ભારતીય ફિલ્મોના પિતામહ્ દાદા સાહેબ ફાળકેની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 16 ફેબ્રુઆરી : 16 February
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ભારતીય ફિલ્મોના પિતામહ્ દાદા સાહેબ ફાળકેની આજે પુણ્યતિથિ
હિન્દી ફિલ્મ નિર્માતા - દિગ્દર્શક - લેખક દાદા સાહેબ ફાળકે (ધુડીંરાજ ગોવિંદ ફાળકે)નું નાસિક ખાતે અવસાન (1944)
તેમની પ્રથમ ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગનો આરંભ થતા તેમને ભારતીય ફિલ્મોના પિતામહ્ તરીકે ઓળખવામાં આવે છે
* સાહા સમીકરણ આપનાર ભારતના ખગોળ વિજ્ઞાની મેઘનાદ સહાનું અવસાન (1956)
* હિન્દી અને બંગાળી ફિલ્મોના સંગીતકાર ભપ્પી લાહિરી (આલોકેશ અપારેશ લાહિરી)નું મુંબઈ ખાતે 69 વર્ષની વયે અવસાન (2022)
તેમની પ્રથમ ફિલ્મ 'નન્હે શિકારી' (1973) પણ તેમને પહેલી સફળતા ફિલ્મ 'ઝખમી' (1975) અને પછી 'ચલતે ચલતે' (1976)ના ગીતોથી મળી હતી.
શ્રેષ્ઠ સંગીત માટે વર્ષ 1985ના ફિલ્મફેર એવોર્ડ માટે તેમની 3 ફિલ્મો શરાબી, કસમ પેદા કરને વાલે કી અને તોહફા એક સાથે નોમિનેટ થઈ અને એવોર્ડ શરાબી ફિલ્મ માટે મળ્યો, આ પહેલાના વર્ષોમાં અરમાન અને નમક હલાલ ફિલ્મો નોમિનેટ થઈ હતી.
ભપ્પીએ ડિસ્કોની સાથે મેલોડી અને રોમેન્ટિક ગીતો પણ એટલા જ આપ્યા છે.
* ભારતના ક્રિકેટ ખેલાડી (19 ટેસ્ટ અને 5 વન ડે રમનાર) મયંક અગ્રવાલનો બેંગલોર ખાતે જન્મ (1978)
* ભારતના કબડ્ડીના ખેલાડી પ્રદિપ નારવાલનો હરિયાણા રાજ્યમાં જન્મ (1996)
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી (60 ટેસ્ટ અને 102 વન ડે રમનાર) માઈકલ હોલ્ડિંગનો જન્મ (1954)
* ભારતના ક્રિકેટ ખેલાડી (31 ટેસ્ટ અને 2 વન ડે રમનાર) વસીમ જાફરનો મુંબઈ ખાતે જન્મ (1978)
રણજી ટ્રોફીમાં 10 હજાર રન ફટકારનાર આ પ્રથમ ખેલાડી છે
* હિન્દી સાહિત્યકાર સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાનો જન્મ (1896)
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી લોરેન્સ રૉ એ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચમાં બે ઈંનિગમાં ત્રણ સદી (214 અને 100 નોટ આઉટ) ફટકારી (1972)
* અમેરિકાના ટેનિસ ખેલાડી જ્હોન મેકેનરોનો જર્મનીમાં જન્મ (1959)
* બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું કોલકાતા ખાતે અવસાન (1938)
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી એલિસ એકોન્ગનો જન્મ (1954)
* હિન્દી ફિલ્મોના અભિનેતા આઈ. એસ. જોહર (ઈંદ્રજીત સિંંગ)નો પાકિસ્તાનમાં જન્મ (1920)
તેમનું 'જોની મેરા નામ' ફિલ્મના કોમિક અભિનય માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી સોમા આનંદનો મુંબઈ ખાતે જન્મ (1958)
* ઓરિસ્સાના ગાયક, ગીતકાર અને લેખક પ્રફુલ્લા કરનો જન્મ (1939)
ભારત અને પાકિસ્તાનની ફિલ્મો માટે ગીતો લખનાર તનવીર નકવીનો લાહોર ખાતે જન્મ (1919)
* ભારત અને નેપાળ વચ્ચે રેલ સેવાનો આરંભ (1927)
>>>> માણસ અને જાનવરમાં એક જ ફર્ક છે. માણસ પાસે બુદ્ધિ તો છે જ પણ સંવેદનાની ભેટ પણ છે, પ્રકૃતિ અને માનવી દ્વારા થતા સર્જનો માણવાની તક માણસ પાસે રહેલી છે અને માનવી પણ ઈચ્છા ધરાવે તો આ બધી કળા અને સંવેદના હસ્તગત કરી શકે છે . માનવી આનંદ, સુખ તેમજ કોઈને જીવન ભેટ ધરી શકે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)