IMG_20240211_094825

મહાન સંશોધક થોમસ આલ્વા એડિસનનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 11 ફેબ્રુઆરી : 11 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

મહાન સંશોધક થોમસ આલ્વા એડિસનનો આજે જન્મદિવસ

મહાન સંશોધક થોમસ આલ્વા એડિસનનો અમેરિકામાં જન્મ (1847)
વિજળીનો બલ્બ, રેડિયો માટે વાલ્વ, બેટરી, ડાયનેમો, કેમેરા વગેરે અનેક ચીજોના સંશોધન સાથે તેમનું નામ જોડાયેલ છે

* બોલિવૂડ અભિનેત્રી ટીના (મુનીમ) અંબાણીનો મુંબઈ ખાતે જન્મ (1957)
તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનિલ અંબાણી સાથે 1991માં લગ્ન કર્યા હતા
તેમની પ્રથમ ફિલ્મ દેશ પરદેશ (1978) છે
તેમની યાદગાર ફિલ્મોમાં બાતો બાતો મેં, કર્ઝ, લૂંટમાર, રોકી, રાજપૂત, પૂકાર, આખિર ક્યો, સૌતન વગેરે છે

* હિન્દી લેખક અને પ્રકાશક આચાર્ય રામલોચન સરનનો બિહાર રાજ્યમાં જન્મ (1889)
તેમણે પુસ્તક મહલ પ્રકાશન સંસ્થા શરૂ કરી હતી 
મનોહર પોથી અને બાળ પત્રિકાઓ હિમાલય અને હોનહાર શરૂ કર્યા હતા

* આરએસએસના ચિંતક, ભારતીય જન સંઘના અધ્યક્ષ રહેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું અવસાન (1968)

* ભારતના ક્રિકેટ ખેલાડી (5 ટેસ્ટ મેચ રમનાર) રમેશ દિવેચાનું અવસાન (2003)

* ઉત્તર પ્રદેશના અમરોહા ખાતે જન્મેલ શાયર અને હિન્દી ફિલ્મ નિર્માતા - દિગ્દર્શક 
કમાલ અમરોહી (સઈદ આમીર હૈદર કમાલ નકવી)નું મુંબઈ ખાતે અવસાન (1993)
તેમની યાદગાર ફિલ્મોમાં પાકિઝા, રઝીયા સુલતાન, મહલ વગેરે છે
તેમના અભિનેત્રી મીના કુમારી સાથે 1952માં લગ્ન થયા હતા

* પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર અને કવિ પંડિત નરેન્દ્ર શર્મા નું મુંબઈ ખાતે અવસાન (1989) 
તેમણે લખેલ ગીતો પૈકી 'સત્યમ શિવમ સુંદરમ્... ' ખૂબ લોકપ્રિય રહ્યું છે 

​* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક રવિ ટંડનનું અવસાન (1935)
તેમની યાદગાર ફિલ્મોમાં ખેલ ખેલ મે, અનહોની, નઝરાના, મજબૂર, ખુદ્દાર વગેરે છે 
તેમની દીકરી રવિના ટંડન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી છે 

* 'પદ્મશ્રી'થી સન્માનિત ઠુમરી, કજરી સહિત હિન્દીના લોક ગાયક માલિની અવસ્થીનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1967)

* જાઝ મ્યુઝિકના ભારતીય માસ્ટર, ગાયક અને સંગીતકાર લૂઈસ બેંક્સ (દમ્બર બહાદુર બુદપથી)નો કોલકાતા ખાતે જન્મ (1941)

* અંગ્રેજી ફિલ્મોના અભિનેત્રી જેનિફર એનિસ્ટોનનો અમેરિકામાં જન્મ (1969)
તેમનું હોલિવૂડ અભિનેતા બ્રેડ પીટ સાથેનું લગ્ન જીવન (2000-2005) પાંચ વર્ષ ચાલ્યું હતું 

* બોલિવૂડ ફિલ્મ અને ટીવી પ્રોગ્રામના દિગ્દર્શક અને અભિનેતા રજત કપૂરનો દિલ્હી ખાતે જન્મ (1961)

* વિડિયો જોકી અને પોપ ગાયિકા અનુષ્કા મનચંદાનો દિલ્હી ખાતે જન્મ (1985)
* બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાનો હૈદરાબાદ ખાતે જન્મ (1984)
તે 'પ્લેબોય' મેગેઝીન માટે નગ્ન તસવીર આપનાર પ્રથમ ભારતીય મહિલા હોવાની ચર્ચા છે 

* મુંબઈ મેટ્રો વન અને રિલાયન્સ એનર્જીના પૂર્વ કર્મચારી શિના બોરાનો આસામના ગૌહાટી ખાતે જન્મ (1987) 
તા. 24 એપ્રિલ 2012એ તે ગુમ થયાની વાત આવી પણ 2015માં તેમના માતા ઈન્દ્રણી મુખરજી અને સ્ટેપ ફાધર પીટર અને ડ્રાઈવરની શિનાની હત્યા મામલે પોલીસે ધરપકડ કરી હતી 

>>>> માણસની આશાનો તંતુ અડીખમ હોય છે.
 એના તાણાવાણા પોલાદી રીતે વણાયેલા છે.. આસ્થા જો ના હોત તો માણસ અધૂરો હોત ! જગતમાં પૂર્ણ તો શું હોય છે ? એ અર્થમાં નહીં પણ વાસ્તવની રીતે જોઇએ તો જેનામાં હામ છે એના માટે જ દુનિયામાં મુકામ હોય છે.. એ માટે માણસે સતત ફરતા રહેવું પડે છે. બદલાતા રહેવું પડે છે.. ચાલવાનો લય સાધવો પડે છે !

સંકલન : વિજય ઠક્કર (આણંદ)