boxer-mohmmad-ali

બોક્સિંગના વિશ્ચ વિખ્યાત ખેલાડી મોહમ્મદ અલીનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 17 જાન્યુઆરી : 17 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોક્સિંગના વિશ્ચ વિખ્યાત ખેલાડી મોહમ્મદ અલીનો આજે જન્મદિવસ

બોક્સિંગના વિશ્ચ વિખ્યાત ખેલાડી મોહમ્મદ અલીનો અમેરિકામાં જન્મ (1942)
મહાન બોક્સર મોહમ્મદ અલીને 2 જૂનના રોજ શ્વાસની તકલીફને કારણે અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે 74 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્રણ વાર હેવી વેઈટ ચેમ્પિયન રહી ચૂકેલા અલીએ ટ્રેવર બેરબિક સાથે કરિયરની 61મી મેચ રમ્યા બાદ અને તેમાં હાર મળ્યા બાદ 1981માં નિવૃત્તિ લઈ લીધી હતી. બોક્સિંગ છોડ્યાના થોડા સમય બાદ જ તેમનામાં સૂસ્તી અને માનસિક નુક્સાનના લક્ષણ દેખાવા લાગ્યા હતા.

​* ​સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતમાં કથક નૃત્યના લખનૌ કાલકા-બિન્દાદિન ઘરાનાના ઘડવૈયા અને કથ્થકનો પર્યાય બનેલ બિરજુ મહારાજ (બ્રિજમોહન નાથ મિશ્રા)નું અવસાન (2022)
તેમના પિતા કથક ઘાતાક જગન્નાથ મહારાજ લખનૌ ઘરાનાના અચ્છન મહારાજ તરીકે જાણીતા હતા અને રાયગઢ રજવાડામાં દરબારી નૃત્યાંગના તરીકે સેવા આપી હતી
બિરજુ મહારાજે સત્યજિત રેની "શતરંજ કે ખિલાડી" ફિલ્મમાં બે નૃત્ય સિક્વન્સ માટે સંગીત આપ્યું અને ગાયું, 'દેવદાસ' (2002)માં 'કાહે છેડે મોહે...' કોરિયોગ્રાફ કર્યું
તેમનુ ઉન્નઈ કાનાથુ (વિશ્વરૂપમ) માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી અને 'મોહે રંગ દો લાલ...' (બાજીરાવ મસ્તાની) માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટેના ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે 

* અમેરિકાનાં લેખક, પ્રિન્ટર, રાજનૈતિક થિયરિસ્ટ, વૈજ્ઞાનિક અને સંશોધક બેન્જામિન ફ્રેન્કલિનનો અમેરિકાનાં માસ્સાચુસેટ્ટસનાં બોસ્ટન ખાતે જન્મ (1706)
તેમણે 81 વર્ષે અમેરિકાનાં બંધારણનું ઘડતર કર્યું, જે આજે પણ પ્રશંસનીય છે
તેમનાં અવસાન પછી 100 ડોલરની નોટો અને અમેરિકન સિક્કામાં તથા ટપાલ ટિકીટમાં બેન્જામિન ફ્રેન્કલિનને સ્થાન મળ્યું છે

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ફિલ્મફેર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ અને પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતના કથક ડાન્સર પંડિત બિરજૂ મહારાજ (બ્રિજ મોહન નાથ મિશ્રા)નું અવસાન (2022)

* પદ્મશ્રીથી સન્માનિત ઓડિશાના સામાજિક કાર્યકર શાંતિ દેવીનું અવસાન (2022)

* અમેરિકાના ફર્સ્ટ લેડી (2009-17) અને લેખિકા મિશેલ ઓબામાનો અમેરિકામાં જન્મ (1964)

* દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક એલ. વી. પ્રસાદ (અક્કીનેની લક્ષ્મી પ્રસાદ વારા રાવ)નો આંધ્ર પ્રદેશમાં જન્મ (1918)

*પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના ગીતકાર અને સંવાદ લેખક જાવેદ અખ્તરનો ગ્વાલિયર ખાતે જન્મ (1945)

* બોલિવૂડની ભવ્ય ફિલ્મોના દિગ્દર્શક કમાલ અમરોહી (સૈયદ આમીર હૈદર કમાલ નકવી)નો ઉત્તર પ્રદેશમાં જન્મ (1918)
તેમની યાદગાર ફિલ્મોમાં 'પાકિઝા' અને 'રઝીયા સુલતાન' ટોચ ઉપર રહે છે અને તેમણે મુંબઈમાં કમલીસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી હતી 

* રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અભિનેત્રી શકુંતલા પરાંજપયેનો જન્મ (1906)
* વિદેશની ધરતી પર (ઈંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ખાતે) પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર (ઓપનિંગ બેટ્સમેન અને સ્પિનર) સઇદ મુસ્તાક અલીનો ઈન્દોર ખાતે જન્મ (1914)
તે ડોમેસ્ટીક ક્રિકેટ દેશની જુદી જુદી 46 ટીમ માટે રમ્યા અને કારકિર્દીની અંતિમ ટેસ્ટ (1952માં ચેનૈઈ ખાતે ઈંગ્લેન્ડ સામે) ભારતની પ્રથમ ટેસ્ટ વિક્ટરી હતી 

* પશ્ચિમ બંગાળ રાજ્યનાં મુખ્ય પ્રધાન તરીકે સૌથી લાંબો સમય (1977 થી 2000) સેવા આપનાર જ્યોતિ બાસુનું કલકત્તા ખાતે અવસાન (2010)

* અભિનેતા અને તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી એમ.જી.રામચંદ્રન (મારૂથુર ગોપાલન રામચંદ્રન)નો શ્રીલંકાનાં કેન્ડીમાં જન્મ (1917)
ઈ.સ.1936માં ‘સાથી લીલાવથી’ ફિલ્મથી ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરી તેઓ ૩ દાયકા સુધી તમિલ ફિલ્મોમાં દબદબો જમાવ્યો અને ઈ.સ.1972માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો 
ઈ.સ.1988માં તેમને ‘ભારતરત્ન’ (મરણોત્તર)થી નવાજવામાં આવ્યાં હતાં

* ગુજરાતનાં વિખ્યાત જાદુગર કે. લાલ (કાંતિલાલ ગિરધરલાલ વોરા)નો અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાના માવજીજવા ગામમાં જન્મ (1924)
કે.લાલે ૬ દાયકાની કારકિર્દીમાં 22400 જેટલાં મેજિક શૉ યોજીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો
કે.લાલનાં પુત્ર (જુનિયર કે. લાલ) હસુભાઇ પણ પિતાના માર્ગે આગળ વધ્યાં હતાં અને તેમની સાથે શૉ કરતા

* ​ભારતના ક્રિકેટ ખેલાડી (41 ટેસ્ટ રમનાર) બાપુ નાડકરણી (રમેશચંદ્ર ગંગારામ નાડકરણી)નું અવસાન (2020)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી અનિતા ગુહા (1939), બિન્દુ (1951), લેખિકા હની ઈરાની (1950), અભિનેતા કરણ કપૂર (1962)નો જન્મ

* બોલિવૂડ ફિલ્મોના મહિલા ગીતકાર માયા ગોવિંદનો જન્મ (1945)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી લીલા મિશ્રાનું અવસાન (1988)

* બંગાળી અને બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી સુચિત્રા સેનનું અવસાન (2014)

*******************