ગુજરાતી રંગભૂમિનાં ઉચ્ચ દરજ્જાનાં કલાકાર શાંતા કાલિદાસ ગાંધીનો આજે જન્મ દિવસ
આજ કલ ઓર આજ
તા. 20 ડિસેમ્બર 20 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ગુજરાતી રંગભૂમિનાં ઉચ્ચ દરજ્જાનાં કલાકાર શાંતા કાલિદાસ ગાંધીનો આજે જન્મદિવસ
‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને ઈ.સ.1984માં ‘પદ્મશ્રી’થી સન્માનિત ગુજરાતી રંગભૂમિનાં ઉચ્ચ દરજ્જાનાં કલાકાર શાંતા કાલિદાસ ગાંધીનો મહારાષ્ટ્રનાં નાસિકમાં જન્મ (1917)
તેમનાં રઝીયા સુલતાન અને સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યાં હતાં
શાંતાબેન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (આઈપીટીએ)નાં સ્થાપક સભ્ય હતાં અને ઈ.સ.1981માં ‘અવેહી’ નામની સંસ્થા પણ ઉભી કરી હતી
આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
કોંગ્રેસના આગેવાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરાનો રાજસ્થાનમાં જન્મ (1928)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહિલા આગેવાન જયવંતીબેન મહેતાનો મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે જન્મ (1938)
* મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 1190 પોઈન્ટના ઘટાડા સાથે 55822 ઉપર બંધ રહ્યો (2021)
* જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય, રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપ બેન્ક લિ.ના ચેરમેન, ઈફકો- ન્યુ દિલ્હીના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાનો જામકંડોરણા ખાતે જન્મ (1970)
* રાજુલા (અમરેલી) વિધાનસભા-2017 વિસ્તારના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન અંબરીશભાઈ ડેરનો જન્મ (1977)
* ‘પુલિત્ઝર’ અને ઈ.સ.1962માં સાહિત્યનાં નોબેલ પુરસ્કારથી સન્માનિત અમેરિકન લેખક જ્હોન અર્ન્સ્ટ સ્ટેનબેક જુનિયરનું અમેરિકામાં અવસાન (1968)
* બોલીવુડ અભિનેતા અને નિર્માતા સોહેલ ખાનનો મુંબઈમાં જન્મ (1970)
* બોલીવુડ અને તેલુગુ ફિલ્મ અભિનેત્રી મિસ્ટી (મુળનામ ઈન્દ્રણી ચક્રવર્તી)નો કોલકાતામાં જન્મ (1987)
* ટીવી અને ફિલ્મ અભિનેતા હર્ષ છાયાનો ભાવનગરમાં જન્મ (1970)
* ભારતમાં સફળ ટીવી અને ફિલ્મ અભિનેત્રી સંજીદા શેખનો કુવૈતમાં જન્મ (1984)
* હરિયાણાના હિસાર જિલ્લાના નંગથલા ગામમાં પેન્ટિંગનું કામ કરતા રમેશ (38); તેમની પત્ની સવિતા (35); 12-14 વરસની બે દિકરીઓ અને 10 વર્ષના દિકરાની લાશો મળી, અને પોલીસને ઘટનાસ્થળે તપાસ કરતા રમેશની મળેલ ડાયરીમાં લખ્યું હતું કે ‘આ દુનિયામાં રાક્ષસી પ્રવૃત્તિના લોકો રહે છે એટલે હું અહીં રહેવા ઈચ્છતો નથી. મોક્ષ મેળવવાની ઈચ્છા છે. પરંતુ મારા ગયા બાદ પત્ની અને બાળકોનું શું થશે? એટલે રાત્રે ખીર બનાવી તેમાં નશીલી દવા નાખી દીધી, જે ખાવાથી પત્ની, બે દિકરીઓ અને દિકરો બેહોશ થઈ ગયા પછી તેમના માથામાં કુહાડી મારીને તેમની હત્યા કરી નાખી, જેથી તેમને મોક્ષ મળે !’ (2021)
* સંજય દત્ત, પૂજા ભટ્ટ, સદાશિવ અમરાપુરકર, દિપક તિજોરી, પંકજ ધીર અને સોની રાઝદાન અભિનિત ફિલ્મ 'સડક' રિલીઝ થઈ (1991)
ડિરેક્શન : મહેશ ભટ્ટ
સંગીત : નદીમ શ્રવણ
'સડક' માં કુલ 12 ગીતો છે
'સડક' 1976ની હોલીવુડની ફિલ્મ 'Taxi Driver' ઉપર પ્રભાવિત હતી અને 'સડક' ઉપરથી સને 2000માં તામિલમાં 'અપ્પુ' નામની ફિલ્મ બની
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'બેસ્ટ વિલન' માટે સદાશિવ અમરાપુરકને મળ્યો હતો
* સલમાન ખાને 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી (2021)
>> ભાવ, લગાવ અને અભાવ, જયારે હદથી વધી જાય ને ત્યારે માણસનો... સ્વભાવ બદલાઈ જાય છે!
સંકલન : વિજય ઠક્કર (આણંદ)