1677

મરણોત્તર ભારતરત્ન થી સન્માનિત આચાર્ય વિનોબા ભાવે નો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ

તા. 11 સપ્ટેમ્બર : 11 SEPTEMBER 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

ભૂદાન ચળવળના પ્રણેતા સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરનાર આચાર્ય વિનોબા ભાવે નો આજે જન્મદિવસ

સામાજિક પરિવર્તનની ભૂદાન તથા સર્વોદય ચળવળનાં પ્રણેતા અને ગાંધીજીનાં આધ્યાત્મિક ઉત્તરાધિકારી આચાર્ય વિનોબા ભાવે (વિનાયક નરહરિ ભાવે)નો મહારાષ્ટ્રમાં જન્મ (1895) 
જમીનદારો પાસેથી જમીન મેળવીને ગરીબોને આપવાનું કામ કર્યું એ ભૂદાન આંદોલન 18 એપ્રિલ, 1951નાં રોજ શરૂ થયું હતું
મરણોત્તર ‘ભારતરત્ન’થી સન્માનિત આચાર્ય વિનોબા ભાવેનાં વ્યક્તિત્વ સાથે બે બાબત અવિભાજ્ય અંગની જેમ જોડાયેલી રહી તે મૌન અને બીજી પદયાત્રા
અહિંસક ચળવળનાં ઇતિહાસમાં વિનોબાનું યોગદાન નોંધપાત્ર રહ્યું અને કુખ્યાત ચંબલ ખીણમાંથી કેટલાક ડાકુઓ મે, 1960માં વિનોબા સમક્ષ આત્મસમર્પણ કર્યું તે વિનોબા માટે અહિંસાની જીત છે
રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે 

* પદ્મ ભૂષણથી સન્માનિત ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન લાલા અમરનાથ ભારદ્વાજનો પંજાબનાં કપૂરથલામાં જન્મ (1911)
તેઓ સ્વતંત્ર ભારતનાં પ્રથમ ક્રિકેટ કેપ્ટન હતાં અને 1952માં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં ભારતની કપ્તાની કરી હતી

* ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનો મહારાષ્ટ્રમાં જન્મ (1950)

* રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત સુપ્રસિદ્ધ ગુજરાતી હાસ્યલેખક જ્યોતીન્દ્ર હરિશંકર દવેનું અવસાન (1980)
તેમણે મુંબઈ સરકારનાં કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ઈ.સ.1956માં નિવૃત્તિ સુધી કર્યા પછી મુંબઈની વિવિધ કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું અને તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યાં હતાં

* હિન્દી કવયિત્રી, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના શિક્ષણવિદ મહાદેવી વર્માનું પ્રયાગરાજ અવસાન (1987)

* મહિલા હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રમતવીર અને એથ્લેટિક્સ સ્ટેફી ડિસોઝાનું અવસાન (1998)

* પદ્મ ભૂષણથી સન્માનિત સામાજિક કાર્યકર અને વિદ્વાન મૌલાના અબ્દુલ કરીમ પારેખનું નાગપુર અવસાન (2007)

* ‘દક્ષિણ ભારતનાં સિંહ’ તરીકે ઓળખાતા વકીલ અને આઝાદીનાં લડવૈયા શેષાદ્રી શ્રીનિવાસા આયંગરનો જન્મ (1874)

* ટૂંકી વાર્તાનાં પ્રખ્યાત અમેરિકન લેખક વિલિયમ સિડની પોર્ટર (ઓ. હેનરી)નો અમેરિકામાં જન્મ (1862)

* તમિલ લેખક, કવિ, પત્રકાર, સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજ સુધારક અને બહુભાષી સુબ્રમણ્ય ભારતીનો જન્મ (1921)

* હિન્દી ટીવી અભિનેતા અને દિગ્દર્શક રાજુ ખેરનો કાશ્મીરમાં જન્મ (1957)
તેમના ભાઈ અનુપમ ખેર ખુબ લોકપ્રિય અને સફળ અભિનેતા છે 

* હિન્દી, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી તુલિપ જોશીનો મુંબઈ ખાતે જન્મ (1979)

* દક્ષિણ ભારતીય સિનેમા, બોલિવૂડ અને અમેરિકન સિનેમામાં અભિનેત્રી અને મોડલ શ્રિયા સરનનો હરિદ્વાર ખાતે જન્મ (1982)

* પોરસ, હિટલર દીદી અને મિલી જબ હમ તુમમાં તેના અભિનય માટે જાણીતી ટીવી અભિનેત્રી રતિ પાંડેનો આસામ રાજ્યમાં જન્મ (1982)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી સુરભી ચાંદનાનો મુંબઈ ખાતે જન્મ (1989)

* હિન્દી ટેલિવિઝન અભિનેતા નમિષ તનેજાનો નવી દિલ્હી ખાતે જન્મ (1994)

* મલયાલમ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી સંયુક્તા મેનનનો કેરળ રાજ્યમાં જન્મ (1995) 

* અલ-કાયદાનાં 19 ત્રાસવાદીઓએ ચાર વિમાન હાઈજેક કરીને અમેરિકાનાં વિવિધ સ્થળે આત્મઘાતી હુમલાં કરતાં અમેરિકાના ન્યૂયોર્ક સિટી ખાતેનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વીન ટાવરને નિશાન બનાવ્યાં (2001)
એક કલાક અને 42 મિનિટ જેટલાં સમયમાં જ 110 માળનાં બે ટાવર ધરાશાયી થઈ ગયાં હતાં. ઘટનાક્રમમાં 2996 લોકો માર્યા ગયાં અને છ હજારથી વધુ લોકો ઘવાયા હતાં, અહીં અગ્નિશમનદળનાં 343 તો પોલીસદળનાં 72 જવાનો પણ આ દિવસે મૃત્યુ પામ્યાં હતાં
આત્મઘાતી હુમલાખોરોએ એક વિમાન અમેરિકી સંરક્ષણ વિભાગનાં મુખ્યાલય પેન્ટાગોનની ઈમારત સાથે ટકરાવી દેતાં તે ઈમારતને પણ આંશિક નુકશાન પહોંચ્યું હતું

* શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદની પ્રથમ પરિષદ યોજાઈ, જેમાં ભારતીય સાધુ સ્વામી વિવેકાનંદે પ્રભાવશાળી ઐતિહાસિક ભાષણ આપ્યું (1893)