Jhulan1

'નાદિયા એક્સપ્રેસ' તરીકે જાણીતી પ્રખ્યાત ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી નો આજે જન્મદિવસ

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

Today - 25 NOVEMBER

આજે : તા. 25 નવેમ્બર

'નાદિયા એક્સપ્રેસ' તરીકે  જાણીતી પ્રખ્યાત ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી નો આજે જન્મદિવસ

* અર્જુન એવૉર્ડ અને પદ્મશ્રીથી તેઓ સન્માનિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર - ઓલરાઉન્ડર અને ભારતની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમનાં (2008-11) કેપ્ટન ઝુલન નિશિત ગોસ્વામીનો પશ્ચિમ બંગાળના નાદિયામાં જન્મ (1982)
'નાદિયા એક્સપ્રેસ' તરીકે પણ જાણીતી પ્રખ્યાત ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે
ગોસ્વામીને મહિલા ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી ઝડપી મહિલા ફાસ્ટ બોલર માનવામાં આવે છે
જાન્યુઆરી, 2016માં આઇસીસી વિમેન્સ વન ડે બોલિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવ્યાં હતાં 

* પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતી કવિ દુલા ભાયા ‘કાગ’નો ભાવનગર જિલ્લાનાં મજાદર ગામમાં જન્મ (1902) 
ગુજરાતનાં લોકજીવનમાં ‘કાગબાપુ’ અને ‘ભગતબાપુ’ તરીકે પ્રસિદ્ધ રહ્યા છે અને કવિ કાગ કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોનાં જાહેર કાર્યક્રમો પણ આપતાં, જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચરણ જેવાં વિષયોને ચારણી છંદ, ભજન, પ્રાર્થના અને દુહા જેવાં કાવ્યપ્રકારોમાં ઢાળનાર કવિ દુલા ભાયાએ ‘કાગવાણી’ ભાગ 1 થી 7માં લોકપરંપરાનાં પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો 

* રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર ગુણવંતરાય પોપટભાઈ આચાર્યનું અવસાન (1965)
તેમની પુત્રીઓ ઈલા આરબ મહેતા અને વર્ષા અડાલજા જાણીતાં લેખિકા છે

* રામાયણની વાર્તા અનેક ખંડોમાં ઉરી બોલી શ્લોક દ્વારા લખનાર રાધેશ્યામ કથાવાચકનો ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મ (1890)
તેમણે ‘રાધેશ્યામ રામાયણ’માં ઉલ્લેખિત નૈતિક મૂલ્યોને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું 

* ભારતના ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિદ્વાન તરીકે જાણીતા લોકપ્રિય કલા પ્રેમી સુનિતિ કુમાર ચેટર્જીનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1890)

* કાલિદાસ સન્માન અને પદ્મશ્રીથી સન્માનિત કથ્થક નૃત્યાંગનાં સિતારા દેવીનું અવસાન (2014)
બૉલિવુડ ફિલ્મોની હિરોઇનને સિતારા દેવીએ નૃત્ય પણ શિખવ્યું જેમાં રેખા, મધુબાલા, માલા સિન્હા અને કાજોલ જેવી અભિનેત્રીઓનાં નામ સામેલ છે

* પેટ્રોલ વડે ચાલતાં એન્જિનની શોધ કરનાર વિજ્ઞાની કાર્લ ફ્રેડરિક બેન્ઝનો જર્મનીમાં જન્મ (1844)

* હિન્દી ફિલ્મોના નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક ચંદુલાલ જયસિંહભાઈ શાહનું મુંબઈમાં અવસાન (1975)
તેમની ગણતરી ભારતીય સિને ઈતિહાસની પ્રખ્યાત હસ્તીઓમાં થાય છે, તે પોતાના યુગના સૌથી કુશળ કોમર્શિયલ ફિલ્મ નિર્માતા બનીને બધાને ચોંકાવી દીધા અને યોગાનુયોગ આ વિસ્તારમાં આવ્યા પછી પણ ચંદુલાલ શાહે ક્યારેય પાછું વળીને જોયું ન હતું

* શિક્ષણમાં મીરા ચળવળની શરૂઆત કરનાર સાધુ વાસવાણીનો જન્મ (1879) 

* મહારાષ્ટ્રના રાજકીય અને શૈક્ષણિક વ્યક્તિત્વ રામરાવ માધવરાવ દેશમુખનો જન્મ (1829)

* ભારતીય સિનેમાના ઈતિહાસમાં 'મૌન યુગ'ને અનુસરતા થિયેટરના યુગના સૌથી કલ્પનાશીલ ફિલ્મ નિર્દેશકોમાંના એક અને સંગીતના અદ્ભુત માસ્ટર દેવકી કુમાર બોઝનો પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં જન્મ (1898)
'ન્યૂ થિયેટર'માં જોડાયેલ દેવકી બોઝ એ પ્રથમ બંગાળી ફિલ્મ નિર્દેશક હતા, જેમણે 'રવીન્દ્ર સંગીત' ને 'ભારતીય શાસ્ત્રીય સંગીત' સાથે જોડીને ફિલ્મોમાં એક અદ્ભુત સોનિક મેલોડી બનાવી

* મરાઠી રંગમંચ અભિનેતા, ગાયક અને નાટક નિર્માતા ભાલચંદ્ર પેંઢારકરનો જન્મ (1921)

* હિન્દી રંગભૂમિ, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા વીરેન્દ્ર સક્સેનાનો જન્મ (1960)

* અભિનેત્રી, પ્લેબેક સિંગર અને રાજકારણી રૂપા ગાંગુલીનો જન્મ (1966) 

* હિન્દી અને ગુજરાતી ફિલ્મ અને ટીવી અભિનેતા અને દિગ્દર્શક દેવેન ભોજાણીનો જન્મ (1969)

* હિન્દી ફિલ્મ નૃત્યાંગના, મોડલ, અને ટેલિવિઝન અભિનેત્રી રાખી સાવંતનો જન્મ (1978)

* મોડલ, અભિનેતા અને એન્કર રોશેલ રાવનો જન્મ (1988)

* લેબનોનને ફ્રાન્સથી આઝાદી મળી (1941)

* ભારતમાં પ્રથમ વખત STD ટેલિફોન સિસ્ટમનો ઉપયોગ કાનપુર અને લખનૌ વચ્ચે કરવામાં આવ્યો (1960)

* પાકિસ્તાનના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મળ્યા (2001)