ભારતનાં 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 20 જૂન : 20 June
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
ભારતનાં 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આજે જન્મદિવસ
ભારતના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ 20મી જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં સંતાલ આદિવાસી પરિવારમાં થયો હતો. તેમના પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ પણ છે કારણ કે તેમના પિતા તેમજ તેમના દાદા સતત 20 વર્ષ સુધી તેમના ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેણીએ એક બેંકર શ્રી શ્યામ ચરણ મુર્મુ સાથે લગ્ન કર્યા. તેઓને 3 બાળકો, એક પુત્રી અને 2 પુત્રો હતા પરંતુ કમનસીબે તેણીએ 2024 માં તેના પતિ અને 4 વર્ષના ગાળામાં તેના બંને પુત્રો ગુમાવ્યા.
રાજકારણમાં જોડાયા તે પહેલા દ્રૌપદી મુર્મૂએ એક શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1979થી 1983 દરમિયાન તેમણે સિંચાઈ અને વીજ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ 1994થી 1997 દરમિયાન તેમણે ઓનરરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કર્યું હતું. 1997માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને તેઓ ઓડિશાના રાઈરાંગપુર જિલ્લા ખાતે કાઉન્સેલર તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. 2000ના વર્ષમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા2002ના વર્ષમાં તેમને ઓડિશા સરકારમાં મત્સ્ય અને પશુપાલન વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2006માં તેમને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009ના વર્ષમાં તેઓ રાઈરાંગપુર વિધાનસભા બેઠક પર બીજી વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ 2009માં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેમાં હાર મળી હતી. 2015માં દ્રૌપદીને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને 2021 સુધી તેમણે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ઓડિશા વિધાનસભાએ તેમને 2007ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
ભારતનાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વિજય થયો.આ સાથે તેઓ પ્રતિભા પાટીલ બાદ દેશનાં બીજાં મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
* પદ્મશ્રી, સાહિત્ય અકાદમી પુરસ્કાર, પ્રવાસી ભારતીય સન્માન, ડબલ્યુએચ સ્મિથ સાહિત્ય પુરસ્કાર અને ક્રોસવર્ડ બુક એવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત ભારતીય નવલકથાકાર અને કવિ વિક્રમ શેઠનો કોલકાતા ખાતે જન્મ (1952)
* સતત વિશ્વની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક અમેરિકન અને ઓસ્ટ્રેલિયન અભિનેત્રી અને નિર્માતા નિકોલ મેરી કિડમેનનો અમેરિકામાં જન્મ (1967)
વિવિધ શૈલીઓમાંથી વિવિધ ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન્સમાં તેના કામ માટે જાણીતી રહી છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (28 ટેસ્ટ રમનાર) રમાકાન્ત દેસાઈનો મુંબઈમાં જન્મ (1939)
તેઓ સિલેકશન કમિટીના ચેરમેન હતા તે સમયમાં સચિન તેડુલકરને ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા અને તે કપ્તાની પરત લેવાના બન્ને નિર્ણય, દેસાઈ ચેરમેન પદે હતા ત્યારે જ લેવાયા હતા
* ગુજરાત ભાજપના નેતા અને બે વખત (1995 અને 1998) ધારાસભ્ય રહેલ ગોરધનભાઈ ઝડફિયાનો ભાવનગરના ગારિયાધાર ખાતે જન્મ (1954)
* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (79 ટેસ્ટ અને 122 વનડે રમનાર) એલન લેમ્બનો દક્ષિણ આફ્રિકામાં જન્મ (1954)
* બીજા વિશ્વયુદ્ધના સૌથી વધુ સુશોભિત અમેરિકન લડાયક સૈનિકોમાંના એક ઓડી લિયોન મર્ફીનો જન્મ (1925)
તેઓ અભિનેતા, ગીતકાર અને પશુપાલક પણ હતા અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી તરફથી ઉપલબ્ધ બહાદુરી માટે દરેક લશ્કરી લડાઇ પુરસ્કાર તેમજ વીરતા માટે ફ્રેન્ચ અને બેલ્જિયન પુરસ્કારો પ્રાપ્ત થયા છે
* તારક મહેતા... ટીવી સિરિયલમાં ટપુના પાત્ર સાથે ખુબ લોકપ્રિય અભિનેતા ભવ્ય ગાંધીનો મુંબઈમાં જન્મ (1997)
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ અને 3 વનડે રમનાર) પારસ મહાબરેનો મુંબઈમાં જન્મ (1972)
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) ગુંડીબેઈલ સુંદરમનું અવસાન (2010)
* હિન્દી ફિલ્મોમાં જય સંતોષી માં અને સીતા માતા જેવા પૌરાણિક પાત્રો ભજવનાર અભિનેત્રી અનીતા ગુહાનું મુંબઈમાં અવસાન (2007)
* ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન રહેલ ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી રેનેડી સિંઘનો મણિપુરના ઇમફાલ ખાતે જન્મ (1979)
* હિન્દી રંગમંચ, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સુષ્મા સેઠનો દિલ્હી ખાતે જન્મ (1936)
* ભારતીય ચિત્રકાર, શિલ્પકાર, એનિમેટર, ફિલ્મ નિર્માતા અને દ્રશ્ય કલાકાર ચારુવી અગ્રવાલનો દિલ્હીમાં જન્મ (1983)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી, નિર્માતા અને થિયેટર કલાકાર નીતુ ચંદ્રાનો પટના ખાતે જન્મ (1984)
તે ક્લાસિકલ ડાન્સર અને સ્પોર્ટ્સપર્સન પણ છે, જે ચોથા ડેન બ્લેક-બેલ્ટ હોવાને કારણે NBA અને તાઈકવૉન્ડો સાથેના તેના ગાઢ જોડાણ દ્વારા દેશમાં બાસ્કેટબોલના પ્રચારમાં સામેલ છે
* બૉલીવુડ ફિલ્મ અભિનેતા રાહુલ ખન્નાનો મુંબઈમાં જન્મ (1972)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં અર્થ, રકીબ, લૈલા, એલાન, વેક અપ સિડ, ફાયર ફાઈલ્સ, દિલ કબડ્ડી વગેરે છે
તેમના પિતા વિનોદ ખન્ના અને ભાઈ અક્ષય ખન્ના સફળ ફિલ્મ અભિનેતા રહ્યા છે
* પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ પુરસ્કારોના પ્રાપ્તકર્તા પ્રોફેસર અને વૈજ્ઞાનિક બાલુ શંકરનનું અવસાન (2012)
* રેડિયો જોકી, પ્રસ્તુતકર્તા, હાસ્ય કલાકાર, દિગ્દર્શક અને ક્રિકેટ કોમેન્ટેટર આરજે બાલાજીનો ચેન્નાઈ (તમિલનાડુ)માં જન્મ (1985)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા શોએબ ઇબ્રાહિમનો ભોપાલમાં જન્મ (1987)