tha-2_1651905540

આજે વિશ્વ થેલીસીમિયા દિન

આજ કલ ઓર આજ 

તા. 8 મે : 8 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ થેલીસીમિયા દિન

૮ મેને વિશ્વ થેલીસીમિયા દિન તરીકે પણ ઉજવણી કરાય છે. થેલીસીમિયાની બીમારી એ આનુવંશિક બીમારી છે. આ દીને થેલીસીમિયા ની બીમારી વિશે જાણકારી આપવામાં આવે છે

* આજે વિશ્વ રેડ ક્રોસ દિવસ 

* પ્રથમ સ્વિસ નોબેલ વિજેતા માનવતાવાદી, ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર હેનરી ડ્યુનાન્ટનો સ્વીટઝરલેન્ડમાં જન્મ (1828)
હેનરી રેડ ક્રોસના સ્વપ્નદ્રષ્ટા, પ્રમોટર અને સહ-સ્થાપક હતા અને 1901માં, તેમણે ફ્રેડરિક પાસી સાથે મળીને પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો હતો 

* ગુજરાતી લેખક અને કવિ ધ્રુવ ભટ્ટનો ભાવનગર જિલ્લમાં જન્મ (1947)
તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું
ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા
ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે અને તેમને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની નવલકથા સમુદ્રાન્તિકે (૧૯૯૩) અને નર્મદા નદીના કાંઠે આવેલા એક આદિવાસી ગામમાં કાર્યરત નાયક પર કેન્દ્રિત તત્ત્વમસી (૧૯૯૮) માટે ખ્યાતિ મળી

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (18 ટેસ્ટ અને 232 વનડે રમનાર) માઇકલ બેવનનો જન્મ (1970) 

* હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ફારુખાબાદ ઘરાનાના ભારતીય હાર્મોનિયમ અને તબલાવાદક પંડિત જ્ઞાન પ્રકાશ ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1909)

* પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત હાર્ટ સર્જન દેવી પ્રસાદ શેટ્ટીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1953) 

* યુએઈ ક્રિકેટ ટીમના ખેલાડી (2 વન ડે રમનાર) રિયાઝ પુનાવાલાનો ભારતમાં પુના ખાતે જન્મ (1961)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ભારતીય ફિલ્મ નિર્માતા મધુ મંતેનાનો હૈદરાબાદ ખાતે જન્મ (1975)
તેમના લગ્ન (2015-19) નીના ગુપ્તાના દીકરી મસાબા ગુપ્તા સાથે થયા હતા

* ન્યૂઝલેન્ડના ક્રિકેટ ખેલાડી (5 વન ડે રમનાર)
તરુણ નેથુલાનો ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1961)

* ભારતના લોકપ્રિય પૉપ ગાયક અને પ્લેબેક સિંગર રેમો ફરનાન્ડિઝનો ગોવાના પણજી ખાતે જન્મ (1953)

* બૉલીવુડ ફિલ્મોના ગાયિકા પ્રક્રિતી કક્કરનો દિલ્હી ખાતે જન્મ (1995)

* અમેરિકાની બેઝબોલ ટીમના પ્રોફેશનલ ખેલાડી રહેલ દિનેશ પટેલનો લખનૌ ખાતે જન્મ (1989)

* અમિતાભ બચ્ચન, શ્રીદેવી (ડબલ રોલ), નાગાર્જુન, શિલ્પા શિરોડકર, ડેની, કિરણ કુમાર અભિનિત ફિલ્મ 'ખુદાગવાહ' રિલીઝ થઈ (1992)
ડિરેક્શન : મુકુલ એસ. આનંદ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
અફઘાનિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ કે જે અમિતાભના મોટો પ્રશંશક હતા ને તેમણે 'ખુદાગવાહ' ના સમગ્ર યુનિટને 18 દિવસના શૂટિંગ માટે એરફોર્સ સુરક્ષા પૂરી પાડી હતી. નજીબુલ્લાહની બાદમાં તાલિબાનોએ અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. 'ખુદાગવાહ' નું શૂટિંગ અફઘાનિસ્તાનના કાબુલ અને મજાર એ શરીફ અને નેપાલમાં પણ થયું હતું. આ ફિલ્મ અફઘાનિસ્તાનના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મ છે.
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી- 1992માં 'ખુદાગવાહ' (1992) ફિલ્મના 'તું મુઝે કબુલ...' (લતા મંગેશકર-કવિતા કૃષ્ણમૂર્તિ-મો. અઝીઝ) ગીત 3જા નંબર ઉપર રહ્યું હતું.
'ખુદાગવાહ' (1992) ને 'બેસ્ટ ડિરેક્ટર' (મુકુલ એસ. આનંદ), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' (ડેની), 'બેસ્ટ એક્શન' (ટીનુ વર્મા) અને 'બેસ્ટ સાઉન્ડ' - એમ કુલ 4 ફિલ્મફેર એવોર્ડ એ વર્ષે મળ્યા હતાં. 'ખુદાગવાહ' 1992ના વર્ષની 'બેટા' અને 'દિવાના' ઉપરાંત ત્રીજી ફિલ્મ હતી, જેને 10 નોમિનેશન મળ્યા હતાં. 'ખુદાગવાહ' બોક્સઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 1992ના વર્ષની 'બેટા' અને 'દિવાના' પછી ત્રીજા નંબરની સુપરહિટ ફિલ્મ હતી.
વર્ષ 1988માં 'ખુદાગવાહ' અમિતાભ બચ્ચને સાઈન કરેલી છેલ્લી ફિલ્મ હતી, ત્યાર બાદ તેણે ફિલ્મો સાઈન કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેણે તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે ફક્ત તેની બાકી રહેલી ફિલ્મો જ પૂરી કરી રહયો હતો. 'ખુદાગવાહ' અમિતાભ બચ્ચનની છેલ્લી ફિલ્મ હતી, જે બાદ તેણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને 5 વર્ષ પછી 'મૃત્યુદાતા' (1997) સાથે પુનરાગમન કર્યું હતું.

>>>> જે પુસ્તક અથવા લખાણ માણસના બુનિયાદી પ્રશ્નો-જેવા કે જીવન, મૃત્યુ, પ્રેમ, સહઅસ્તિત્વ, સહકાર, સંઘર્ષની વાત કરે અને એ વાત આજે જેટલી પ્રાસંગિક હોય એટલી જ ભવિષ્યમાં પણ પ્રાસંગિક હોય ત્યારે તે શાશ્વત કહેવાય. જે પુસ્તક વાંચીને અલાસ્કાથી ઓસ્ટ્રેલિયા સુધીના માણસને એમ લાગે કે "આ તો મારી વાત છે" તેને સર્વકાલીન અને સર્વલૌકિક કહી શકાય. એટલે એક લેખક કેટલાં પુસ્તકો લખે તે અથવા એક માણસ કેટલાં પુસ્તકો વાંચે છે તે અગત્યનું નથી. અગત્યનું એ છે કે પુસ્તક તેને ઉત્તમ રીતે જીવવા માટે સજ્જ કરે છે કે નહીં.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)