મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ
આજ કલ ઓર આજ
તા. 19 ફેબ્રુઆરી : 19 February
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ
મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું. શિવાજી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્યમાં જાહેર રજા
* ગુજરાતના બીજા મુખ્યમંત્રી (1963-65) બળવંતરાય મહેતાનો ભાવનગર ખાતે જન્મ (1899)
* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘચાલક
માધવરાવ સદાશિવરાવ ગોલવણકર શ્રી ગુરુજીનો જન્મ (1906)
* પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વડોદરાની એમ એસ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના પ્રથમ પ્રાધ્યાપક અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર નારાયણ શ્રીધર બેદ્રેનું મુંબઈ ખાતે અવસાન (1992)
તેઓ કલાકારોના 'બરોડા ગૃપ'ના સ્થાપક સભ્યો પૈકીના એક છે
* બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીતના આધારશીલા સમાન સંગીતકારો પૈકીના એક એવા પંકજ મલ્લિકનું કોલકાતામાં અવસાન (1978)
તેમની યાદગાર ફિલ્મોમાં ‘ચાસેર મેયે’, ‘યહુદી કી લડકી’, ‘મંઝીલ’, ‘કરોડપતિ’, ‘દેવદાસ’ (૧૯૩૫), ‘જીબન મરણ’, ‘ધરતીમાતા’, ‘અભાગિન’, ‘દુશ્મન’, ‘ઝીંદગી’, ‘નર્તકી’, ‘મેરી બહન’, ‘મંઝુર’, ‘યાત્રિક’, ‘ચિત્રાંગદા’ કે ‘રાજકમલ’ વગેરે છે.
* ગુજરાતી ફિલ્મો અને શરૂઆતની હિન્દી ફિલ્મોના અભિનેત્રી અને ગાયિકા અમીરબાઈ કર્ણાટકીનો જન્મ (1906)
તેઓ કન્નડ અને હિન્દી ઉપરાંત ગુજરાતી ભાષાના પણ ખૂબ સારા જાણકાર હતા
તેમણે ગાયેલ કવ્વાલી પણ ખૂબ લોકપ્રિય થઈ હતી
ગાંધીજીને તેમનું ગાયેલ ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...' ખૂબ પસંદ હતું
* પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક નિકોલસ કોપરનિક્સનો પોલેન્ડમાં જન્મ (1473)
* ગુજરાતી નવલકથાકાર, નિબંધકાર, ચિંતક અને સમભાવ દૈનિકના તંત્રી રહેલા ભૂપત વડોદરિયાનો ધાંગધ્રા ખાતે જન્મ (1929)
* પંજાબના મુખ્યમંત્રી (1992-95) અને કોંગ્રેસના આગેવાન બિયંત સિંગનો પટિયાલા ખાતે જન્મ (1922)
* દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મશ્રી સન્માન, નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી અને તેલુગુ ફિલ્મોના દિગ્દર્શક કે. વિશ્ચનાથનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1930)
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં સરગમ, કામચોર, શુભ કામના, જાગ ઉઠા ઈન્સાન, સંજોગ, સુર સંગમ, ઈશ્ચર વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી પ્રસિધ્ધ મુરલી ક્રિષ્નાનો બેંગલોર ખાતે જન્મ (1996)
તેમની વન ડે કારકિર્દીનો આરંભ તા. 23 માર્ચ 2021થી (ઈંગ્લેન્ડ સામે) થયો છે
* મહાન સ્વતંત્રતા સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન (1915)
* પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને સફળ ઓપનિંગ બેટ્સમેન રહેલા (91 ટેસ્ટ અને 53 વનડે રમનાર) અઝહર અલીનો જન્મ (1985)
દુબઈમાં 2016માં ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટ્રિપલ સેંચુરી ફટકારનાર તે પ્રથમ છે, અને ટેસ્ટ મેચમાં ટ્રિપલ સેંચુરી ફટકારનાર પાકિસ્તાનના ચોથા અને વિશ્ચના 26મા ક્રિકેટર બન્યા
* ભારતના ક્રિકેટ ખેલાડી (3 વનડે અને 1 ટી20 રમનાર) રિશી ધવનનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1990)
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી નોરમન ઓ'નિલ નો જન્મ (1937)
શરૂઆત તેમણે બેઝબોલ રમવા સાથે કરી હતી
* બંગાળી અને હિન્દી ફિલ્મોના અભિનેતા, સંગીતકાર અને ગાયક પંકજ મલિકનું અવસાન (1978)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી બિના (બિના બેનરજી)નો કોલકાતા ખાતે જન્મ (1943)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા પરેશ ગણાતરાનો મુંબઈ ખાતે જન્મ (1963)
* ફિલ્મ નિર્દેશક નિર્માતા નિરદ મોહપાત્રાનું અવસાન (2015)
* મરાઠી ફિલ્મોના સંગીતકાર, ગાયક અવધૂત ગુપ્તેનો જન્મ (1977)
* ગુજરાતી અને હિન્દી ફિલ્મ અભિનેતા કવિ શાસ્ત્રીનો લંડનમાં જન્મ (1985)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રોંગ સાઈડ રાજુ, નિરજા, ઔરંગઝેબ, લવ આજ કલ, પોપકોર્ન વગેરે છે
* હિન્દી ફિલ્મ ગીતકાર અને ઉર્દુ શાયર ખુમાર બારાબંક્વી (મોહમ્મદ હૈદર ખાન)નો ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે અવસાન (1999)
* અમૃત બાઝાર પત્રિકાનું દૈનિક પ્રકાશન શરૂ થયું (1891)
* ભારતમાં કોમ્પ્યુટરાઈઝ્ડ રેલવે ટિકિટ સેવાનો પ્રારંભ થયો (1986)
>>>> આપણા માટે આસાન જો કોઇ પ્રેરણાસ્રોત હોય તો એ આખોદિવસ આપણી સામે વધઘટ થતો સૂરજ છે. વહેલી સવારે કોમળ કિરણોની સેજ બિછાવી ઉત્સાહનો સંચાર કરે છે. દિવસભર એની વધઘટ અને ગતિ દ્રારા એ અવનવી અનુભૂતિ કરાવતા રહે છે. એનું ઉગવું નિયમિત છે અને એનું આથમી જવું એ પણ નિશ્ચિત ઘટના છે આમછતાં એમાં કોઇ એકવિધતા કે કંટાળો અનુભવાતો નથી. રોજિંદી દિનચર્યાને પણ પોતાના આગવા અંદાજ થકી સ્ફૂર્તિદાયક બનાવી જાય છે. માણસ માટે પણ આવું જ હોય છે. જન્મવું જીવવું અને વિલય પામવું એ જ આમ તો આપણા સહુની નિયતિ છે. આમ છતાં કેટલાય માણસો એવું જીવે છે કે આપણને કહેવાનું મન થઈ જાય કે "જીના ઇસીકા નામ હૈ..!"
સંકલન : વિજય ઠક્કર (આણંદ)