IMG_20240127_055538

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસંદ મહેશ કનોડીયા નો આજે જન્મદિવસ

આજ ક્લ ઓર આજ

તા. 27 જાન્યુઆરી : 27 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસંદ મહેશ કનોડીયા નો આજે જન્મદિવસ

ગુજરાતી ફિલ્મોના સંગીતકાર, સ્ત્રી તથા પુરૂષના અવાજમા ગીતો ગાવા માટે તથા જુદાજુદા ગાયકોના 32 પ્રકારના અવાજમા ગીતો ગાવા માટે મશહૂર અને (ભાજપના) પાટણના લોકસભા બેઠકના પૂર્વ સાંસદ (1991-99 અને 2004-09) મહેશ કુમાર કનોડિયાનો જન્મ (1937)
પોતાના ગામ કનોડા પરથી મહેશ-નરેશે કનોડિયા સરનેમ રાખી હતી
તેઓએ મહેશ-નરેશની જોડી બનાવી "મહેશકુમાર એન્ડ પાર્ટી" નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ- વિદેશમાં રેકોર્ડ સંખ્યામાં કર્યા
તેમનું શ્રેષ્ઠ સંગીત માટે અનેક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું તે ફિલ્મોમાં 'જીગર અને અમી', 'તાનારીરી', 'જોગ સંજોગ', 'લાજુ લાખણ', શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ 'અખંડ ચૂડલો' માટે મળ્યો 

* ડાબા અને જમણા બંને હાથથી બોલીંગ અને બેટીંગ કરી ક્રિકેટ રમી શકતા ખેલાડી ડેનિયલ વિટોરીનો ન્યૂઝીલેન્ડમાં જન્મ (1979)
શરૂઆતમાં છેલ્લા ૧૧મા ખેલાડી તરીકે રમવા આવનાર ડેનિયલ એ ઓલરાઉન્ડર તરીકે સન્માન મેળવ્યું અને અનેક નવા કીર્તિમાન બનાવ્યા

* સચીન તેંડુલકરને સૌથી વધુ ૯ વખત આઉટ કરનાર શ્રીલંકાના ફાસ્ટ બોલર ચામુન્ડા વાઝ (મૂળનામ સાથે 52 અક્ષરનું ધરાવનાર)નો જન્મ (1974)
વન ડે મેચમાં પહેલા જ ૩ બોલ ઉપર વિકેટ લેવાનો કિર્તિમાન વર્લ્ડ કપ 2003માં આ ખેલાડી સાથે નોંધાયો છે
સન્માનિય 400 વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો એ વન ડે તેમની કારકિર્દીની અંતિમ મેચ રહી

* ‘હિન્દી ગૌરવ’, ‘સાહિત્ય વાચસ્પતિ’ અને ડી. લિટ્ની પદવીથી સન્માનિત શિક્ષણવિદ્દ, નાટ્યકાર, હિન્દી, સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વિદ્વાન પંડિત સીતારામ ચતુર્વેદીનો જન્મ (1907)

* બાંગ્લાદેશમાં જન્મેલ અને (14 ટેસ્ટ રમનાર) ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી- વિકેટ કીપર ખોખન (પ્રોબિર કુમાર) સેનનું અવસાન (1970)

* બેટ્સમેન એ પોતે બોલને હેન્ડલ કરતા આઉટ થયાની વિશ્ચ ક્રિકેટમાં મર્યાદિત બનતી ઘટના પૈકી એક દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડેરિલ કલીનન સાથે બની અને તે આઉટ જાહેર થયા (1999)

* ‘પદ્મ વિભૂષણ’થી તેઓ સન્માનિત ભારતીય કાયદાશાસ્ત્રી અને યુનાઇટેડ નેશન્સ ‘આંતરરાષ્ટ્રીય કાયદા પંચ’નાં (1952-66) સભ્ય રાધાબિનોદ પાલનો ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં જન્મ (1886)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ક્લાસિકલ ગાયિકા આરતી અંકલેકર - ટીકેકરનો કર્ણાટકમાં જન્મ (1963 )

* ઉત્તરપ્રદેશના રાજકીય આગેવાન (સમાજવાદી પાર્ટી) અને રાજ્ય સભાના પૂર્વ સાંસદ (1996-2014) અમરસિંઘનો આઝમગઢ ખાતે જન્મ (1956)

* બોલિવૂડ ફિલ્મોના સંગીતકાર સરદાર મલિકનું અવસાન (2006)

* બોલિવૂડ અભિનેતા અજીત (હમીદ અલી ખાન) નો હૈદરાબાદ ખાતે જન્મ (1922)

* બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ (વિજયસિંઘ દેઓલ)નો મુંબઈ ખાતે જન્મ (1967)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક વિક્રમ ભટ્ટનો મુંબઈ ખાતે જન્મ (1969)

* બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેનો મુંબઈ ખાતે જન્મ (1976)