ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડી શેન વોર્ન ની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 4 માર્ચ : 4 March
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડી શેન વોર્ન ની આજે પુણ્યતિથિ
ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડી (145 ટેસ્ટમાં 708 વિકેટ અને 194 વન ડેમાં 293 વિકેટ લેનાર) શેન વોર્નનું અવસાન (2022)
સામાન્ય રીતે કોઈ પણ મહાન ક્રિકેટરના રેકોર્ડ શોધવામાં આવે તો સાચા અર્થમાં ગૌરવ લઈ શકાય તેવા ગણતરીના આંકડા મળે પણ આ ખેલાડીએ બનાવેલા રેકોર્ડની યાદી 40 ઉપર જાય ત્યારે તેમની મહાનતાની કલ્પના કરવી અસંભવ છે.
ભારત સામે સિડની ખાતે પ્રથમ ટેસ્ટ રમી ત્યારે પોતાનું વજન 97 કિલો જેટલું હતું
તેમણે એસિસ સિરીઝમાં (ઈંગ્લેન્ડ સામે) સૌથી વધુ 195 વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો, જે કોઈ દેશ સામે વધુ વિકેટ લેવાનો પણ રેકોર્ડ છે
96 વિકેટ સાથે કોઈ એક વર્ષમાં (2006) સૌથી વધુ વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો છે
તેમણે બે ક્રિકેટ વર્લ્ડકપ (1996 અને 1999)માં ભાગ લીધો અને બંનેમાં ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું, અને 1999માં જીત મેળવી હતી
તેમણે લીધેલ 691 ટેસ્ટ વિકેટ પૈકી મહત્તમ વિકેટ ટોપની ટીમની લીધી છે
ટેસ્ટ મેચમાં 3145 રનનો ઢગલો કર્યો કોઈ પણ સદી વિના બનાવી ન શક્યા તેનો સૌને મોટો અફસોસ છે, એક વખત ન્યૂઝીલેન્ડ સામે 99 રન પણ કર્યા છે
ટેસ્ટ મેચમાં 300 વિકેટ લેનાર કોઈ બોલરે સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ કર્યો હોય તો તે આ ખેલાડી 125 કેચ સાથે ટોચ પર છે
નીચલા હોઠ પર લગાડેલું ક્રીમ, લગભગ ચાલતો હોય એવો રન અપ અને બોલ ફેંકતી વખતે મોટેથી નીકળતો ઊંહકારો સાથે તેની ઓવરમાં કશું રોમાંચનું તત્ત્વ ન હોય એવું ભાગ્યે જ બને જે વોર્નની સ્ટાઇલ હતી
તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જોડાયેલા હતા
* ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાનો બેંગલુરુ ખાતે જન્મ (1980)
તે ડબલ ટીમના ખેલાડીઓના રેન્કિંગમાં વિશ્ચમાં ત્રીજા ક્રમે રહ્યા છે અને 2017ની ફ્રેન્ચ ઓપન અને 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે
* ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી દિના પાઠકનો અમરેલી ખાતે જન્મ (1922)
તેઓ થિયેટર પ્રવૃત્તિઓ સાથે પણ ખૂબ સક્રિય રહ્યા
તેમના બે દિકરીઓ રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક પણ ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે
* બોલિવૂડ અભિનેતા ઈફ્તેખાર (સઈદના ઈફ્તેખાર એહમદ શરીફ)નું મુંબઈ ખાતે અવસાન (1995)
તે હિન્દી ફિલ્મોમાં પોલીસ અધિકારીની ભૂમિકા માટે ખાસ લોકપ્રિય હતા
* બોલિવૂડ ફિલ્મોના લેખક અને નિર્દેશક કુણાલ દેશમુખનો મુંબઈ ખાતે જન્મ (1982)
* લેખક અને ટીવીના નિર્માતા દિગ્દર્શક રાજીવ મેહરોત્રાનો જન્મ (11953)
* ભારતની છ અલગ અલગ ભાષાની ફિલ્મોના અભિનેત્રી શ્રધ્ધા દાસનો મુંબઈ ખાતે જન્મ (1983)
* ભારતમાં પ્રથમ એશિયન રમતોત્સવનું આયોજન થયું (1951)
* હકીમ હફીઝ અબ્દુલ મજીદ દ્વારા હમદર્દની દિલ્હી ખાતે સ્થાપના કરવામાં આવી (1906)
* ભારતીય રેલવેએ સ્વદેશી 'કવચ' ટેકનોલોજી માટે ફાઈનલ પરિક્ષણ કરવામાં આવ્યું (2022)
ગમે તેટલા પ્રતિકૂળ સંજોગો હોય, 'કવચ' બે ટ્રેનોની સામસામે ટક્કર થવા નહીં દે તેવી ટેકનોલોજી વિકસાવી છે
આ વિશ્વાસને ચકાસવા માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે એક ટ્રેનમાં સવાર થયા, જ્યારે બીજી ટ્રેનમાં તમામ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સવાર થયા
* ટેસ્ટ મેચ રમનાર દેશ પૈકી વર્લ્ડ કપમાં સૌથી ઓછો 58 રનનો સ્કોર નોંધાવવાનો રેકોર્ડ બાંગ્લાદેશ સાથે રચાયો, જે મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે હતી (2011)
>>>> ઘણા માણસ પોતાનો કમ્ફર્ટ ઝોન ત્યાગીને અવનવાં સાહસ કરતો રહે છે એ પણ આશ્ચર્યજનક બાબત છે. જોખમી સ્પર્ધાઓ એડવેન્ચર્સ નવાં સાહસ કે રખડપટ્ટી એ પણ ઘણાને માટે આનંદદાયક બની જાય છે. કેટલાકને પ્રચલિત સુખની ફોર્મ્યુલાથી જ સંતોષ થઇ જાય છે પણ ઘણા એવા હોય છે કે એમને ખતરાથી ખેલવામાં જ ખરી મજા આવતી હોય છે. દરેક ક્ષેત્રના સફળ અને નિવડેલા માણસો એક નકશાની માફક ફેલાયેલા હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)