ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ અને મહાનાયક ઉપેન્દ્ર ત્રિવેદીનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 14 જુલાઈ : 14 JULY
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ અને મહાનાયક ઉપેન્દ્ર ત્રિવેદીનો આજે જન્મદિવસ
* ગુજરાતી સિનેમાના સૌથી સફળ અભિનેતા અને સ્ટેજ અભિનેતા, દિગ્દર્શક તથા નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો ઇન્દોર ખાતે જન્મ (1936)
તેમની યાદગાર ફિલ્મોમાં જેસલ તોરલ, સોન કંસારી, માનવી ની ભવાઈ, સંતુ રંગીલી, સેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, મહેંદી રંગ લાગ્યો વગેરે છે
* HCL ટેક્નોલોજીસ લિમિટેડ અને શિવ નાદર ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ અને પદ્મ ભૂષણ’થી સન્માનિત ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી શિવ નાદરનો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1945)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે બે વાર (1975 અને 1986) સેવા આપનાર શંકરરાવ ચવ્હાણનો જન્મ (1920)
* ભારતના સૌથી હોશિયાર અગ્રણી રમતવીરોમાંના એક સૈયદ મોહમ્મદ હાદીનું હૈદરાબાદ ખાતે અવસાન (1971)
સાત રમતોમાં તેમની નિપુણતાના કારણે તેમને હુલામણું નામ "રેઈન્બો હાડી" આપવામાં આવ્યું હતું
તેમણે ક્રિકેટ અને ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ફિલ્ડ હોકી, સોકર, ટેબલ ટેનિસ, ચેસ અને પોલોમાં પણ નિપુણ હતા
* GMR ગ્રુપના સ્થાપક અધ્યક્ષ ઉદ્યોગપતિ અને મિકેનિકલ એન્જિનિયર ગ્રાંધિ મલ્લિકાર્જુન રાવનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1950)
* કમ્પ્યુટરની ‘રેમ’નાં શોધક જે રાઇટ ફોરેસ્ટરનો અમેરિકામાં જન્મ (1918)
કમ્પ્યુટર પાયોનિયર ચાર્ટર પ્રાપ્તકર્તા તરીકે સન્માનિત ફોરેસ્ટરને 1989માં યુ.એસ. નેશનલ મેડલ ઑફ ટેકનોલોજી અને ઇનોવેશનથી નવાજ્યા હતાં
* ‘ડિવાઈન લાઈફ સોસાયટીની’ સ્થાપના કરનાર આધ્યાત્મિક શિક્ષક તથા યોગ અને વેદાંતના પ્રસ્તાવક સ્વામી શિવાનંદ સરસ્વતી, શિવાનંદનગરમાં ગંગાના કાંઠે આવેલા કુટીરમાં મહાસમાધિમાં પ્રવેશ્યાં (1963).
* ગુજરાતી હાસ્યલેખક અને પત્રકાર ગુલફામ (જહાંગીર નશર્વનજી પટેલ ઉર્ફે પેસ્તોંજી)નો મુંબઈમાં જન્મ (1861)
* ગેમ ડેવલપમેન્ટ અને પબ્લિશિંગ કંપની ઈન્ડિયાગેમ્સના સ્થાપક ભારતીય ઉદ્યોગસાહસિક અને રોકાણકાર વિશાલ ગોંડલનો મુંબઈ ખાતે જન્મ (1976)
* ગુજરાતી કવિયત્રી, બાળ સાહિત્યના લેખિકા અને અનુવાદક નીતા રામૈયાનો મોરબીમાં જન્મ (1941)
* ભારતીય ફિલ્મ અભિનેતા, રાજકારણી, પત્રકાર અને ભૂતપૂર્વ બોડી બિલ્ડર અને દક્ષિણ ભારતીય ફિલ્મ કલાકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ આર. સરથકુમારનો દિલ્હી ખાતે જન્મ (1954)
* ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિંદ અને વિચારક ગોપાલ ગણેશ અગરકરનો જન્મ (1856)
* ભારતીય ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, સ્ક્રિપ્ટ લેખક, કવિ, થિયેટર અભિનેતા, નાટ્યકાર અને દિગ્દર્શક તનિકેલા ભરાનીનો તેલંગણાં રાજ્યમાં જન્મ (1954)
* હિન્દી ટીવી સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં બા તરીકેની ભૂમિકા માટે સૌથી વધુ પ્રખ્યાત અભિનેત્રી સુધા શિવપુરીનો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જન્મ (1937)
* ફ્રાન્સમાં ‘લે ક્વોટરઝ જિલેટ’ એટલે ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ, જેને અંગ્રેજીમાં બેસ્ટિલ ડે કહેવામાં આવે છે
ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ એ 14 જુલાઈ, 1789નાં રોજ બેસ્ટિલમાં થયેલાં તોફાનનો દિવસ છે, જયારે આપખુદશાહી અને બર્બરતાનાં પ્રતિકસમા બેસ્ટાઇલ (બેસ્ટાઈડ)નાં કિલ્લા પર બુર્બોન્સ શાસન વિરુદ્ધ પર્શિયન ક્રાંતિકારીઓ અને બળવાખોરી હુમલો કર્યો હતો
* અમેરિકાનાં નાણામંત્રાલય અને ફેડરલ રિઝર્વ સિસ્ટમે 500, 1000, 5000 અને 10,000 ડોલરનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી (1969)
તેથી અમેરિકામાં 100 ડોલરની નોટ સૌથી મોટી બની હતી
અમેરિકામાં સરકારે જે સૌથી મોટી નોટ છાપી હતી તે એક લાખ ડોલરનું ગોલ્ડ સર્ટિફિકેટ હતું અને આ સિરીઝ - નોટ 18 ડિસેમ્બર, 1934 થી માંડીને 9 જાન્યુઆરી, 1935 સુધી છપાતી રહી હતી