શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનની આજે જન્મ જયંતી
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
Today- 26 NOVEMBER
આજે તા. 26 નવેમ્બર
શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનની આજે જન્મ જયંતી
વિશ્વનાં સૌથી મોટા ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામનાં આર્કિટેક્ટ અને શ્વેતક્રાંતિનાં પ્રણેતા - ઓપરેશન ફ્લડ (Operation Flood)ના જનક ડૉ. વર્ગીસ કુરિયનનો કેરળ રાજ્યનાં કાલીકટમાં જન્મ (1921)
તેઓ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)નાં સંસ્થાપક રહ્યા અને અમૂલ ફૂડની બ્રાન્ડને વિશ્વવિખ્યાત બનાવવામાં તેમનો સિંહફાળો છે,
ડૉ. કુરિયને આપેલા સહકારી ડેરી વિકાસનાં આણંદ મોડલને લીધે ભારતમાં શ્વેતક્રાંતિ થઈ અને ઓપરેશન ફ્લડ કાર્યક્રમના પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો, સામાજિક ઉદ્યોગસાહસિક વર્ગીસ કુરિયનના "બિલિયન-લિટર આઈડિયા"- ઓપરેશન ફ્લડએ ડેરી ફાર્મિંગને ભારતનો સૌથી મોટો સ્વ-નિર્ભર ઉદ્યોગ બનાવ્યો
ભારત સરકારનાં કૃષિ મંત્રાલયે કુરિયનને 13 મે, 1949નાં રોજ આણંદની જૂની સરકારી ક્રીમરી ખાતે આવેલી ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડેરી ઇજનેર તરીકે મોકલ્યાં હતાં, કુરિયન આણંદ છોડે એ પહેલાં જ ત્રિભુવનદાસ પટેલ તેમની પાસે આવ્યા અને જ્યાં સુધી કુરિયનને બીજી નોકરી ના મળે ત્યાં સુધી તેમણે મગાવેલાં મશીનોને કામ કરતાં કરી આપવાની ભલામણ કરી ને ત્રિભુવનદાન પટેલ અને વર્ગીસ કુરિયનનું આ જોડાણ આજીવન રહ્યું
ઈ.સ.1965માં અમૂલ પેટર્ન અત્યંત સફળ થતાં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના કરી અને ડૉ. કુરિયનની તેનાં ચેરમેનપદે નિમણુંક કરી અને ડૉ. કુરિયન ‘મિલ્ક મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતાં થયા
કુરિયને વર્ષ ઈ.સ.1973માં GCMMFને તેની ડેરી પ્રોડક્ટનાં વેચાણ માટે તૈયાર કર્યું, જે આજે ‘અમૂલ’ તેની બ્રાન્ડ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વેચી રહ્યું છે
‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’, ‘પદ્મ વિભૂષણ’, ‘રોમન મેગ્સેસે પુરસ્કાર’ ‘કૃષિરત્ન’થી સન્માનિત ડૉ. કુરિયન 15 યુનિવર્સિટીઓની ડૉક્ટેરેટની માનદ પદવી ધરાવતાં હતાં
ડૉ.વર્ગીસ કુરિયનનો જન્મ દિવસ 2014થી ‘National Milk Day’ તરીકે ઉજવાય છે
* નવમી લોકસભાની ચૂંટણીએ ભારતની સંસદીય લોકશાહીમાં એક નવા યુગની શરૂઆત કરનાર લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર રવિ રાયનો ઓરિસ્સાના પુરીમાં જન્મ (1926)
સહજ સાદગી અને પારદર્શક પ્રામાણિકતાથી સંપન્ન રવિ રાયએ તેમના ન્યાયી અને વિવેકપૂર્ણ વલણથી રાષ્ટ્રપતિ પદની પ્રતિષ્ઠા અને ગૌરવ વધાર્યું
કોઈપણ એક રાજકીય પક્ષ ગૃહમાં સંપૂર્ણ બહુમતી મેળવી શક્યો ન હતો અને આ રીતે ભારતીય સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત "હંગ પાર્લામેન્ટ"ની રચના થઈ અને આ અભૂતપૂર્વ રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં, લોકસભાના સભ્યોએ, પક્ષની લાગણીઓથી ઉપર ઉઠીને, સર્વાનુમતે રવિ રાયને નવમી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા
* શ્રી તુકોજીરાવ ત્રીજા હોલકર XIII બહાદુર GCIE મરાઠાઓના હોલકર વંશના ઇન્દોરના મહારાજાધિરાજા સર રાજ રાજેશ્વર સવાઈનો જન્મ (1890)
* પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય ભૌતિકશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની ડૉ. યશપાલનો પાકિસ્તાનમાં જન્મ (1926)
* આધુનિક એર કંડિશનરનો શોધક વિલિસ કેરિયરનો ન્યૂયોર્કમાં જન્મ (1876)
એર કંડિશનરની શોધમાં બેન્જામિન ફ્રેન્કલિન, જહોનકેડલી, માઈકલ ફેરાડે, જેમ્સ કેટિસન વગેરે વિજ્ઞાનીઓનો ફાળો છે, પરંતુ આજે ઉપયોગમાં લેવાય છે તેવાં આધુનિક એર કંડિશનરનાં શોધક વિલિસ કેરિયર હતાં, જેમણે ભેજ, તાપમાન, હવાની આવ-જા ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તેવું એર કંડિશનર વિકસાવેલું
એર કંડિશનિંગનો મૂળ સિદ્ધાંત બાષ્પીભવન દ્વારા ઠંડક મેળવવાનો છે. પાણીનું બાષ્પીભવન થઇ વરાળ બને ત્યારે તે આસપાસની ગરમીનું શોષણ કરી ઠંડક ઉત્પન્ન કરે છે
* લેખક, કવિ, ભાષાશાસ્ત્રી અને સંપાદક નાથુરામ 'પ્રેમી'નો મધ્ય પ્રદેશમાં જન્મ (1881)
નાથુરામએ સંસ્કૃત, બાંગ્લા, મરાઠી અને ગુજરાતી ભાષાઓનું સારું જ્ઞાન મેળવી મૂળ ગ્રંથોના પ્રકાશન સાથે, તેમણે ભારતીય ભાષાઓ, ખાસ કરીને બંગાળીના નામાંકિત લેખકોની કૃતિઓના અનુવાદો પ્રકાશિત કરીને હિન્દીનો ભંડાર ભરવાનું પ્રશંસનીય કાર્ય પાર પાડ્યું
* સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરનાર ભારતીય ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય ઈતિહાસકારોમાંના એક રામ શરણ શર્માનો બિહારના બેગુસરાયમાં જન્મ (1919)
જેમણે ‘ભારતીય ઈતિહાસ’ને રાજવંશીય વાર્તાઓમાંથી મુક્ત કરીને સામાજિક અને આર્થિક ઇતિહાસ લખવાની પ્રક્રિયા શરૂ કરી હતી
* મુંબઈની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરે મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ફાયરિંગનો બહાદુરીપૂર્વક સામનો કરતી વખતે શહીદ થયા (2008)
* પાંચમી લોકસભાના સૌથી યુવા સભ્યોમાંના એક અને બે વખત ભારતની સંસદ માટે ઝારખંડના ચતરા સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર અને રાજ્યસભામાં ચૂંટાયેલ શંકર દયાલ સિંઘનું અવસાન (1995)
* ભારતીય ભાષાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર સુનિતિ કુમાર ચેટર્જીનો જન્મ (1890)
* 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ'થી સન્માનિત હિન્દી ફિલ્મોના સિનેમેટોગ્રાફર - કેમેરામેન વીકે મૂર્તિ(વેંકટરામ પંડિત કૃષ્ણમૂર્તિ)નો કર્ણાટકના મૈસૂરમાં જન્મ (1923)
એ તેમના કેમેરાનો જાદુ હસતા હોઠની ઉદાસી, આંખો હેઠળના શ્યામ વર્તુળોની ભીનાશ, ગુલાબી શિયાળાની હૂંફ અને પુસ્તકોમાં છુપાયેલા અક્ષરોમાંથી નીકળતી પ્રેમની સુગંધને કેદ કરી શકતા હતા, જે હિન્દી સિનેમામાં કલા અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય અને પ્રકાશ અને પડછાયાના અનુપમ પ્રયોગોનું નામ રહ્યું અને તેઓ અભિનેતા-નિર્દેશક ગુરુ દત્તની ટીમ સાથે જોડાયેલા હતા અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોમાં તેણે લાઈટ અને કેમેરા વડે ચમત્કાર સર્જીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
* હિન્દી ફિલ્મ અભિનેતા, મોડલ, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ અર્જુન રામપાલનો જન્મ (1972)
* પંજાબી અને હિન્દી-ભાષાના સંગીત અને ફિલ્મો સાથે સંકળાયેલા ભારતીય ગાયક અને અભિનેતા જસદીપ સિંહ ગિલનો જન્મ (1988)
* દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી મીરા નંદનનો જન્મ (1990)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અનુપ્રિયા કપૂરનો જન્મ (1990)
* બંધારણ દિવસ (સંવિધાન દિવસ) *
વર્ષ 1949માં 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણના મુસદ્દાનો સ્વીકાર કરાયો, જે બંધારણે દેશના મૂળભૂત વહીવટી દસ્તાવેજ તરીકે ભારત સરકાર અધિનિયમ 1935નું સ્થાન લીધું અને ભારતનું પ્રભુત્વ ભારતનું પ્રજાસત્તાક બન્યું
ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવેલ બંધારણ તા. 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું, અને ભારત 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે
બંધારણીય સ્વતંત્રતાની ખાતરી આપવા માટે, તેના ઘડવૈયાઓએ કલમ 395માં બ્રિટિશ સંસદના અગાઉના કૃત્યોને રદ કર્યા હતા
ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે
બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતાં. 29 ઓગસ્ટ, 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ, ડ્રાફ્ટિંગ કમિટીનીનું નેતૃત્વ ડૉ. ભીમરાવ આંબેડકરે કર્યું હતું,
જવાહરલાલ નેહરુ, ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેંક એન્થોની, એચ.પી.મોદી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, કનૈયાલાલ મુનશી, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણસભાનાં સભ્યો હતાં. બંધારણસભાનાં અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતાં પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિનાં અધ્યક્ષ ડૉ.બી.આર.આંબેડકર હતાં
ભારતનું બંધારણ વિશ્વનું એકમાત્ર બંધારણ છે જે હસ્તલિખિત છે, બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી
* પાકિસ્તાનથી આવેલા 10 જેટલા આતંકવાદીઓએ મુંબઈ પર ગોળીબાર તથા બોબ્મ ફેકીને હુમલો કર્યો (2008)
હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબ દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ હુમલો પાકિસ્તાનની ISI ની સહાય દ્વારા કરવામાં આવ્યો હતો
જેમાં 9 હુમલાખોરો સહિત 174 લોકો માર્યા ગયાં એ મૃતકોમાં 29 વિદેશી નાગરિકો અને 15 પોલીસ અને બે એનએસજીનાં કમાન્ડો હતાં, અને 300થી વધુ ઘાયલ થયા