THUMB---2020-11-19T110415701_5fb6040396eee

મિસ યુનિવર્સની સ્પર્ધા  જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
19 NOVEMBER : તા. 19 નવેમ્બર


મિસ યુનિવર્સની સ્પર્ધા  જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ

 મિસ યુનિવર્સની સ્પર્ધા (1994) જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને અભિનેત્રી સુષ્મિતા સેનનો હૈદરાબાદમાં જન્મ (1975) તેણીએ વર્ષ 1996 થી 'દસ્તક' થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી તે ઘણી ફિલ્મો, જાહેરાતો કરી ચૂકી છે. જેના દ્વારા તેણે માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ ઉભી કરી છે.

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ ઝીનત અમાનનો મુંબઈમાં જન્મ (1951)
ફિલ્મ 'હરે રામા હરે ક્રિષ્ના' (1971)માં જસબીર/જેનિસની ભૂમિકા સાથેની દેવ આનંદની એ ફિલ્મ નિર્ણાયક રીતે સફળ રહી અને તેણીએ ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA એવોર્ડ જીત્યો હતો 
તેમની સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મોમાં રોટી કપડા ઔર મકાન (1974), અજનાબી (1974), વોરંટ (1975), ચોરી મેરા કામ (1975), ધરમ વીર (1977), છૈલ્લા બાબુ (1977), હમ કિસીસે કમ નહીં (1977), ધ ગ્રેટ ગેમ્બલર (1979), સત્યમ શિવમ સુંદરમ (1978), ડોન (1978), અબ્દુલ્લા (1980), અલીબાબા ઔર 40 ચોર (1980), કુરબાની (1980), દોસ્તાના (1980), ઇન્સાફ કા તરાઝુ (1980), લાવારિસ (1981), મહાન (1983), પુકાર (1983), જાગીર (1984), તીસરી આંખ (1982), ઝમાના (1983) વગેરે છે 
તેમણે સંજય ખાન સાથે 1978માં અને મઝહર ખાન સાથે 1985માં લગ્ન કર્યા હતા

* હિન્દી, હરિયાણવી અને પંજાબી ગીતો માટે જાણીતા રેપર, ગાયક, ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ બાદશાહ (આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા)નો દિલ્હી ખાતે જન્મ (1985)
તેમણે 2006 માં યો યો હની સિંહ સાથે તેના હિપ હોપ જૂથ માફિયા મુંડેરમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને 2012માં હનીથી અલગ થઈને તેનું સ્વતંત્ર હરિયાણવી ગીત કર ગયી ચૂલ... રજૂ કર્યું, જે બોલિવૂડ ફિલ્મ, કપૂર એન્ડ સન્સ (2016)માં અપનાવવામાં આવ્યું
તેમને સૌથી વધુ કમાણી કરનારા કલાકારો અને ભારતના વિવાદાસ્પદ રેપર તરીકે પણ ગણવામાં આવે છે 

* ‘ભારતરત્ન’ અને બાંગ્લાદેશની મુક્તિ બદલ ‘મેક્સિકન એકેડેમી એવોર્ડ’થી સન્માનિત ભારત દેશનાં ત્રીજા અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (પ્રિયદર્શિની )નો ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ (પ્રયાગરાજ)માં જન્મ (1917)
તેમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન રહ્યા અને તેમણે ફિરોઝ ગાંધી સાથે (1942માં ) લગ્ન કર્યા, પુત્રો- રાજીવ ગાંધી અને સંજય ગાંધી હતાં
જાન્યુઆરી, 1966 થી માર્ચ, 1977 દરમિયાન દેશનું સર્વોચ્ચ પદ એવું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું, 14 જાન્યુઆરી, 1980થી તેમણે પ્રધાનમંત્રી પદ ફરીથી સંભાળ્યું અને ઑક્ટોબર, 1984 સુધી આ પદ પર હતા 
14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ, રજવાડાનાં પેન્સન બંધ કરવા, પાકિસ્તાન સાથે યુદ્ધ અને બાંગ્લાદેશનું સર્જન વગેરે તેમની ઉપલબ્ધિઓ છે, કટોકટીનું નિર્માણ અને ઓપરેશન બ્લૂ સ્ટાર વગેરે તેમની મર્યાદાઓ રહી 

* દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને “પરસ્પર દેવોભવ”નું સૂત્ર આપનાર હિંદુ ધર્મનાં દત્ત પંથનાં સંત કવિ રંગ અવધૂત (પાંડુરંગ વળામે)નું હરિદ્વાર ખાતે અવસાન (1968)

* 'મૈં મેરી ઝાંસી નહીં દુંગી' નાં લલકાર સાથે નાનકડા પુત્રને છેક સુધી સાથે રાખીને અંગ્રેજોને લડત આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (મણિકર્ણીકા મોરોપંત તાંબે)નો જન્મ (1828)

* ભારતીય વ્યાવસાયિક કુસ્તીબાજ, અભિનેતા, હિન્દી અને પંજાબી ફ્લ્મિોમાં પ્રોડયુસર, ડિરેક્ટર, રાઈટર અને રાજકારણી દારાસિંહનો જન્મ (1928)
તે રાજ્યસભાનાં સાંસદ (2003-09) રહ્યાં અને ભારતના રાજ્યસભામાં નામાંકિત કરાયેલા પ્રથમ રમતવીર હતા, રામાનંદ સાગરની ‘રામાયણ’ માં તેમણે ‘હનુમાન’નું પાત્ર ભજવ્યું હતુ

* અરુણાચલ પ્રદેશના વકીલ અને રાજકારણી કિરેન રિજિજુનો જન્મ (1971) 

* સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’નાં સંસ્થાપકોમાંના એક કેશવચંદ્ર સેનનો કોલકાતામાં જન્મ (1838)

* હિન્દી ફિલ્મ પ્લેબેક સિંગર શ્વેતા મોહનનો જન્મ (1985)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી તારા સુતારિયાનો જન્મ (1995)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા બખ્તિયાર ઈરાનીનો જન્મ (1979)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અને સુપર મોડલ રજનીશ દુગ્ગલનો જન્મ (1979)