IMG_20240208_203919

મચ્છુ હોનારત દરમિયાન આખું સચિવાલય મોરબી ખસેડનાર ગુજરાતના એ મુખ્યમંત્રીનો આજે છે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 9 ફેબ્રુઆરી : 9 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલનો આજે જન્મદિવસ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલનો નડિયાદ ખાતે જન્મ (1911)
બાબુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રીનાં હોદ્દે 18 જૂન, 1975 થી 12 માર્ચ, 1976 સુધી અને 11 એપ્રિલ, 1977 થી 17 ફેબ્રુઆરી, 1980 સુધી રહ્યાં
11 ઑગસ્ટ, 1979ની મચ્છુ બંધ હોનારત સમયે તેઓએ છ માસ સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ફેરવ્યું હતું

* ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર અને બાળસાહિત્યકાર લેખિકા વિનોદિની નિલકંઠનો અમદાવાદ ખાતે જન્મ (1907)
તેઓ વર્ષ ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ.એ. થયા હતા 
તેઓ વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ, એસ.એન.ડી.ટી. મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા તેમજ વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા હતા

* ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ભારતનો પ્રથમ ઐતિહાસિક વિજય થયો (1953) 
મદ્રાસ ખાતે રમાયેલ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતે પહેલી ઈનિંગમાં 457 રન (પોલી ઉમરીગરના 130 નોટઆઉટ અને પંકજ રોયના 111 સાથે) ખડકી દેતા ઈંગ્લેન્ડ એક ઈનિંગ અને 8 રનથી હાર્યું

* અમેરિકાના નવમા રાષ્ટ્રપતિ (માત્ર 31 દિવસ માટે 1841માં) વિલિયમ હેન્રિ હેરીસનનો જન્મ (1773)

* ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર પારીમાર્જન નેગીનો નવી દિલ્હી ખાતે જન્મ (1993)
તે વિશ્ચના બીજા સૌથી યુવા ખેલાડી છે કે જે ચેસ ગ્રાન્ડમાસ્ટર થયા હોય 

* ઈરાકમાં જન્મેલા અને હિન્દી ફિલ્મોમાં સફળ અને લોકપ્રિય અભિનેત્રી નાદિરા (ફ્લોરેન્સ ઈઝેકિલ)નું અવસાન (2006)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી શોભના સમર્થનું પુના ખાતે અવસાન (2000)
તેઓ ફિલ્મ ઉદ્યોગ શરૂ થયાના સમયમાં મુખ્ય અભિનેત્રી બન્યા હતા 
તેમણે કેટલીક ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું 
તેમની દિકરીઓ નૂતન, તનુજા તથા પૌત્રી કાજોલ અને મોહનિશ બહલ પણ સફળ કલાકાર સાબિત થયા

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી અમૃતા સિંહનો પાકિસ્તાનમાં જન્મ (1958)
તેમની પ્રથમ હિન્દી ફિલ્મ બેતાબ છે અને અન્ય યાદગાર ફિલ્મોમાં મર્દ, આયના, કલયુગ, બદલા, ટુ સ્ટેટ્સ છે 

* ઓસ્ટ્રેલિયા ના ક્રિકેટ ખેલાડી (124 ટેસ્ટ, 250 વન ડે અને 2 ટી-20 રમનાર) ગ્લેન મેગ્રથનો જન્મ (1970)
ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવ્યા માત્ર 641 અને તેમણે 563 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો અને વન ડેમાં 381 વિકેટ લીધી 

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (46 ટેસ્ટ મેચમાં 193 વિકેટ લેનાર) જીમ લૅકરનો જન્મ (1922)

* કન્નડ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, લેખક હુનસુર ક્રિષ્નામૂર્તિનો જન્મ (1914)

* પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત અમેરિકાના શિક્ષણવિદ્ માર્થા ચેનનો ભારતમાં જન્મ (1944)

* પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત પત્રકાર અને કાર્યકર્તા તિસ્તા શિતલવાડનો મુંબઈ ખાતે જન્મ (1962)

* બોલિવૂડ અભિનેતા રાહુલ રોયનો કોલકાતા ખાતે જન્મ (1968)
તેમની પ્રથમ ફિલ્મ 'આશિકી' ખૂબ સફળ રહી હતી 

* પાકિસ્તાનમાં જન્મેલા અને હિન્દી ફિલ્મ દિગ્દર્શક, લેખક અને નિર્માતા ઓ.પી. દત્તાનું મુંબઈ ખાતે અવસાન (2012)

