ભારતીય સિનેમાના પહેલા સ્ટંટવુમન અને અભિનેત્રી "ફિયરલેસ" નાદિયાની આજે છે જન્મ જયંતિ
આજના દિવસની વિશેષતા
આજે તા. ૦૮ જાન્યુઆરી,૨૩
Today - 08 January,23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
ભારતીય સિનેમાના પહેલા સ્ટંટવુમન અને અભિનેત્રી "ફિયરલેસ" નાદિયાનો ઓસ્ટ્રેલિયામાં જન્મ (1908)
નાદિયાજીનું મૂળ નામ મેરી એન ઇવાન્સ. મેરી ઇવાન્સનો જન્મ 8 જાન્યુઆરી, 1908 ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ દરિયા કાંઠે પર્થમાં થયો હતો. તેમના માતા માર્ગારેટ ઇવાંસ મૂળ ગ્રીસનાં એક ડાંસર – એક્ટર – કલાકાર હતાં. સ્કોટિશ પિતા હર્બર્ટ ઇવાન્સ બ્રિટીશ આર્મીમાં સેવારત હતાં. વાડિયા મુવિટોનની ‘હંટરવાલી’ (1935) ફિલ્મથી દિલધડક સ્ટંટ એક્શનનો પ્રારંભ કરનાર નાદિયા ધ ફિયરલેસ મુંબઈના સિનેમા ઉદ્યોગમાં પ્રથમ સ્ટંટ એક્ટ્રેસનું સ્થાન પામે છે.
ફિયરલેસ નાદિયા (1908 – 1996) એ ગઈ સદીના ’40 – ‘50ના દાયકામાં મર્દાનગીભર્યા ધમાકેદાર સ્ટંટ શોટ્સ આપી તરીકે ભારતીય સિનેમાના રૂપેરી પડદે અમીટ છાપ છોડી.
* હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી નંદાનો મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં જન્મ (1939)
ફિલ્મ નિર્દેશક પિતા વિનાયક દામોદર કર્ણાટકી ઉર્ફે માસ્ટર વિનાયક મરાઠીનાં અવસાન બાદ તેઓએ સિને જગતમાં ‘બેબી નંદા’ તરીકે કર્યો
વી. શાંતારામના ભાણી નંદા 70'નાં દાયકામાં નૂૂૂતન બાદ સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી હતાં
* બાંગ્લાદેશમાં જન્મેલ અને બોલિવૂડ ફિલ્મોના સન્માનિત નિર્માતા - દિગ્દર્શક બિમલ રોયનું મુંબઈ ખાતે અવસાન (1966)
તેમનું 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 11 ફિલ્મફેર એવોર્ડ અને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
તેમની મધુમતી ફિલ્મને નવ ફિલ્મફેર એવોર્ડ મળ્યાનો રેકોર્ડ 37 વર્ષ અતુટ રહ્યો
* આધુનિક ખગોળશાસ્ત્રનાં પિતામહ તરીકે ઓળખાતા ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને તત્વચિંતક ગેલિલિયો ગેલિલીનુું અવસાન (1642)
* બંગાળી ફિલ્મોના અભિનેત્રી અને ટીએમસીના લોકસભામાં સાંસદ નૂસરત જહાંનો કોલકાતામાં જન્મ (1990)
* વડોદરામાં જન્મેલા અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી (12 ટેસ્ટ મેચ રમનાર) પદ્મનાભ ગોવિંદ જોશીનું અવસાન (1987)
* ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં રેકોર્ડ સ્થાપ્યો, તેમણે 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરી નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો (2022)
અગાઉ વર્ષ 2019માં પંજાબ ખાતે 23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં 5000 મીટર દોડ 13.54 મિનિટમાં અને 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા
* સતત છ દાયકા સુધી અભિનેતા તરીકે ફિલ્મ રેડિયો, સ્ટેજ અને ટીવીના અભિનેતા સઈદ જાફરીનો પંજાબમાં જન્મ (1929)
* ગુજરાત સરકારમાં મંત્રી હર્ષ સંઘવીનો સુરતમાં જન્મ (1985)
* ક્વૉન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષવાદના સંદર્ભમાં બ્રહ્માંડ વિશેની થિયરી રજૂ કરનારા પ્રથમ ભૌતિકશાસ્ત્રી - વિજ્ઞાની સ્ટિફન હોકિંગ્સનો ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં જન્મ (1942)
તેઓને માત્ર 22 વર્ષની ઉંમરે ચેતાતંત્રને લગતી એક જૂજ બીમારીને કારણે તેઓનું શરીર લકવાગ્રસ્ત થતા તે આજીવન વીલચેરને આધિન થઈ ગયાં અને વૉઇસ સિન્થસાઇઝર નામનાં સાધન વિના ભાગ્યે જ બોલી શકતા
* જ્ઞાનપીઠ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત નવલકથાકાર, બંગાળી લેખિકા અને કવિ આશાપૂર્ણાદેવીનો જન્મ (1909)
* પ્રસિદ્ધ સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’નાં સંસ્થાપકોમાંના એક કેશવચંદ્ર સેનનું અવસાન (1884)
* અસ્પૃશ્યતા નિવારણનાં કાર્યના સેવાવ્રતધારી અને પદ્મશ્રી’થી સન્માનિત પરીક્ષિતલાલ મજમુદારનો ભાવનગર જિલ્લાનાં પાલિતાણામાં જન્મ (1901)
* ફિલ્મ અને ટીવી અભિનેતા પંકજ બેરીનો હરિયાણા રાજ્યમાં જન્મ (1956)
* રિશી કપૂર, જયા પ્રદા, શશીકલા, ધીરજ કુમાર, ડો. શ્રીરામ લાગુ, ઓમશિવ પુરી, શક્તિ કપૂર, અરુણા ઈરાની, અસરાની અને વિજય અરોરા અભિનિત ફિલ્મ 'સરગમ' રિલીઝ થઈ (1979)
ડિરેક્શન : વિશ્વનાથ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
ફિલ્મફેર એવોર્ડમાં 'સરગમ' ને 'બેસ્ટ મ્યુઝિક' (લક્ષ્મીકાંત પ્યારેલાલ) નો એવોર્ડ મળ્યો હતો
'સરગમ' જયા પ્રદાની પહેલી હિન્દી ફિલ્મ હતી, મૂળ તેલુગુ ફિલ્મ 'સિરી સિરી મુવવા'માં પણ જયા પ્રદા જ હતી
બિનાકા ગીતમાલા1979ના વર્ષની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં 'ડફલીવાલે, ડફલી બજા' (લતા-રફી) 32માં નંબર ઉપર જ્યારે આજ ગીત 1980ના વર્ષની વાર્ષિક યાદીમાં વર્ષનું સૌથી લોકપ્રિય સરતાજ ગીત બન્યું હતું