Capture111

ભારતના પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન ની આજે પુણ્યતિથિ

આજ કલ ઓર આજ 

તા. 14 ઓક્ટોબર : 14 OCTOBER 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

ભારતના પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન ની આજે પુણ્યતિથિ (1240)

 ભારતના પ્રથમ મહિલા શાસક, ‘રઝિયા સુલતાન’ની,તેમના શાસનનું ભારતીય ઈતિહાસમાં ઘણું મહત્વ છે,તેઓ કુતુબુદ્દીન એબકના ત્યા સેવક તરીકે ફરજ બજાવતા ઈલ્તુતમિશના પુત્રી હતા,રઝિયાના પિતા સારા શાસક હતા,વર્ષ 1210મા કુતુબુદ્દીનના મૃત્યુ પછી દિલ્હીની મદદે આવતા તેઓ દિલ્હીના સુલતાન બન્યા,તેમણે પોતાના બાળકોને લશ્કરી અને માર્શલ આર્ટ્સની તાલીમ આપી હતી.
સમય પસાર થતા તેમણે જોયું કે,તેમના દરેક પુત્રો રાજગાદીના પ્રભાવમાં પડ્યા છે અને જાહોજલાલીમાં વ્યસ્ત છે,રાજગાદી સંભાળવા માટે કોઈ પુત્ર સક્ષમ નથી.વર્ષ 1229માં રઝિયાના સાવકા ભાઈનું મૃત્યુ થાય છે,તે સમયે ગ્વાલિયર સામેના આક્રમણને જીતવા રઝિયાના પિતાએ વર્ષ 1230મા રાજધાની છોડવી પડી.તેમની પુત્રી રઝિયા સુલતાન, જે લશ્કરી તાલીમ અને માર્શલ આર્ટ્સમાં ખુબ માહીર હતી,તેને સત્તા સોપંવામાં આવી.
રઝિયા પોતે મુસ્લિમ રાણી હોવા છતાં હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાના સતત પ્રયત્ન કર્યા,ક્યારેય હિન્દુ પ્રજાનું દિલ ન હોતું દુખાવ્યું.1240મા રઝિયા અને પતિ અલ્તુનિયાએ રઝિયાના ભાઈએ પચાવી પાડેલા રાજ્ય પર કબ્જો કરવાનો નિર્ણય લીધો. પરંતુ રઝિયાના ભાઈ બહરામ શાહે અનેક લોકોના જુથ સાથે મળીને પતિ-પત્નીને પરાજય કરીને બીજાઓ મારફત તેમની હત્યા કરાવી નાખી,આમ દિલ્હીની પ્રથમ અને અંતિમ મહિલા સુલતાનનું 35 વર્ષની નાની ઉંમરે અવસાન થયું.

* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય ક્રિકેટર (58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી-20 રમનાર) અને ભાજપના પૂર્વ દિલ્હી બેઠકના સાંસદ (2019થી) ગૌતમ ગંભીરનો નવી દિલ્હી ખાતે જન્મ (1981) 

* મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના અધિકારી અરુણ ખેતરપાલનો પુના ખાતે જન્મ (1950)

* હિન્દી ફિલ્મ નિર્દેશક, લેખક અને ગીતકાર સંજય છેલનો દ્વારકા ખાતે જન્મ (1967)

* ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને ક્રાંતિકારી લાલા હરદયાલનો દિલ્હીમાં જન્મ (1884)
લાલા હરદયાલ ‘ગદર પાર્ટી’નાં સ્થાપક સભ્યોમાંના એક હતાં અને વિદેશોમાં ભટકતાં અનેક મુશ્કેલીઓ સહન કરી તેમણે દેશભક્તોને ભારતની આઝાદી માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યાં હતાં 

* ગણિતના પ્રોફેસર અને મહારાષ્ટ્રના સમાજ સુધારક રઘુનાથ ધોંડો કર્વેનું અવસાન (1953) 

* પદ્મશ્રી અને પદ્મ ભૂષણ (મરણોત્તર)થી સન્માનિત ભારતીય શાસ્ત્રીય સમર્થ સિતારવાદક નિખિલ રંજન બેનર્જીનો કોલકાતામાં જન્મ (1931)

* હિન્દી ફિલ્મ લેખક, દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા, ફિલ્મ વિતરક, ફિલ્મ શોમેન અને સિનેમેટોગ્રાફર અરદેશર ઈરાનીનું અવસાન (1969) 

* ભારતીય ક્રિકેટર (1 ટેસ્ટ રમનાર) શુટે બેનર્જીનું અવસાન (1980) 

* હિન્દીમાં ડિટેક્ટીવ ફિક્શનના અગ્રણી અને પ્રતિભાશાળી લેખકોમાંના એક ઓમ પ્રકાશ શર્માનું અવસાન (1998)

* બ્રિટિશ સરકાર દ્વારા ‘સર’ની પદવીથી સન્માનિત અને ભારતની સૌથી જૂની શિપિંગ કંપનીઓમાંની એક ‘સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની’નાં સ્થાપક સભ્યોમાંના એક ઉદ્યોગપતિ લાલ્લુભાઈ સામળદાસ મેહતાનો ભાવનગરમાં જન્મ (1863)

* હિન્દી ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને લેખક પરમીત સેઠીનો જન્મ (1961)
તેમના લગ્ન અભિનેત્રી અને ટીવી પર્સનાલિટી અર્ચના પૂરણસિંહ સાથે થયા છે 

* બંગાળી લેખક અને પત્રકાર પ્રચેતા ગુપ્તાનો જન્મ (1962)

* તેલુગુ સિનેમાના બહુમુખી લેખક, નાટ્યકાર અને ગીતકાર જલાદી રાજા રાવનું અવસાન (2011) 

* મલયાલમ ફિલ્મોમાં અભિનેતા અને હાસ્ય કલાકાર સાજુ નવોદયનો જન્મ (1977)

* મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી નવ્યા નાયરનો જન્મ (1985)

* ડૉ.બાબાસાહેબ આંબેડકરે પોતાનાં આશરે 3,85,000 અનુયાયીઓની સાથે કોચાંદામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો અને પોતાનાં સમર્થકોને 22 બૌદ્ધ પ્રતિજ્ઞાઓનું અનુસરણ કરવાની સલાહ આપી (1956)

* લા બેલા પ્રિન્સિપેસા એક પેઇન્ટિંગ કે જે અગાઉ ઓળખવામાં આવી ન હતી તે ફિંગરપ્રિન્ટના પુરાવા પર લિયોનાર્ડો દા વિન્સીને શ્રેય આપવામાં આવ્યો (2009)

* ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને અમેરિકન સમાજમાં રંગભેદ સામે અહિંસક ચળવળ ચલાવવા માટે માત્ર 35 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો (1964)
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં જન્મેલા કિંગ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા