IMG_20240428_071410

ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ચિત્રકાર ભાનુ અથૈયાનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 28 એપ્રિલ : 28 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ચિત્રકાર ભાનુ અથૈયાનો આજે જન્મદિવસ

ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ચિત્રકાર ભાનુ અથૈયાનો મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે જન્મ (1920)
તેમનું ગાંધી ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડથી સન્માન થયું અને બે વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી (લેકિન અને લગાન માટે) સન્માન થયું છે 
તે બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપની એકમાત્ર મહિલા સભ્ય હતા

* તામિલનાડુ રાજ્યમાં જન્મેલ અને ઓટોમોબાઈલ કંપની ટીવીએસના સ્થાપક ટી.વી. (થિરુક્કુરુનગુડી વેંગારામ) સુંદરમ આયંગરનું અવસાન (1955)
તેમણે 1911માં, ટી.વી. સુંદરમ આયંગર એન્ડ સન્સની સ્થાપના કરી, જે એક બસ કંપનીએ પાછળથી ઓટોમોબાઈલ ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ કર્યું અને ટીવીએસ ગ્રૂપની મુખ્ય કંપની તરીકે ઉભરી, જે ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંની એક છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (28 ટેસ્ટ રમનાર) રમાકાન્ત દેસાઈનું અવસાન (1998)
બાદમાં દેસાઈ પસંદગીકારોની સમિતિના અધ્યક્ષ બન્યા અને તેમના ઘટનાપૂર્ણ કાર્યકાળમાં સચિન તેંડુલકરને ભારતીય ટીમના કપ્તાન તરીકે નિયુક્ત કરાયા અને હટાવાયા

* બૉલીવુડ ફિલ્મ અભિનેતા શરમન જોશીનો મુંબઈ ખાતે જન્મ (1979)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં 3 ઈડિટ્સ, હેટ સ્ટોરી 3, ગોલમાલ 3, ફરારી કી સવારી, સુપર નાની, મિશન મંગલ, લજ્જા, રંગ દે બસંતી, ગોડ મધર વગેરે છે
તેમના પિતા અરવિંદ જોશી ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા હતા, અને કાકા પ્રવીણ જોશી નાટકોના ખુબ સફળ અભિનેતા હતા 

* મરાઠી ફિલ્મોના અભિનેત્રી અને નિર્માત્રી મેધા માંજરેકરનો મુંબઈ ખાતે જન્મ (1967)
તેમના લગ્ન હિન્દી અને મરાઠી ફિલ્મ નિર્માતા નિર્દેશક મહેશ માંજરેકર સાથે થયા છે

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, લેખક નિખિલ અડવાણીનો મુંબઈ ખાતે જન્મ (1971)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કલ હો ન હો, બાટલા હાઉસ, ચાંદની ચોક તો ચાઈના, ડી ડે, કટ્ટી બટ્ટી વગેરે છે

* વિશ્વ બેંકના વરિષ્ઠ સ્ટાફ સભ્ય રણજિત નાયકનો ભારતમાં ઓરિસ્સા રાજ્યમાં જન્મ (1968)
ઉત્તર મેસેડોનિયા સરકારના આંતરરાષ્ટ્રીય અને યુરોપિયન યુનિયન બાબતોના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપે છે અને આ ભૂમિકામાં, તે EU એકીકરણ તરફ સરકારના યુરોપિયન સચિવાલયના ચાલુ કાર્યને સમર્થન આપે છે

* ઝિમ્બાબ્વેમાંથી ઉભરી આવનાર સૌથી મહાન ક્રિકેટર (63 ટેસ્ટ અને 213 વનડે રમનાર) એન્ડી ફ્લાવરનો જન્મ (1968)
વિકેટકીપર અને એક સમયે કેપ્ટન હોવા છતાં, તેની બેટિંગમાં ભાગ્યે જ કોઈ નકારાત્મક અસર થઇ

* હિન્દી અને ઉર્દૂ ફિલ્મોના અભિનેત્રી મહેતાબ (નજમા)નો સુરતમાં જન્મ (1913)
તેમના લગ્ન ફિલ્મ નિર્માતા સોહરાબ મોદી સાથે 1948માં થયા હતા 

