આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ની આજે જન્મજયંતી
આજ કલ ઓર આજ
તા. 12 ફેબ્રુઆરી : 12 February
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ની આજે જન્મજયંતી
સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી (મુળશંકર)નો ગુજરાતના ટંકારા ગામે જન્મ (1824)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળના સંસ્થાપક ચૌધરી અજીત સિંહનો ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે જન્મ (1939)
તેમના પિતા ચૌધરી ચરણ સિંહ ભારતના વડાપ્રધાન (1979-80) હતા
* અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ (1861-65)
અબ્રાહમ લિંકનનો જન્મ (1809)
* મહાન વૈજ્ઞાનિક અને બ્રિટીશ પ્રકૃતિવાદી
ચાર્લ્સ ડારવિન નો યુકેમાં જન્મ (1809)
* ગુજરાતી નવલકથાકાર, વિવેચક, સંપાદક, લોકવાર્તાકાર, લોકસાહિત્યકાર બાળ સાહિત્યકાર, લોકવિદ્યાવિદ્દ ડૉ.હસુ યાજ્ઞિકનો રાજકોટ ખાતે જન્મ (1938)
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ, 31 વન ડે અને 9 ટી-20 રમનાર) વિનય કુમારનો કર્ણાટકમાં એક રિક્ષા ચાલકના ઘરે જન્મ (1984)
તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટકની ટીમના ખૂબ સફળ કપ્તાન અને વિકેટકિપર રહ્યા છે
તે આઈપીએલના પણ ખૂબ સફળ અને લોકપ્રિય ખેલાડી છે
પોતાના હોમ ટાઉનમાં વન ડેમાં સો રન આપનાર તેઓ પ્રથમ ભારતીય ક્રિકેટર છે
* દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત બોલિવૂડ ફિલ્મોના અભિનેતા પ્રાણ (પ્રાણ કિશન સિકન્ડ)નો દિલ્હી ખાતે જન્મ (1920)
તેમણે હીરો તરીકે, સહ કલાકાર તરીકે અને સૌથી વધુ લોકપ્રિયતા વિલન તરીકે પ્રાપ્ત કરી દરેક પાત્રને ખૂબ સહજતાથી (360+ ફિલ્મોમાં) નિભાવ્યા અને ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક સન્માન પ્રાપ્ત કર્યા
* ભારતના ક્રિકેટ ખેલાડી (91 ટેસ્ટ અને 25 વન ડે રમનાર) ગુન્ડપ્પા વિશ્ચનાથનો જન્મ (1949)
પોતાની ઓછી ઉંચાઈને કારણે શરૂઆતમાં અનેક વિવાદનો સામનો કરવો પડ્યો હતો
પ્રથમ વખત કર્ણાટક ટીમ માટે રણજી ટ્રોફી રમવા પસંદગી થઈ અને એ પહેલી ડબલ સેન્ચુરી ફટકારી દીધી હતી
તેમણે ક્યારેય કોઈ સત્તાવાર ટ્રેનિંગ લીધી નથી
પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં (1969માં કાનપુર ખાતે ઓસ્ટ્રેલિયા સામે) પહેલી ઈનિંગમાં ઝીરો રન પર આઉટ થયા બાદ બીજી ઈનિંગમાં 137 રન કરી રેકોર્ડ બનાવ્યો
તેમણે જ્યારે પણ સદી (14 વખત) નોંધાવી ત્યારે ભારત કદી મેચ હાર્યુ ન હોવાનો પણ એક અનોખો રેકોર્ડ તેમની સાથે નોંધાયો છે
* ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી નાની વયે સદી નોંધાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના મુસ્તાક મોહમ્મદ એ 17 વર્ષ અને 78 દિવસની ઉંમરે બનાવ્યો (1961)
વર્ષ 1990માં આજ દિવસે સચીન તેંડુલકર પોતાની 16 વર્ષ અને 294 દિવસની યુવા વયે 88 રનના સ્કોર ઉપર પહોંચ્યા ત્યારે આ રેકોર્ડ તુટશે તેવી આશા જાગી હતી પણ સચિન તેંડુલકર આ સમયે આઉટ થતા સૌ નિરાશ થયા હતા
* પોતાની બુધ્ધિ અને ચતુરાઈ માટે પ્રસિધ્ધ મરાઠા મંત્રી નાના ફડનવીસ (બાલાજી જનાર્દન ભાનુ) નો મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મ (1741)
* મુંબઈના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનો જન્મ (1954)
>>>> બીજા લોકો આપણને જુવે, સમજે અને આપણી કદર કરે એ આપણા આત્મવિશ્વાસ માટેની બુનિયાદી જરૂરિયાત છે. આપણા આત્મવિશ્વાસનું ઘડતર પહેલાં પરિવારમાંથી, પછી સ્કૂલમાંથી, મિત્રોમાંથી અને કામકાજમાંથી થાય છે. આપણે બરાબર કરી રહ્યા છીએ, તેવું સાંભળવાની જરૂરિયાત જીવનના દરેક તબક્કે રહે છે. આત્મ સન્માન ઇચ્છતી વ્યક્તિ બીજા લોકોના પ્રેમમાં હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)