3d354e333455546985df1776ed48ae63_original

હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેત્રી મોસમી ચેટરજીનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 26 એપ્રિલ : 26 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેત્રી મોસમી ચેટરજીનો આજે જન્મદિવસ

હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેત્રી મોસમી ચેટરજીનો કોલકાતા ખાતે જન્મ (1948)
એક સમયે તે સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી હતા
તેમની યાદગાર ફિલ્મોમાં રોટી કપડા ઔર મકાન, મંઝિલ, અનુરાગ, કચ્ચે ધાગે, પ્યાસા સાવન વગેરે છે

* ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું તામિલનાડુ રાજ્યમાં અવસાન (1920)
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શુદ્ધ ગણિતમાં તેમની પાસે લગભગ કોઈ ઔપચારિક તાલીમ ન હોવા છતાં, તેમણે ગણિતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું

* બૉલીવુડ ફિલ્મોના લોકપ્રિય અને સફળ સંગીતકાર જોડી શંકર - જયકિશન પૈકીના શંકર નું મુંબઈ ખાતે અવસાન (1987)
તેઓ પૃથ્વી થિયેટરમાં અભિનય કરવા સાથે તબલા વગાડવાના માસ્ટર હતા, અને પિયાનો, એકોરડીયાન, સિતાર વગેરે પણ વગાડી શકતા હતા
અગાઉ તે સંગીતકાર હુસેનલાલ ભગતરામના સહાયક રહ્યા હતા
એક ગુજરાતી નિર્દેશક ચંદ્રવદન ભટ્ટની ઓફિસે જતા ત્યારે તેમની મુલાકાત હાર્મોનિયમ વગાડતા જયકિશન સાથે થઇ અને પૃથ્વી થિયેટરમાં તેમને પણ લઈ લીધા અને દોસ્તી કાયમી બની ગઈ
રાજ કપૂર પૃથ્વી થિયેટર આવતા અને તેમણે પોતાની બરસાત ફિલ્મ માટે આગ ફિલ્મના સંગીતકાર રામ ગાંગુલીને કામ આપેલ તે પસંદ ન આવતા રામના સહાયકો શંકર - જયકિશન ને બરસાત માટે પહેલી તક આપી હતી
1968માં આ જોડીનું પદ્મશ્રીથી સન્માન કરાયું છે
બીનાકા ગીતમાલામાં 6 વખત તેમનું ગીત ટોપ પર રહયાનો રેકોર્ડ કોઈ તોડી શક્યું ન હતું, લક્ષમીકાન્ત - પ્યારેલાલની જોડીએ તેની બરોબરી કરી છે
ફિલ્મફેર એવોર્ડ માટે 20 વખત નોમિનેશન મળ્યું અને 9 વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે
આ જોડી આરકે બેનર માટે કાયમી સંગીતકાર રહ્યા, 1949માં બરસાત ફિલ્મ માટે સંગીત આપ્યા બાદ 1971માં જયકિશનના અવસાન સુધીની રાજ કપૂરની તમામ ફિલ્મોમાં આ જોડીએ સંગીત આપ્યું 

* પદ્મશ્રી પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી કવિ અને લોક ગાયક કવિ દાદ (દાદુદાન પ્રતાપદાન ગઢવી)નું અવસાન (2021)
તેમણે ૧૫ જેટલા ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખ્યા હતા
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા કાળજા કેરો કટકો મારો થી પ્રભાવિત થઇને "કુંવરબાઈનું મામેરૂં યોજના" (ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી

* ધરતીકંપના કદનું પ્રમાણ નક્કી કરતા રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલના સર્જક તરીકે સૌથી વધુ પ્રસિદ્ધ સિસ્મોલોજીસ્ટ અને ભૌતિકશાસ્ત્રી ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટરનો અમેરિકામાં જન્મ (1900)
1979માં મોમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલના વિકાસ સુધી તેમણે શોધેલ રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ, ધરતીકંપના કદનું પ્રમાણ નક્કી કરતું હતું 

* સિંગાપોરના નાગરિક અને ચીની ફિલ્મ અભિનેતા, નિર્માતા, માર્શલ આર્ટિસ્ટ તથા નિવૃત્ત વુશુ ચેમ્પિયન જેટ લી (લી લિયાન્જી)નો ચીનમાં જન્મ (1963)

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઓડિયા લેખક, કવિ, નાટ્યકાર અને નવલકથાકાર જગન્નાથ પ્રસાદ દાસનો પુરી ખાતે જન્મ (1938)

* અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત ચાઇનીઝ-અમેરિકન આર્કિટેક્ટ આઈ. એમ. (આઇઓહ મિંગ) પેઇનો ચીનમાં જન્મ (1917)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી મીનુ મુમતાઝનો મુંબઈ ખાતે જન્મ (1948)
તે અભિનેતા મેહમુદના બહેન હતા

* ભારતના મુંબઈ ખાતે (1924) જન્મેલા અને પાકિસ્તાનની ટીમના ક્રિકેટ ખેલાડી (બે ટેસ્ટ રમનાર) ઈબ્રાહીમ ગઝલીનું અવસાન (2003)
તે પાકિસ્તાન એર ફોર્ષમાં વિંગ કમાન્ડર હતા 

* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી શોન પોલોક એ પોતાની પ્રથમ મેચના પહેલા 4 બોલમાં 4 વિકેટ લીધા નો રેકોર્ડ બનાવ્યો (1996)


* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી જેક્સ રૂડોલ્ફ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના પાંચમાં બેટ્સમેન બન્યા, જેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી (2003) 

>>>> અતિશ્યોક્તિ કરવી એ આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સહજ માનવીય વૃતિ છે. જેમ કે, પતિ પર અકળાયેલી પત્ની એવું બોલે કે, "મારે અહીં હજાર કામ છે અને તમે આખો દિવસ ટીવીમાં ડોળા ઘાલી રાખો છો." અથવા પતિ એવું કહે છે, "તને આખી જિંદગી કામમાંથી ફુરસત જ નથી અને મારો તો ક્યારેય વિચાર કરતી નથી." આમાં "હજાર કામ" અને "આખો દિવસ" અથવા "આખી જિંદગી" અને "ક્યારેય" અતિશ્યોક્તિ છે. આપણે એક વાતને તે હોય તે કરતાં મોટી કરીને બોલતા હોઇએ છીએ, કારણ કે આપણને એવું લાગતું હોય છે કે હું જો અતિશયોક્તિ કરીને નહીં બોલું તો મારી વાત સામેની વ્યક્તિને પહોંચશે નહીં. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)