આજે વિશ્વ ટીબી દિવસ
આજ કલ ઓર આજ
તા. 24 માર્ચ : 24 March
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે વિશ્વ ટીબી દિવસ
ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા ત્યારથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે
ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે
*
* બોલીવુડ ફિલ્મોના અભિનેતા ઈમરાન હાશ્મીનો આજે જન્મદિવસ
ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલીવુડ ફિલ્મોના અભિનેતા ઈમરાન હાશ્મીનો મુંબઈમાં જન્મ (1979)
તેમની યાદગાર ફિલ્મોમાં મર્ડર, ગેંગસ્ટર જન્નત, રાઝ, ધ ડર્ટી પિક્ચર, અઝહર વગેરે છે
* મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન બન્યા (1977)
આ સાથે દેશમાં પ્રથમ વખત બીન કોંગ્રેસી સરકાર બની અને મોરારજી દેસાઈએ ભારતના ચોથા વડા પ્રધાન તરીકે વર્ષ 1977-79 દરમિયાન સેવા આપી
* ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1971)
*
* ડબલ્યુડબલ્યુઈના પ્રોફેશનલ રેસલર અંડરટેકરનો અમેરીકામાં જન્મ (1965)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (પ વન-ડે અને 19 ટી - 20 રમનાર) કૃણાલ પંડ્યાનો અમદાવાદ ખાતે જન્મ (1991)
તેમના ભાઈ હાર્દિક પંડ્યા પણ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી છે
લખનઉની ટીમે તેમને 8.25 કરોડમાં ખરીદાયા છે
* બંગાળી ફિલ્મો અને હિંદી ફિલ્મોમાં સંગીત દિગ્દર્શક અને વાદ્યવૃંદ સંગીત રચનાઓના અદ્ભૂત સર્જક વી. બલસારાનુ અવસાન (2005)
*
* ભારતમાં ટીવી એડના લોકપ્રિય દિગ્દર્શક પ્રહલાદ કક્કડનો મુંબઈ ખાતે જન્મ (1950)
*
* હિન્દી ફિલ્મોના ગાયક પાપોન (અંગરાગ મહનતા)નો ગૌહાટી ખાતે જન્મ (1975)
* શશી કપૂર, ઝીન્નત અમાન, પદ્મિની કોલ્હાપુરે, એ.કે. હંગલ, કનૈયાલાલ, ડેવિડ, લીલા ચિટનીસ અભિનિત ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' રિલીઝ થઈ (1978)
નિર્દેશક : રાજ કપૂર
સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ
'સત્યમ શિવમ સુંદરમ'ની વાર્તા રાજ કપૂરની જ ફિલ્મ 'આગ' (1948)ને મળતી આવે છે પણ એમ મનાય છે કે આ ફિલ્મની પ્રેરણા રાજ કપૂરને લતા મંગેશકરને ધ્યાનમાં રાખીને મળી હતી.
'સત્યમ શિવમ સુંદરમ' 'ચંચલ શીતલ નિર્મલ કોમલ...' ગીત મુકેશે આર.કે. ફિલ્મ્સ માટે અંતિમ ગીત ગાયું, તેમજ કારકિર્દીનું પણ રેકર્ડ કરેલું અંતિમ ગીત હતું.
'વો ઓરત હૈ તુ મહેબૂબા...' ગીત રેકોર્ડ થતા પહેલા જ યુએસએ પ્રવાસમાં મુકેશનું નિધન થતાં તેમના પુત્ર નીતિન મુકેશના અવાજમાં તે ગીત રેકર્ડ કરવામાં આવ્યું.
કુલ 8 ગીતોમાંથી બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1987માં 'સત્યમ શિવમ સુંદરમ'નું ટાઇટલ ગીત 'ઈશ્વર સત્ય હૈ...' (લતા મંગેશકર) છઠ્ઠા નંબર ઉપર અને સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1978માં 'યશોમતી મૈયા સે બોલે નંદલાલા...' (લતા મંગેશકર-મન્ના ડે) ગીત 7માં નંબર ઉપર અને 'ચંચલ શીતલ નિર્મલ કોમલ...' (મુકેશ) ગીત 23માં નંબર ઉપર રહ્યા હતાં.
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'સત્યમ શિવમ સુંદરમ' ને કુલ 6 કેટેગરીઓમાં નોમિનેશન મળ્યા તે પૈકી 'બેસ્ટ મ્યુઝિક' (લક્ષ્મીકાંત પ્યારેલાલ) અને 'બેસ્ટ સિનેમેટોગ્રાફી' (રઘુ કરમાકર) એમ બે એવોર્ડ્સ મળ્યા હતાં.
>>>> સમય સાથેનો આપણો સંબંધ ઉંમર પ્રમાણે બદલાતો રહે છે. નાના હતા ત્યારે આપણો સમય ધીમો ચાલતો. ત્રણ મહિનાનું વેકેશન આપણને એક આખા જીવન જેવું લાગતું. વયસ્ક અને મોટી અવસ્થામાં આપણો સમય તેજ થઈ જતો. નોકરી-ધંધામાં એક દાયકો કેવી રીતે થઈ ગયો અથવા છોકરાં ક્યારે મોટાં થઈ ગયાં એ ખબર જ ના પડી. શિયાળો, ઉનાળો, ચોમાસું જાણે પલકવારમાં જતું રહેતું. આપણે જાતને કહેતા, "સમય ક્યાં જાય છે એ ખબર જ નથી પડતી".
સંકલન : વિજય ઠક્કર (આણંદ)