દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્તી ઓપરા વિનફ્રે નો આજે જન્મદિવસ
આજના દિવસની વિશેષતા (તારીખ તવારીખ)
આજે તા. ૨૯ જાન્યુઆરી ૨૩
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્તી ઓપરા વિનફ્રે નો આજે જન્મદિવસ
અમેરિકાના બિઝનેસ વુમન, અભિનેત્રી, નિર્માત્રી અને ટૉક શૉના સફળ અને લોકપ્રિય સંચાલક ઓપરા વિનફ્રેનો અમેરિકામાં જન્મ (1954)
ઓપરા વિનફ્રે, જેને સફળતા માટેનું બીજું નામ માનવામાં આવે છે. ઓપરાની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં થાય છે. તે તેના ટોક શો 'ધ ઓપરા વિનફ્રે શો'થી પ્રખ્યાત થઈ હતી.માત્ર 17 વર્ષની વયે એક બ્યૂટી પીજેન્ટ જીત્યો, પરંતુ એક લોકલ ઇવનિંગ ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ પણ શરૂ કરી દીધી. ત્યારબાદ તેણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી. 1986 માં, તેણે પહેલીવાર રાષ્ટ્રીય ટીવી પર 'ધ ઓપરા વિનફ્રે શો' હોસ્ટ કર્યો. શોએ ઓપરાને સ્ટાર બનાવી.
* 'પદ્મશ્રી’, ‘રાજીવ ગાંધી ખેલરત્ન ઍવોર્ડ’, ‘અર્જુન ઍવોર્ડ’થી સન્માનિત, નિવૃત્ત ભારતીય સૈન્ય અધિકારી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડનો રાજસ્થાનનાં જેસલમેરમાં જન્મ (1970)
તેઓ પહેલા ભારતીય છે જેમણે ઓલિમ્પિકમાં નિશાનબાજીમાં સિલ્વર મેડલ જીત્યો (વર્ષ 2004માં એથેન્સ ઓલિમ્પિક્સમાં મેન્સ ડબલ ટ્રેપ સ્પર્ધામાં)
સેનામાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ જયપુર રૂરલ બેઠક પરથી 17મી લોકસભામાં સંસદસભ્ય બન્યા
તેમણે કેન્દ્ર સરકારમાં યુથ અફેર્સ અને રમત-ગમત મંત્રાલયમાં રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સેવા આપી હતી.
તેમણે વિશ્વનાં શ્રેષ્ઠ ઓલિમ્પિક શૂટરમાં ઈ.સ.2004માં પ્રથમ રેન્ક મેળવ્યો
* કિંગ્સટોન ખાતે રમાયેલી ઈંગ્લેન્ડ - વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ ખતરનાક ખરાબ પીચના કારણે અમ્પાયરોએ પુર્ણ થયેલ જાહેર કરવામાં આવી, જે ઈતિહાસની સૌથી ટૂંકા સમયની ટેસ્ટ મેચ પૈકી એક બની ગઈ (1998)
* વ્યવસાયથી ડૉક્ટર, 'રશિયન સાહિત્યનાં રાજવી’ તરીકે ઓળખાયેલ અને પુષ્કિન પ્રાઈઝથી સન્માનિત સુપ્રસિદ્ધ કથાકાર અને નાટ્યકાર આન્તોન ચેખવનો જન્મ (1860)
* અમેરિકાના 25માં પ્રમુખ (1897- 1901) વિલિયમ મેકેન્સીનો ઓહાયોનાં નાઈલ પ્રાંતમાં જન્મ (1843)
તેઓ અમેરિકન સૈન્યમાં જોડાયા, અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો, એ યુદ્ધ સમાપ્તિ બાદ મેકેન્લીએ કાયદાની પરીક્ષા પાસ કરીને ઓહાયોમાં વકીલ તરીકે વ્યવસાય શરૂ કર્યો હતો
લિયોન કોઝોલગોઝે નામનાં વ્યક્તિએ (તા. 6 સપ્ટેમ્બર, 1901 એ) વિલિયમ મેકેન્સીને પેટમાં બંદૂકથી બે ગોળી મારી અને (14 સપ્ટેમ્બર, 1901એ) તેમનું અવસાન થયું
* ભારતીય કલા અને સંસ્કૃતિનાં પુરસ્કર્તા, અંગ્રેજી ચિત્રકાર સર વિલિયમ રોથેન્સ્ટાઇનનો ઇંગ્લેન્ડનાં બ્રેડફોર્ડમાં જન્મ (1872)
‘ન્યુ ઇંગ્લિશ આર્ટ ક્લબ’ નામનાં કલામંડળમાં જોડાઈને હર્બટ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનાં ‘હાઉસ ઑફ કોમન્સ’માં ‘જહાંગીરનાં દરબારમાં સર ટોમસરોની મુલાકાત’ એ સૌથી ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.
અજંતાનાં ચિત્રોની આધારભૂત નકલ તૈયાર કરવા તેઓ લેડી હેરીંગહામ સાથે ભારતની કલાયાત્રાએ પણ આવેલાં
* સીલીંગ ફેનનાં શોધક તરીકે જાણીતા ફિલિપ ડિલનો જર્મનીમાં જન્મ (1947)
તેમણે જુદી-જુદી કંપનીઓમાં એન્જિનિયર તરીકે કામ કરતાં ઇલેક્ટ્રિક બલ્બ,12 સોયવાળું ઈલેક્ટ્રીકથી ચાલતું સિલાઈ મશીન અને સીલીંગ ફેનની શોધ કરેલી
તેમણે ન્યૂજર્સીનાં એલિઝાબેથ અને બ્રીડ સ્ટ્રીટમાં ઈલેક્ટ્રીક લાઈટનો થાંભલો નાખી અજવાળું કરેલો એ થાંભલો આજે પણ મોજૂદ છે
* ભારતમાં હૈદરાબાદ ખાતે જન્મેલ અને પાકિસ્તાનના ક્રિકેટર (58 ટેસ્ટ અને 10 વન ડે રમનાર) આસીફ ઈકબાલ પોતાની કારકિર્દીની અંતિમ ટેેેસ્ટ ભારત સામે રમ્યા (1980)
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ મેચ રમનાર) એલપી (લક્ષ્મીદાસ પુરૂષોત્તમદાસ) જયનું અવસાન (1968)
* આશારામ બાપુના પુત્ર નારાયણ સાંઇનો અમદાવાદ ખાતે જન્મ (1972)
* કન્નડ પત્રકાર અને મહિલા આગેવાન ગૌરી લંકેશનો બેંગલોર ખાતે જન્મ (1962)
* ભારતનું પ્રથમ અંગ્રેજી અખબાર ‘બંગાળ ગેઝેટ’ને કોલકાતાથી અંગ્રેજ જેમ્સ ઑગસ્ટન હિકીએ પ્રકાશિત કર્યુ (1780)