walked-on-the-Moon-1

ચંદ્ર પર પ્રથમ કદમ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગની આજે પુણ્યતિથિ

આજ કલ ઓર આજ 

તા. 25 ઓગસ્ટ : 25 AUGUST
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

ચંદ્ર પર પ્રથમ કદમ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગની આજે પુણ્યતિથિ

ચંદ્ર પર પહેલો પગ મૂકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ 5 ઓગસ્ટ,1930 માં વાપાકોનેટા, ઓહિયોમાં જન્મ્યા હતા. એસ્ટ્રોનોટની સાથે સાથે તેઓ નૌકા વિમાનચાલક અને ટેસ્ટ પાયલોટ પણ હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે જ તેમણે પાયલોટ લાયસન્સ મેળવી લીધું હતું.તેમનામાં 200 થી વધુ એરક્રાફ્ટ ચલાવવાનું નોલેજ હતું. તેમણે કોરિયન વોર દરમિયાન પણ દેશને પાયલોટ તરીકે સેવા આપી હતી. નાસા તરફથી ચંદ્ર મિશનમાં 1966 માં જોડાયા હતા અને તેમણે એસ્ટ્રોનોટ તરીકે ટ્રેઈનીંગ લીધી હતી. આ બાદ અમેરિકાનાં ફ્લોરિડા પ્રાંતનાં કેપ કેનેડી સ્ટેશનથી 16મી જુલાઈ, 1969નાં રોજ પહેલીવાર નીલ આર્મસ્ટ્રોંગ સહિત માનવીને લઈને ચંદ્ર માટે એક યાન એપોલો-11 અંતરિક્ષ તરફ રવાના થયું હતું.21 જુલાઈ 1969 ના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાસિલ કરી હતી અને 2.5 કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા અને વિવિધ માહિતી ભેગી કરી હતી.નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ 25 ઑગસ્ટ, 2012 ના રોજ અમેરિકાના ઓહિયોમાં થયું હતું. 

*અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટઓ હરિયાણા રાજ્યમાં જન્મ (1994)
તેમની બહેન ગીતા ફોગાટ અને બબીતા ​​કુમારી પણ કુસ્તીબાજોના સફળ પરિવારના છે 

* પદ્મશ્રીથી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય ગીતકાર-સંગીતકાર પંડિત રઘુનાથ પાણિગ્રાહીનું ભુવનેશ્વર ખાતે અવસાન (2013)

* ભારતીય ક્રિકેટર (2 ટેસ્ટ અને 63 વનડે રમનાર) સંજીવ શર્માનો દિલ્હી ખાતે જન્મ (1965)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર વિજયતા પંડિતનો મુંબઈમાં જન્મ (1967)

* વરાળનાં એન્જિનની શોધ કરનાર સ્કોટિશ વિજ્ઞાની જેમ્સ વોટનું યુકે ખાતે અવસાન (1819)

* અમેરિકામાં જન્મેલ અને મરકયૂરી લેમ્પનાં શોધક પીટર કૂપર હેવિટનું અવસાન (1921)
તેમણે મરક્યુરી એટલે પારાની વરાળ ભરેલો બલ્બ બનાવ્યો, તે સફેદ પ્રકાશ આપતો અને એ.સી.અને ડી.સી. કરન્ટથી ચાલતા બલ્બ, ફોટોગ્રાફી, રેલ્વે અને ઉદ્યોગોમાં ઉપયોગી થાય એવા બલ્બ પણ બનાવેલા
ઊંચા વીજપ્રવાહનો ઉપયોગ કરી શકે તેવા સેમિકન્ડકટ સાધનો વડે તેણે વીજપ્રવાહથી રોશની મેળવવાના ક્ષેત્રમાં ક્રાંતિકારી શોધ કરી હતી.

* ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને પ્રકૃતિવિદ્દ હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય (વનેચર)નો વિરમગામમાં જન્મ (1897)

* યુગપરિવર્તનકારી કાર્ય કરનાર રાષ્ટ્રવાદી પત્રકાર અમૃતલાલ દલપતરામ શેઠનો સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડીમાં જન્મ (1891)
લીંબડી રાજ્યનાં મેજીસ્ટ્રેટ જેવા ઉચ્ચ હોદ્દાનો ત્યાગ કરી ગાંધીજીનાં સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની જાતને હોમી દેનાર અમૃતલાલ શેઠે 2 ઓકટોબર, 1921નાં રોજ ગાંધી જયંતિનાં રોજ રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક શરુ કર્યું હતું
મુંબઈથી તેમણે ‘જન્મભૂમિ’ (1934), ‘ડેઈલી સન’ (1934), ‘નુતન ગુજરાત’ (1942) જેવા પત્રો શરૂ કર્યા હતાં તો ઈ.સ.1935માં મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ પણ ખરીદી લીધું હતું

* ભારતીય મીડિયા ઉદ્યોગપતિ અને દેવદૂત રોકાણકાર રૂપક સલુજાનો નવી દિલ્હી ખાતે જન્મ (1975)

* મરાઠી સિનેમા, થિયેટર અને ટેલિવિઝનમાં સંગીત નિર્દેશક અશોક પાટકીનો મુંબઈમાં જન્મ (1941)

* હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને કપૂર પરિવારના સભ્ય રાજીવ રાજ કપૂરનો મુંબઈમાં જન્મ (1962)

* હિન્દી ફિલ્મ, એડ ફિલ્મ અને કોર્પોરેટ ફિલ્મ્સ ડિરેક્ટર વિનય સપ્રુનો મુંબઈમાં જન્મ (1972)

* કર્ણાટિક સંગીતકાર અને ભારતીય ભાષાઓમાં ફિલ્મ ગીતો માટે પ્લેબેક ગાયક નિત્યાશ્રી મહાદેવનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1973)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી, મોડલ અને નૃત્યાંગના ડેઝી શાહનો મુંબઈમાં જન્મ (1984)

* ફિલ્મ, ટેલિવિઝન, વેબ-સિરીઝ અને થિયેટર અભિનેતા વિનાયક જોશીનો બેન્ગલુરું ખાતે જન્મ (1987)

* ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી વૈષ્ણવી ધનરાજનો નાગપુર ખાતે જન્મ (1988)

* મુંબઈમાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા જેમાં આશરે 54 લોકો માર્યા ગયા અને 244 લોકો ઘાયલ થયાં (2003)
એક ગેટવે ઑફ ઈન્ડિયા અને બીજો મુંબા દેવી મંદિર નજીક ઝવેરી બજારમાં થયો હતો