માત્ર 16 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર ભારતીય અભિનેત્રી નૂતનનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 4 જૂન : 4 June
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
ફૂલ તુમે ભેજા હૈ, ખત મેં… ફૂલ નહીં મેરા દિલ હૈ: ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે જાણીતા નૂતનનો આજે જન્મદિવસ
પદ્મશ્રી અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ભારતીય સિનેમા ઇતિહાસના એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે જાણીતા નૂતનનો મુંબઈમાં જન્મ (1936)
તેમના પિતા મુંબઇમાં નિર્દેશક-કવિ કુમારસેન સમર્થ અને માતા અભિનેત્રી શોભના સમર્થ તથા બહેન અભિનેત્રી તનુજા છે
નુતને ‘હમારી બેટી’(1950)માં ચૌદ વર્ષના અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને પ્રથમ સફળ ફિલ્મ ‘સીમા’ હતી
તેમની યાદગાર ફિલ્મોમાં ‘બંદિની’, ‘અનાડી’, ‘સુજાતા’, ‘છાલિયા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘દેવી’, ‘મેં તુલસી તેરે આંગન કી’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘બારીશ’, ‘મંઝિલ’, ‘તેરે ઘર કે સામને’, મેરી જંગ, નામ, કર્મા વગેરે છે
નૂતન 1953 માં વધુ અભ્યાસ માટે સ્વિટ્ઝર્લન્ડ જતા પહેલા સેન્ટ જોસેફ કનવેન્ટ સ્કૂલ, પંચગનીમાં ભણેલા
નૂતનના લગ્ન 1959માં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે થયા અને પુત્ર મોહનીશ બહલ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા તથા પુત્રી પ્રણુતન બહલ પણ બોલિવૂડની અભિનેત્રી છે
* ભારતીય સિનેમાના સૌથી શ્રેષ્ઠ ગાયક તરીકે ઓળખાયેલ, હિન્દી સહિત અનેક ભારતીય ભાષાના પ્લેબેક ગાયક, અભિનેતા, ડબિંગ કલાકાર અને ફિલ્મ નિર્માતા એસ. પી. (શ્રીપતિ પંડિતરાધ્યુલા) બાલાસુબ્રહ્મણ્યમનો જન્મ (1946)
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, નેશનલ ફિલ્મ એવોર્ડ (6 વખત), ફિલ્મફેર એવોર્ડ (7 વખત)થી તેમનું સન્માન થયું છે
* મૂળ ગુજરાતનાં વતની અને રિલાયન્સ સમૂહ પરિવારના ઉદ્યોગપતિ અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ, અનિલ ધીરૂભાઇ અંબાણીનો મુંબઈમાં જન્મ (1959)
* એકેડેમી એવોર્ડ અને ત્રણ ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો સહિત અસંખ્ય વખાણ મેળવનાર અમેરિકન અભિનેત્રી, ફિલ્મ નિર્માતા અને માનવતાવાદી એન્જેલીના જોલીનો જન્મ (1975)
તેણીને ઘણી વખત હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે નામ આપવામાં આવ્યું છે.
* ગુજરાતી લેખક અને નિબંધકાર રણજિતરામ મહેતાનું મુંબઈના જુહુ બીચ પર સમુદ્રમાં ડૂબી જવાથી અવસાન (1917)
સુરતમાં જન્મેલ રણજિતરામએ 1904માં ગુજરાત સાહિત્ય સભા અને 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી ગુજરાતની અસ્મિતાનાં વિકાસનું કાર્ય કર્યું
ગુજરાતી સાહિત્યકારોને તેમના સાહિત્યસર્જન માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા દર વર્ષે એમના નામથી ‘રણજિતરામ સુવર્ણચન્દ્રક’ અપાય છે
* ત્રણ વખતના લોકસભા સાંસદ અને નંદી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના વડા ઉદ્યોગપતિ એસ. પી.વાય. રેડ્ડીનો જન્મ (1950)
* ઉદ્યોગપતિ અને ચેન્નાઈ સ્થિત નાણાકીય સેવા સમૂહ શ્રીરામ ગ્રૂપના સ્થાપક રામામૂર્તિ ત્યાગરાજનનો જન્મ (1937)
* પશ્ચિમ બંગાળથી રાજ્યસભામાં સંસદસભ્ય રહેલ દિનેશ ત્રિવેદીનો દિલ્હી ખાતે જન્મ (1950)
* એકલાવ્ય એવોર્ડથી સન્માનિત ભારતીય મહિલા ફીલ્ડ હોકી ખેલાડી નમિતા ટોપોનો ઓડિસા રાજ્યમાં જન્મ (1995)
* હિન્દી સિનેમાના કાળા અને સફેદ યુગના અભિનેત્રી બીના રાયનો જન્મ (1931)
તેમના લગ્ન અભિનેતા પ્રેમનાથ સાથે (1952-92) થયેલ
* હિન્દી ફિલ્મ, ટીવી અને સ્ટેજ અભિનેતા અને હાસ્ય કલાકાર અશોક સરાફનો મુંબઈમાં જન્મ (1947)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ અને હિન્દી-ભાષાના ફિલ્મ અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડલ પ્રિયામણી (પ્રિયા વાસુદેવ મણી)નો બેંગલુરું ખાતે જન્મ (1984)