાં તે પાંચમા ક્રમે છે

* ઓસ્કાર એવોર્ડથી સન્માનિત અમેરિકન ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક વિલિયમ ઓલિવર સ્ટોનનો જન્મ (1946)
સ્ટોને મિડનાઈટ એક્સપ્રેસના લેખક તરીકે બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે એકેડેમી એવોર્ડ જીત્યો છે 

* અંગ્રેજી નવલકથાકાર અગાથા ક્રિસ્ટી (મેરી ક્લેરિસા અગાથા મિલર)નો ઇંગ્લેન્ડમાં જન્મ (1890)
ક્રિસ્ટીએ 80 જેટલી નવલકથાઓ, 30 ટૂંકી વાર્તાઓ અને 15 નાટકો લખ્યાં અને 100 થી વધુ ભાષાઓમાં તેમની નવલકથાઓ અનુવાદિત થઈ બેસ્ટ-સેલર બની છે

* તમિલનાડુના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવતા અને ‘અન્ના’ એટલે કે ‘મોટા ભાઈ’ તરીકે સંબોધવામાં આવતા સી.એન. અન્નાદુરાઈનો જન્મ (1909)
તેઓ ભારતના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્ય પ્રધાન અને ‘દ્રવિડ મુનેત્ર કઝગમ’ પક્ષના સ્થાપક હતા
સી.એન. અન્નાદુરાઈ એવા પ્રથમ નેતા હતા જેમની દેશના સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ખાસ ભૂમિકા ન હતી
અન્નાદુરાઈ ભારતીય રાજકારણની વિરુદ્ધમાં નહોતા, પરંતુ તેઓ 'ભારતીય બંધારણ'માં તેમના રાજ્ય માટે વધુ સ્વાયત્તતા ઈચ્છતા હતા

* રાજ્યસભામાં સંસદના નામાંકિત અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીનો ચેન્નાઇ ખાતે જન્મ (1939)

* સમકાલીન ભારતીય લેખિકા, કાવ્યસંગ્રહના સંપાદક અને આધુનિક હિન્દી અને ઉર્દૂ સાહિત્યના અનુવાદક સારા રાયનો જન્મ (1956)

* હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મમાં અભિનેત્રી રામ્યા કૃષ્ણનનો ચેન્નાઇ ખાતે જન્મ (1970)

ભારતરત્ન’થી સન્માનિત અને સૌથી સર્વોચ્ચ એન્જિનિયર તરીકે જાણીતાં બનેલા એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મદિવસ ભારતમાં ‘રાષ્ટ્રીય એન્જિનિયરિંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે