kader-khan

બોલીવુડ ફિલ્મોમાં વિલનથી લઈને કોમેડિયન સુધીની વિવિધ ભૂમિકાઓ ભજવીને દર્શકોનું મનોરંજન કરનાર કાદરખાનની આજે છે પુણ્યતિથિ

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

આજે તા. 31 ડિસેમ્બર 

Today - 31 DECEMBER

પદ્મશ્રી (મરણોત્તર)થી સન્માનિત બૉલીવુડ ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, હાસ્ય કલાકાર અને ફિલ્મ નિર્દેશક કાદર ખાનનું ઓન્ટારિયો, કેનેડામાં અવસાન (2018)

કાદર ખાનનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલ ખાતે થયો અને બોમ્બે યુનિવર્સિટી સાથે સંલગ્ન ઈસ્માઈલ યુસુફ કોલેજમાંથી સ્નાતક થયા, ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા, તેમણે સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે એમ.એચ. સાબૂ સિદ્દિક કોલેજ ઑફ એન્જિનિયરિંગ, મુંબઈમાં પ્રોફેસર હતા 
તેમણે કોમેડી, એક્શન, રોમાન્સ, કૌટુંબિક, સામાજિક અને રાજકીય જેવી ફિલ્મોની વિવિધ શૈલીમાં વિવિધ ભાગો ભજવ્યા છે
એક અભિનેતા તરીકે, 1973માં રાજેશ ખન્ના સાથેની ફિલ્મ દાગમાં પદાર્પણ કર્યા બાદ 300થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં દેખાયા, રાજેશ ખન્નાએ તેમને ફિલ્મ રોટીમાં ડાયલોગ રાઈટર તરીકે બ્રેક આપ્યો અને તેઓ 1970-99ના ગાળામાં બોલિવૂડ ફિલ્મો માટે પ્રબળ પટકથા લેખક પણ રહ્યા અને 200 ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા
ખાને લોકપ્રિય સંવાદો અને સ્ક્રિપ્ટ સાથે અમિતાભ બચ્ચનની મિ. નટવરલાલ, ખૂન પસીના, દો ઔર દો પાંચ, સત્તે પે સત્તા, ઈન્કલાબ, ગીરફ્તાર, હમ અને અગ્નિપથ ફિલ્મો લખી 

* ગુજરાતના ડાયરો, ભજન, લોકગીત સહિત તમામ પ્રકારની ગાયિકી સાથે સ્ટેજ શૉના સૌથી લોકપ્રિય કચ્છના ગાયિકા ગીતાબેન રબારીનો કચ્છ જિલ્લામાં જન્મ (1996)

* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી લક્ષ્મણ શિવરામક્રિષ્નનનો ચેનૈઈ ખાતે જન્મ (1965)
વર્લ્ડ કપ 1985 માટે બે મેચ સાથે 16 વન ડે અને 9 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે

* ‘રાવ બહાદુર’નાં પુરસ્કારથી સન્માનિત ભારત સરકારનાં સ્ટેટસ મંત્રાલયમાં સરદાર પટેલનાં સચિવ તરીકે ફરજ બજાવનાર વપ્પલા પંગુન્ની મેનન (વી.પી.મેનનન)નું અવસાન (1965)

* 'ગંધર્વરત્ન’, ‘સંગીતરત્ન’ જેવી અનેક પદવી તથા  ‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયક મલ્લિકાર્જુન મન્સૂરનો કર્ણાટકમાં જન્મ (1910)

* ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી જ્યોફ માર્સનો જન્મ (1958)
વર્લ્ડ કપ 1985 માટે 13 મેચ સાથે 117 વન ડે અને 50 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે

* પાકિસ્તાના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) અફાક હુસેનનો ભારતમાં લખનૌ ખાતે જન્મ (1939)

* ભારતમાં સિવિલ સેવા શરૂ કરનાર ભારતમાં બ્રિટિશરાજનાં બીજા ગવર્નર જનરલ અને ચીફ ઑફ કમાંડર લૉર્ડ કોર્નવોલિસનો જન્મ (1738)

​* આયર્લેન્ડમાં જન્મેલ અને  કેમિસ્ટ્રીનાં અભ્યાસનો પાયો નાખનારાં વિજ્ઞાનીઓમાં ‘કેમિસ્ટ્રીનાં પિતામહ’ કહેવાતા વિજ્ઞાની રોબર્ટ બોઈલનું અવસાન (1691) 
વાયુનાં જથ્થા અને દબાણ વચ્ચેનાં સંબંધ અંગે નિયમ શોધેલો જે બોઈલનો સિદ્ધાંત કહેવાય છે
બોઈલ વિવિધ ધાતુઓનાં મિશ્રણથી નવી ધાતુ બનાવવામાં નિષ્ણાત હતાં અને તે માટે વિશ્વપ્રસિધ્ધ બન્યાં

* આઈપીએલ અગાઉ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ એમ બે દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર રોલ્ફ વાનનો દક્ષિણ આફ્રિકામાં જન્મ (1984)

* ભારતીય ટ્રેક એથ્લેટ ખેલાડી ધારુન અય્યાસામીનો જન્મ (1996)

* શિવાનંદ સરસ્વતીના શિષ્ય અને આંતરરાષ્ટ્રીય શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રો અને આશ્રમોના સ્થાપક વિષ્ણુદેવાનંદ સરસ્વતીનો જન્મ (1927)

* ભારતીય ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, દિગ્દર્શક, સંગીતકાર, ગાયક, નૃત્યાંગના અને નિર્માતા આર. નારાયણ મૂર્તિનો જન્મ (1954)

* પંજાબના ગાયક, ફિલ્મ નિર્માતા અને અભિનેતા હરભજન માનનો પંજાબના ભટીંડા ખાતે જન્મ (1965)

* પંજાબી ગાયક, સંગીતકાર, અને અભિનેતા રાજ બ્રારનું અવસાન (2016)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા પ્રિયા ભવાની શંકરનો જન્મ (1989)

* બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી પ્રિયંકા સરકારનો જન્મ (1990)

* તમિલ ફિલ્મ હાસ્ય કલાકાર, નાટક કલાકાર, નિર્માતા અને દિગ્દર્શક ટી. એસ. દુરાઈરાજનો જન્મ (1910)

* રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સાતમા વડાપ્રધાન બન્યા (1984)

* ભારતીય ટીમના કેપ્ટન બનનાર મો. અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી (1984)

* ઈન્ડિયન એરલાઈન્સનું પ્લેન 814 હાઈજેક કરીને અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લઈ જવામાં આવ્યું (1999)
લાંબી કાર્યવાહી બાદ 190 લોકોની સલામત મુક્તિ સાથે બંધક કટોકટી ટળી હતી