photo_1616410770227

આજે વિશ્વ જળ દિવસ

આજના દિવસની વિશેષતા

તા. 22 માર્ચ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)


આજે વિશ્ચ જળ દિવસ 

જળ જીવન

દર વર્ષે ૨૨ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે.

* ભારતના ટેબલ ટેનિસ ખેલાડી નયના જયસ્વાલનો હૈદરાબાદ ખાતે જન્મ (2000)
તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે પીએચ.ડી. માટે જોડાયા અને દાવો થયો કે તે પીએચ.ડી. કરતી દેશની સૌથી નાની વયની એ વિદ્યાર્થિની છે
નયનાની સિદ્ધિ જોઈ દેશ-વિદેશના લોકો એને મોટિવેશનનાં લેક્ચર માટે આમંત્રણ આપે છે

* સૌથી યુવા ગાયિકા કે જેના યુ ટ્યુબ ઉપર ૧ બિલિયન વ્યુ સૌથી ઓછા સમયમાં આવ્યાનો રેકોર્ડ ધરાવતા ગાયિકા ધ્વનિ ભાનુશાળીનો મુંબઈ ખાતે જન્મ (1998)

* તામિલ ફિલ્મોના મહાન અભિનેતા જેમિનિ ગણેશનનું ચેન્નઈ ખાતે અવસાન (2005)

* કેન્દ્રીય મંત્રી અને ઓરિસ્સાના સુંદરગઢથી લોકસભાના સાંસદ જુલ ઓરમનો જન્મ (1961)

* ગીતા પ્રેસના ટ્રસ્ટી રહેલા લેખક અને સંપાદક હનુમાન પ્રસાદ પોદારનું અવસાન (1971)

* આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંગનો ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે જન્મ (1972)

* મુંબઈ ખાતે જન્મ અને ભારત તથા પાકિસ્તાનની ફિલ્મોના ખૂબ લોકપ્રિય અને સફળ સંગીતકાર નિસાર બઝમીનું પાકિસ્તાન ખાતે અવસાન (2007)
એક સમયે લક્ષ્મીકાંત - પ્યારેલાલ તેમના ગૃપમાં ઈન્સટ્રૂરૂમેન્ટ વગાડતા હતા

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય આર્કિયોલૉજિસ્ટ ગુલામ યઝદાનીનો દિલ્હી ખાતે જન્મ (1885)

* ભારતના ક્રાંતિકારી સૂર્ય સેનનો બાંગ્લાદેશમાં જન્મ (1894)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા આદિત્ય સીલનો મુંબઈ ખાતે જન્મ (1988)

* કોરોના સામેની લડાઈમાં ભારતમાં "જનતા કર્ફ્યુ" (સ્વયંભૂ લોકડાઉન) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સૌ નાગરિકોએ સ્વીકાર્યું (2020)