આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ
આજે તા. 21 સપ્ટેમ્બર
Today : 21 SEPTEMBER
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ
વિશ્વ શાંતિ દિવસ/આંતરરાષ્ટ્રિય શાંતિ (International day of peace)દિવસની શરૂઆત 1981માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પહેલીવાર 1982માં આંતરરાષ્ટ્રિય શાંતિ દિવસ મનાવવામાં આવ્યો હતો.
1982 થી 2001 સુધી આંતરરાષ્ટ્રિય શાંતિ દિવસ સપ્ટેમ્બર મહિનાના દર ત્રીજા મંગળવારે મનાવવામાં આવતો હતો. 2002માં યૂએને તેમાં પરિવર્તન લાવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રિય શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 2002 થી લઈને અત્યાર સુધી હવે દર વર્ષે 21 સપ્ટેમ્બરે વિશ્વ શાંતિ દિવસ મનાવવામાં આવેછે
* પદ્મશ્રી ને અર્જુન એવોર્ડથી સન્માનિત તથા PSA મહિલા રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય વ્યાવસાયિક સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ કાર્તિકનો કેરળ રાજ્યમાં જન્મ (1991)
* ધ હિન્દુના સંપાદક તરીકે સેવા આપી આજ સુધી અખબારના સૌથી લાંબા સમય સુધી (1965-91) સેવા આપનાર સંપાદક - પત્રકાર ગોપાલન કસ્તુરીનું અવસાન (2012)
* પદ્મવિભૂષણથી સન્માનિત અને ગુજરાતમાં ‘ઢેબરભાઈ’ તરીકે પસિદ્ધ થયેલા ઉચ્છંગરાય નવલશંકર ઢેબરનોજામનગર જિલ્લાનાં ગંગાજળા ગામમાં જન્મ (1895)
ઢેબરભાઈએ હાઇકોર્ટ ડિસ્ટ્રીકટ ર્પ્લીડરની અઘરી ગણાય તેવી પરીક્ષા પાસ કરી રાજકોટમાં વકીલાત શરુ કરી હતી
આઝાદી પછી રચાયેલાં સૌરાષ્ટ્રનાં નવા રાજ્યમાં 15 ફેબ્રુઆરી, 1948નાં રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા અને જમીન સુધારણા ધારો, મજુર કાયદાઓ, ગરાસદારી અને બારખલીની નાબુદી ઢેબરભાઈની દેન છે
"ગાયને જો ઘાસનાં બદલે કાગળ ખાવા પડે તો તેને હું મારી અધુરી વ્યવસ્થા ગણું છું"
"કોઈ સુંદર પુસ્તક હું જોઉં અને હું ખરીદી ન શકું ત્યારે મને લાગે છે કે હું ગરીબ છું."
* બોલિવૂડથી હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય સિનેમામાં સફળ સંક્રમણ કરનાર પ્રથમ અભિનેતાઓમાંના એક અને 400 થી વધુ ફિલ્મોમાં દેખાયેલ અભિનેતા ગુલશન ગ્રોવરનો જન્મ (1955)
* રાજશ્રી પ્રોડક્શનની સ્થાપના કરી ફિલ્મોનું નિર્માણ કરનાર હિન્દી ફિલ્મ નિર્માતા તારાચંદ બડજાત્યાનું અવસાન (1992)
* બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન(બેબો)નો મુંબઈમા જન્મ (1980)
જેમના પિતા રણધીર કપૂર, માતા બબીતા, બહેન કરિશ્મા અને પતિ સૈફ અલી ખાન લોકપ્રિય ફિલ્મ અભિનેતા છે
* આર્ક વેલ્ડીંગનાં શોધક બેનાર્ડોસ નિકોલસનું યુક્રેનમાં અવસાન (1905)
વિજ્ઞાન અને ટેકનોલોજીનાં અભ્યાસુ એવાં નિકોલસે ખેતીકામ માટે અનેક નવાં ઓજારોની શોધ કરેલ છે
* તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક, સંગીતકાર, ગાયક, ગીતકાર અને અભિનેતા સિંગિતમ શ્રીનિવાસ રાવનો જન્મ (1931)
* અવધનાં નવાબ અને વાજિદઅલી ઠુમરીનાં જન્મદાતા ગણાતા વાજિદઅલી શાહ (હઝરત ખાલિદ અબુલ મન્સુર નસીરુદ્દીન પાદશાહ..ઇ.. આદિલ)નું અવસાન (1887)
કવિ, નર્તક, સંગીતકાર જેવી અનેક ઓળખાણો ધરાવતાં વાજિદઅલીનાં સંરક્ષણથી અવધ, લખનૌમાં કલાઓનો ભવ્ય વિકાસ થયો હતોએ અને તેમના પત્ની બેગમ હઝરત મહલને 1857નાં સંગ્રામનાં મહાન સેનાપતિ તરીકે યાદ કરાય છે
* બોલિવૂડ, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા રિમી સેનનો જન્મ (1981)
તેણે બાળ અભિનેત્રી તરીકે બંગાળી ફિલ્મ 'દામુ' માં ડેબ્યુ કર્યું હતું
*વિશ્વ અલ્ઝાઇમર દિવસ