ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા છોટુભાઈ પુરાણીની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 22 ડિસેમ્બર 22 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા છોટુભાઈ પુરાણીની આજે પુણ્યતિથિ
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓનાં પ્રણેતા પુરુષાર્થી છોટુભાઈ પુરાણીનું અવસાન (1950)
તેમણે ‘માનવ શરીર-વિકાસ’, ‘મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિ’, ‘વનસ્પતિશાસ્ત્ર’, ‘ગુજરાતી વાંચનમાળા’, ‘ગુજરાતમાં વ્યાયામપ્રચાર’, ‘હિંદનો પ્રાચીન ઇતિહાસ’, ‘પ્રાકૃતિક ભૂગોળ’ જેવાં પુસ્તકો લખ્યાં
આઝાદીના આશક છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણીનો જન્મ મોસાળ ખેડા જિલ્લાના ડાકોરમાં થયો હતો, બે વર્ષની વયે માતાનું અવસાન થયું હતું. તેઓએ શિક્ષણ ડાકોર, જામનગર, વડોદરા અને અમદાવાદમાં લીધુ હતું. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા છોટુભાઈ શ્રી અરવિંદની વિચારસરણીથી ખૂબ પ્રભાવિત હતા.
* અંકગણિતમાં અપ્રતિમ પ્રતિભા દર્શાવી 3900 જેટલા ગણિતનાં સૂત્રો લખનાર, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર મહાનુભાવ શ્રીનિવાસ રામાનુજનનો તામિલનાડુ રાજ્યમાં આવેલ ઈરોડ નામનાં ગામમાં જન્મ (1887)
* ભારતના આંતરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (બોલર) દિલીપ રસિકલાલ દોશીનો રાજકોટમાં જન્મ (1947)
તેઓ પોતાની કેરિયરમાં 33 ટેસ્ટ અને 15 વનડે તથા 238 ફસ્ટ કલાસ મેચ રમ્યા છે
* કેન્યાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (42 વન ડે) તન્મય મિશ્રાનો મુંબઈમાં જન્મ (1986)
* શ્રી પવિત્ર માતા તરીકે ઓળખાતા શ્રી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મપત્ની, આધ્યાત્મિક જીવનસાથી, સારદા માંનો પશ્ચિમ બંગાળનાં ગામ જયરામબાતીમાં જન્મ (1853)
* પાકિસ્તાના પૂર્વ ક્રિકેટ ખેલાડી (20 ટેસ્ટ) વજીર મોહમ્મદનો જુનાગઢમાં જન્મ (1929)
* ગુજરાતી ‘રસકવિ’, ગીતકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ થયેલાં રઘુનાથ બ્રહ્મભટ્ટનો નડિયાદમાં જન્મ (1892)
* રાષ્ટ્રીય ગણિત દિન *
(અમુક લોકો એ તો ગણિત વિષયને મગજમાં એટલો સિરિયસલી ઉતારી લીધો હોય કે સામેના માણસ પાસેથી પોતાને શું નફો થશે અને શું નુકશાન એ ગણતરી કરીને તેની સાથે એટલો જ સંબંધ રાખે...)
>>> કાંટા પર ચાલતી વ્યક્તિ ઝડપથી ટોચ સુધી પહોંચે છે કારણકે કાંટાઓ પગની ગતિ વધારે છે...
સંકલન : વિજય ઠક્કર (આણંદ)