Upendra-trivedi

ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની આજે પુણ્યતિથિ

આજના દિવસની વિશેષતા

આજે તા. ૪ જાન્યુઆરી-૨૩

Today : 4 January-23

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી ફિલ્મોના પાયાના પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા ગુજરાતની પ્રજાના લાડલા પ્રતિભાવાન અભિનેતા 'પદ્મશ્રી' ઉપેન્દ્ર ત્રિવેદી 'અભિનય સમ્રાટ'નું મુંબઈ ખાતે અવસાન (2015)

લગભગ ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં પોતાનાં અભિનયનાં અજવાળા પાથરી છવાયેલા રહ્યા
૧૯૬૯માં કેન્દ્ર સરકારની મુંબઈ રેડિયો સ્ટેશન પર નાટ્ય વિભાગનાં વડા તરીકેની પ્રતિષ્ઠિત નોકરી છોડી રંગભૂમિ જ પસંદ કરી હતી
૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા અને તેમણે ૨૦૦૦-૦૨ સુધી ગુજરાત ધારાસભાનાં નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો

​* ભારતના સ્વતંત્રતા સૈનિક, હિસાબ અને સમયમાં પાક્કા અર્થશાસ્ત્રી જે.સી. કુમારાપ્પાનો તમિલનાડુનાં થન્જાવુંરમાં જન્મ (1892)
તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રનાં અધ્યાપક તરીકે અને મીઠા સત્યાગ્રહ દરમિયાન ‘યંગ ઇન્ડિયા’નાં સંપાદક રહ્યાં હતાં

* મહાન ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી સર આઇઝેક ન્યૂટનનો ઇંગ્લેન્ડમાં જન્મ (1643)
ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું

* ગુજરાતી સાહિત્યનાં નવલકથાકાર અને સમર્થ પંડિત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું મુંબઈમાં અવસાન (1907)
અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં અને ચોથા ધોરણથી મુંબઇની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, ઈ.સ.1874નાં વર્ષમાં પિતા માધવરામની પેઢી તૂટી પછી આખું કુટુંબ મુંબઈથી નડિયાદ આવી રહ્યા હતા 
તેમની ‘સરસ્વતી ચંદ્ર' : ભાગ-1 (1887) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભાગ-2 (1892), ભાગ-3 (1898) અને ભાગ-4 (1901) પ્રકાશિત થયાં
ઈ.સ.1905માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રથમ પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ હતી

* ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં સચીન તેંડુલકરે ઐતિહાસિક 613 મિનિટની બેટીંગ દરમિયાન 436 બોલનો સામનો કરી રેકોર્ડ 241 રન પોતાના નામે કરી ભારતનો સ્કોર 705/7 ઉપર પહોંચાડયો (2004)

* બોલિવૂડનાં જાણીતાં ફિલ્મ ડિરેક્ટર, નિર્માતા અને વાડિયા મૂવીટોન સ્ટુડિયોનાં સ્થાપક જે.બી.એચ. વાડિયાનું મુંબઈમાં અવસાન (1986)

• બોલીવુડની 300+ ફિલ્મોના સંગીતકાર રાહુલદેવ (આર. ડી.) બર્મનનું અવસાન (1994)

* શિક્ષણશાસ્ત્રી અને બ્રેઈલ લિપિનાં શોધક લૂઈ બ્રેઈલનો ફ્રાન્સમાં જન્મ (1809)
તેમણે અંધજનો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી તે પદ્ધતિ ‘બ્રેઇલ લિપિ’ તરીકે પ્રખ્યાત છે

* બોરસદમાં જન્મ અને ‘સસ્તુ સાહિત્ય’નાં સ્થાપક ભિક્ષુ અખંડાનંદ (પુર્વાશ્રમનું નામ લલ્લુભાઇ જગજીવનરામ ઠક્કર)નું અવસાન (1942)
સંસ્કૃત ધર્મગ્રંથો, નીતિશાસ્ત્ર, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા. ‘અખંડાનંદ’ સામયિકે ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યું છે. અનેક વિષયોને લગતું સાહિત્ય પ્રગટ કરવાની એમણે પહેલ કરી હતી

* દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી 2 વન ડે અને એક ટી20 (2007) આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ગુલામ બોદીનો ગુજરાતના કોસંબા પાસેના હથુરણ ગામે જન્મ (1979)
* બંગાળી, અંગ્રેજી અને બોલિવૂડનાં જાણીતાં અભિનેતા પ્રદિપ કુમારનો કોલકાતા ખાતે જન્મ (1925)

* બોલિવૂડનાં જાણીતાં અભિનેત્રી નિરુપા રોયનો વલસાડ ખાતે જન્મ (1931)
250+ હિન્દી ફિલ્મોમાં અભિનય કરનાર નિરુપા રોયનું 3 વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું

* બોલિવૂડની ફિલ્મોમાં બાળકલાકાર તરીકે સફળ કામ કર્યાથી શરૂ કરી અનેક હિન્દી ફિલ્મોના અભિનેત્રી ડેઈઝી ઈરાનીનો મુંબઈમાં જન્મ (1931)

* હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી અંજના મમુમતાઝનો જન્મ (1941)

* ઈન્ડિયન આઈડોલ3 (2007)ના વિજેતા અને નેપાળની ફિલ્મોના અભિનેતા પ્રશાંત તમાન્ગનો ભારતના દાર્જિલિંગ ખાતે જન્મ (1983)

* બોલિવૂડ પંજાબી ફિલ્મોના ગાયક, અભિનેતા 
ગુરુદાસ માનનો જન્મ (1957)

* બોલિવૂડનાં જાણીતાં અભિનેતા આદિત્ય પંચોલીનો જન્મ (1965)

* ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (બે વન ડે) અને ગુજરાત લાયન (2017) સહિત અનેક આઈપીએલ ટીમ માટે રમનાર મનપ્રિત ગોનીનો પંજાબમાં જન્મ (1984)

* ભારતની ટીમ તરફથી 11 ટેસ્ટ મેચ રમનાર ઈન્ડિયન આર્મીના રમણ સુરેન્દ્રનાથનો ઉત્તર પ્રદેશના મેરુત ખાતે જન્મ (1937)

* અમૃતસરમાં જન્મેલ અને પાકિસ્તાની ટીમના ક્રિકેટ ખેલાડી (16 ટેસ્ટ રમનાર) મકસુદ અહેમદનું અવસાન (1999)

* કેનેડાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી (2006-10) ઉમર ભટ્ટીનો પાકિસ્તાનમાં જન્મ (1984)

* સ્વતંત્રતા સૈનિક, રચનાત્મક કાર્યકર અને ગાંધીવાદી અર્થશાસ્ત્રી જે.સી. કુમારાપ્પાનો તમિલનાડુનાં થન્જાવુંરમાં જન્મ (1892)