1523126891_4

ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની આજે પુણ્યતિથિ

આજ કલ ઓર આજ 

તા. 08 એપ્રિલ : 08 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની આજે પુણ્યતિથિ

ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયતા, નવલકથાકાર, કવિ અને પત્રકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું કોલકાતા ખાતે અવસાન (1894)
આધુનિક બંગાળી અને ભારતીય સાહિત્યના સીમાચિહ્નો પૈકીનું એક એવી 1882ની બંગાળી ભાષાની નવલકથા આનંદમઠના તે લેખક હતા

* બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન (1975 થી 1990) માર્ગારેટ થેચરનું લંડન ખાતે અવસાન (2013)
20મી સદીમાં તેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બ્રિટિશ વડા પ્રધાન છે 

* પોતાની અનોખી ગાયક શૈલી માટે જાણીતા ભારતીય શાસ્ત્રીય ગાયક કુમાર ગાંધર્વ (શિવપુત્ર સિદ્ધારામૈયા કોમકાલીમઠ)નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1924)
તેઓ કોઈપણ ઘરાનાની પરંપરાથી બંધાયેલા હોવાના ઇનકાર માટે જાણીતા હતા 

* તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર અલુ અર્જુનનો ચેન્નઈ ખાતે જન્મ (1982)
તેમની છેલ્લી 'પુષ્પા' સહિત અનેક ડબ હિન્દી ફિલ્મો ખુબ સફળ રહી છે

* ગુજરાતી કવિ અને લેખક રામનારાયણ વી. પાઠકનો અમદાવાદ જિલ્લામાં જન્મ (1887)
૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા 
૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો 
ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે 

* 20મી સદીના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક સ્પેનના ચિત્રકાર પબ્લો પિકાસોનું અવસાન (1973)
તેઓ ક્યુબિસ્ટ ચળવળ અને બાંધવામાં આવેલા શિલ્પની શોધ અને સહ-સ્થાપના માટે જાણીતા છે

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (133 ટેસ્ટ અને 170 વનડે રમનાર) એલિક સ્ટુઅર્ટનો જન્મ (1963)
તે ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર હોવા સાથે કેપ્ટન પણ હતા 

* પદ્મ શ્રી અને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત મરાઠી સાહિત્યકાર રણજિત દેસાઈનો કોલ્હાપુર જિલ્લામાં જન્મ (1928)

* ભારતના ક્રિકેટ ખેલાડી શ્રીનાથ અરવિંદનો કર્ણાટકના બેંગલુરું ખાતે જન્મ (1984)

* ઘાના દેશના રાજદ્વારી અને 1997 થી 2006 સુધી સંયુક્ત રાષ્ટ્રના 7મા મહાસચિવ તરીકે સેવા આપનાર કોફી અન્નાનનો જન્મ (1938)
અન્નાન અને યુએન 2001 નોબેલ શાંતિ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા હતા 

* બૉલીવુડના સફળ સંગીતકાર અને ગાયક અમિત ત્રિવેદીનો મુંબઈ ખાતે જન્મ (1979)

* અંગ્રેજ સરકાર સામે બગાવત કરનાર બેરકપુર રેજિમેન્ટના સિપાહી મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી (1857)

* ક્રાંતિકારી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી એસેબ્લીમાં બૉમ્બ ફેંકી ગીરફતારી આપી (1929)

* સંજીવ કુમાર, જીતેન્દ્ર, મુમતાઝ, શત્રુઘ્ન સિંહા, દુર્ગા ખોટે, રમેશ દેવ, જયશ્રી ટી., જગદીપ અભિનિત ફિલ્મ 'ખિલોના' રિલીઝ થઈ (1970)
ડિરેક્શન : ચંદર વ્હોરા
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
બિનાકા ગીતમાલાની વર્ષના સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી- 1987માં 'ખિલોના' ફિલ્મના 'ઓ ખિલોના જાનકર તુમ...' (મો. રફી) ગીત 5માં નંબર ઉપર રહ્યું હતું 
'ખિલોના' (1970) માટે 'બેસ્ટ ફિલ્મ' અને 'બેસ્ટ એક્ટ્રેસ' (મુમતાઝ) નું ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માન થયું હતું 

>>>> તમામ સંબંધો દ્વિપક્ષીય હોય છે. તેમાં બે વ્યક્તિની જે આંતરિક ક્વોલિટી હશે, તે જ તેમના સંબંધની ક્વોલિટી હશે. બે વ્યક્તિ એકબીજા સાથે જોડાય તે સંબંધ. એટલે એ બન્ને વ્યક્તિ સ્વતંત્ર રીતે, વ્યક્તિગત સ્તરે, અંગત રીતે જો સુખી, સ્વસ્થ અને સંતોષી હશે, તો તેમના જોડાણની ક્વોલિટી પણ સુખી, સ્વસ્થ અને સંતોષકારક હશે. બે દુઃખી વ્યક્તિ એક સુખી સંબંધ કેળવી ન શકે. એ જ રીતે, બે સુખી વ્યક્તિનો સંબંધ દુઃખી ન હોય. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)