* દિલીપ કુમાર, વહીદા રહેમાન, અનિલ કપૂર, રતિ અગ્નિહોત્રી, અમરીશ પુરી, મદન પુરી, સઈદ જાફરી, નીલુ ફુલે, મોહન અગાશે, અનુ કપૂર, ગુલશન ગ્રોવર, આલોક નાથ અભિનિત ફિલ્મ 'મશાલ' રિલીઝ થઈ (1984)
ડિરેક્શન : યશ ચોપરા
સંગીત : હ્રદયનાથ મંગેશકર
'મશાલ' (1984) માટે અનિલ કપૂરને કારકિર્દીનો પહેલો ફિલ્મફેર એવોર્ડ ( 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' માટે) મળ્યો છે. અનિલ કપૂરે 'મશાલ' ફ્રીમાં કરી હતી એવી ઘણી વાર્તાઓ તે સમયે ચર્ચામાં હતી
'મશાલ' (1984)માં બોલાયેલ દિલીપ કુમારનો ડાયલોગ 'એ ભાઈ' ઘણો પ્રખ્યાત થયો હતો અને ઘણી ફિલ્મોમાં અને તેમના ચાહકો દ્વારા પણ દિલીપ કુમારની નકલ કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. યશ ચોપરાએ મુંબઈની શેરીઓમાં 4 રાતમાં આ આખો સીન શૂટ કર્યો હોવાનું કહેવાય છે
જ્યારે જાવેદ અખ્તરે સ્ક્રિપ્ટ લખી ત્યારે 'મશાલ' (1984) ફિલ્મનો રનિંગ ટાઈમ 3 કલાકથી વધુનો હશે. તેથી જાવેદે સ્ક્રિપ્ટ ટૂંકી કરી અને 'મશાલ'નો રનિંગ ટાઈમ 2 કલાક 42 મિનિટ થઈ ગયો
'મશાલ' (1984) માટે 'જીંદગી આ રહા હું મૈં...' ગીત જાવેદ અખ્તર દ્વારા લખવામાં અને કમ્પોઝ કરવામાં આવ્યું હતું અને તેણે આ ગીત પોતાના અવાજમાં ખૂબજ સરસ રીતે ગાયું હતું અને બધાંએ જાવેદ અખ્તરને કહ્યું હતું કે તે ગીતને પોતાના અવાજમાં રેકોર્ડ પણ કરે, પણ જાવેદ અખ્તરે ના પાડી હતી અને કહ્યું કે કિશોર કુમાર જ તેને ખૂબ સરસ રીતે ગાશે
'મશાલ' (1984)માં હોળીનું ગીત 'હોલી આયી રે...' હૃદયનાથ મંગેશકરના 'જયત રે જીત' (1977) ફિલ્મના મરાઠી ગીત પર આધારિત છે, જેને શગુન (1964)માં 'ગોરી સસુરાલ ચલી...' તરીકે વપરાતી મૂળ પંજાબી લોક ધૂન પણ મળી છે
'મશાલ' (1984) પ્રખ્યાત મરાઠી લેખક વસંત કાનેટકર દ્વારા લખાયેલા જાણીતા મરાઠી નાટક 'અશ્રુંચી ઝાલી ફુલે' પર આધારિત છે

* વિનોદ મહેરા, રેખા, પ્રેમા નારાયણ, આસિત સેન, અસરાની અને મદન પુરી અભિનિત ફિલ્મ 'ઘર' રિલીઝ થઈ (1978)
ડિરેક્શન : માણિક ચેટરજી
સંગીત : આર.ડી. બર્મન
'ઘર' ના નિર્માણ દરમિયાન ડિરેક્ટર માણિક ચેટરજી એક દુર્ઘટનાનો શિકાર બનતા બાકીની ફિલ્મ ગુલઝારે પૂરી કરી હતી
'ઘર' (1978) માં રેખાનો અભિનય તેમની કારકિર્દીના શ્રેષ્ઠ અભિનયોમાંથી એક મનાય છે. ફિલ્મમાં બળાત્કાર પીડિતાની ભૂમિકા ભજવી ચકચાર મચાવી હતી
બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ -1978માં 'તેરે બિના જીયા જાયે ના...' (લતા મંગેશકર- કિશોર કુમાર) 11માં નંબર ઉપર રહ્યું હતું 
'ઘર' (1978) ને 'બેસ્ટ સ્ટોરી' (દિનેશ ઠાકુર) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

>>>> આધુનિક શબ્દાવલીમાં ઈમેજીનેશન એટલે જે નથી તે જોવાની તાકાત. કલ્પનાને સાકાર કરવાની તાકાત એટલે ક્રિએટિવિટી, પ્રોબ્લેમનું ક્રિએટિવ સોલ્યુશન એટલે ઇનોવેશન અને ઑન્ટ્રપ્રેન્યરશીપ એટલે ઇનોવેશનની વ્યવહારિકતા.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)