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) અજિત પાઈનો મુંબઈ ખાતે જન્મ (1945)

* ઇરાકના પાંચમા પ્રમુખ (1979-2003) રહેલ સદ્દામ હુસૈન (અબ્દ અલ-માજિદ અલ-તિક્રિતી)નો જન્મ (1937)

* ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો (2007)
મેન ઓફ ધ મેચ રહેલ એડમ ગિલ્ક્રિસ્ટના 149 સાથે ઓસ્ટ્રેલિયાએ 281 રન કર્યા, તેના જવાબમાં શ્રીલંકાએ 215 કરતાં 53 રનથી જીત્યું
મેન ઓફ ધ સિરીઝ ગ્લેન મેકગ્રથ જાહેર થયા અને આ તેમની અંતિમ મેચ બની રહી
ડકવર્થ લુઈસના આધારે ઓસ્ટ્રેલિયાએ ચોક્કસપણે મેચ જીતી હતી. સ્ટેન્ડ બહાર આવ્યા, અને જેમ શ્રીલંકાના લોકો ચાલ્યા જવાના હતા અને ઓસ્ટ્રેલિયનોએ ઉજવણી કરવાનું શરૂ કર્યું, ડાર તેમની પાસે ગયો અને ઓસ્ટ્રેલિયનોને જાણ કરી કે તેઓ વર્લ્ડ કપ જીત્યા નથી. નિયમો મુજબ, જો ખરાબ પ્રકાશને કારણે રમત બંધ થઈ ગઈ હોત, તો મેચ રિઝર્વ ડે પર સમાપ્ત થવી જોઈતી હતી, જેનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયનોએ વર્લ્ડ કપ ઉપાડી શકે તે પહેલા તે ચાર ઓવર નાખવા માટે ફરીથી પાછા આવવું પડશે. જયવર્દને અને પોન્ટિંગ સર્વસંમતિ પર પહોંચ્યા: રમત ફરી શરૂ થયા બાદ મલિંગા સાયમન્ડ્સના છઠ્ઠા બોલ પર સ્ટમ્પ થઈ ગયો હતો, પરંતુ વાસ અને દિલહારાએ ચાર ઓવર રમી હતી. શ્રીલંકાએ 215 રન બનાવ્યા. ચાર અમ્પાયરો અને મેચ રેફરી જેફ ક્રોને પૂર્ણાહુતિ માટે બૂમ પાડ્યા પછી - ચાંદની વચ્ચે - ઓસ્ટ્રેલિયાએ આખરે વર્લ્ડ કપ ઉપાડ્યો

>>>> કશું પણ બોલવા માટે મગજને માઈક્રો સેકન્ડ લાગે, પણ કશું કરવા માટે મહિનાઓ લાગે. નૈતિકતા બાયોલોજીકલ છે, સાયકોલોજીકલ નહીં. તે જીવવાની હોય. સદાચાર સહજ અને અવિચારી હોય. નૈતિકતા શ્વાસોશ્વાસ જેવી પ્રાકૃતિક હોય. તેનો દરેક વ્યવહાર નૈતિક હોય. નૈતિકતાની યોજના બનાવી ન શકાય. જે વ્યક્તિ નૈતિકતાનાં પરિણામની ચિંતા કરતી હોય, તે અચૂક રીતે અનૈતિક બની શકે. 'હું આમ કરીશ તો તેમ થશે' અને 'તેમ કરીશ તો આમ થશે' એવું વિચારતી વ્યક્તિ જરૂર પડે નૈતિક અને જરૂર પડે અનૈતિક બની શકે. નૈતિક વ્યક્તિ તેના સદાચારનાં પરિણામો પ્રત્યે ઉદાસીન હોય. નૈતિકતા જીવવાનો ગુણ છે, વિચારવાનો નહીં. ખાલી વિચાર નહીં, આચરણ પણ જોઈએ. ઈરાદો નહીં, એક્શન પણ મહત્વનું છે. નૈતિકતા એટલે જ અઘરી બાબત છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)