આજે વિશ્વ ઓઝોન દિવસ
આજે તા. 16 સપ્ટેમ્બર
Today : 16 SEPTEMBER
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે વિશ્વ ઓઝોન દિવસ
ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યનાં પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોનું શોષણ કરી, પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્રકિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓઝોન સ્તર પૃથ્વીને સૂર્યના કિરણના હાનિકારક ભાગથી સુરક્ષિત કરે છે. પરંતુ પ્રદૂષણ અને ઉધોગોમાં વિવિધ વાયુનાં ઉપયોગથી ઓઝોનનાં આ રક્ષણાત્મક પડમાં ગાબડાં પડી ગયાં છે
* ભારતરત્નથી સન્માનિત અને ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈનાં શિખરો પર પહોચડનાર કર્ણાટકી સંગીત ગાયિકા મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (એમ.એસ. સુબ્બુલક્ષ્મી)નો મદુરાઈમાં જન્મ (1916)
પોતાની કલાના માધ્યમથી સંગીત ક્ષેત્રે સર્વોચ્ચ શિખરો સર કર્યા અને રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર છે
સંયુક્ત રાષ્ટ્ર (UN) સામાન્ય સભા સમક્ષ (1966માં) સંગીત પ્રસ્તુત કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા
લતા મંગેશકરે તેમને ‘તપસ્વિની’ કહેલાં, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાઁને તેમને ‘સુસ્વરલક્ષ્મી’ કહ્યા છે, કિશોરી અમોનકરે તેમને ‘આઠવા સ્વર’ સપ્ત સૂરથી ઉપર આઠમો સૂર અને સરોજીની નાયડુએ ‘Nightingale of India’ થી નવાજયા હતાં
તેઓ પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, સંગીતા કલાનિધિ, કાલિદાસ સન્માન, રાષ્ટ્રીય એકતા માટે ‘ઇંદિરા ગાંધી એવોર્ડ’થી સન્માનિત થયાં હતાં
* અમેરિકન ગાયક, ગીતકાર અને અભિનેતા (નિકોલસ જેરી જોનાસ) નિક જ્હોન્સનો જન્મ (1992)
જોનાસે સાત વર્ષની ઉંમરે બ્રોડવે પર અભિનય કરવાનું શરૂ કર્યું, અને 2002માં તેની પ્રથમ સિંગલ રિલીઝ કરી; આનાથી કોલંબિયા રેકોર્ડ્સનું ધ્યાન ખેંચાયું, જ્યાં જોનાસે તેના મોટા ભાઈઓ કેવિન અને જો સાથે એક બેન્ડ બનાવ્યું, જે જોનાસ બ્રધર્સ તરીકે ઓળખાય છે
તેમના લગ્ન 2018માં ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે થયા છે
* રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગુજરાતનાં અગ્રણી સાહિત્યકાર અને બહુમુખી સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ (1911)
રવીન્દ્રનાથ ટાગોર શ્રીધરાણીની પ્રતિભાથી ઘણાં પ્રભાવિત થયાં અને એમણે સલાહ આપેલી કે 'પશ્વિમમાં જાઓ અને ગાંધીની વાત સમજાવો.’ તેઓ અમેરિકા અને ન્યુયોર્ક ગયાં. અગ્રણી વિદેશી સામયિકોમાં તેમની કલમ અવારનવાર ચમક્યાં કરતી, કૃષ્ણલાલ ભારત પાછા ફર્યા અને દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું. થોડો સમય જવાહરલાલ નહેરુ સાથે ખાસ ફરજ પરનાં અધિકારી તરીકે હતાં
શ્રીધરાણીએ પત્રકાર તરીકે અમૃતબઝારપત્રિકા, ન્યુયોર્ક ટાઈમ્સ, કરન્ટ હિસ્ટરી, સેટરડે રીવ્યુ ઓ લિટરેચર, ન્યુયોર્ક હેરાલ્ડ ટ્રીબ્યુન, ટોકિયો શીમ્બુન અને વોઈસ ઑફ ઇન્ડિયા જેવા સામયિકો દ્રારા પત્રકારત્વમાં ખેડાણ કર્યું અને તેમની ‘ઇનસાઇડ દિલ્હી’ સાપ્તાહિક કોલમ ઘણી લોકપ્રિય બની હતી
* ભારતનાં ઉત્તરાખંડ રાજ્યનાં અલમોરામાં જન્મેલ અને મેલેરિયા અને મચ્છરનાં સંબંધના શોધક રોનાલ્ડ રોસનું અવસાન (1932)
બ્રિટીશ ડૉ.સર રોનાલ્ડ રોસે સંશોધનમાં સ્પષ્ટ કર્યું કે માણસોમાં મેલેરિયા જેવાં રોગ માદા મચ્છર દ્વારા ફેલાય છે, અને આ શોધ બદલ ઈ.સ.1902માં તેમને મેડિસીનનું નોબેલ ઈનામ એનાયત થયું હતું
* પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને રાજ્યસભાના સંસદ સભ્ય (પલાનીપ્પન) પી. ચિદમ્બરમનો જન્મ (1945)
* ભારતીય સિનેમાના પ્રખ્યાત ગીતકાર, સંવેદનશીલ લેખક અને જાહેરાત જગતમાં ‘એડવર્ટાઈઝિંગ ગુરુ’ માર્કેટર પ્રસૂન જોશીનો ઉત્તરાખંડના અલ્મોડામાં જન્મ (1971)
આ સાથે તેઓ એશિયા ખંડમાં ક્રિએટિવ ડિરેક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે અને ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ કંપની ‘McAnn Ericsson’ના એક્ઝિક્યુટિવ ચેરમેન છે
સુપરહિટ ફિલ્મ 'તારે જમીન પર'ના ગીત 'મા' માટે તેને 'નેશનલ એવોર્ડ' પણ મળ્યો છે
* સત્યમ કોમ્પ્યુટર સર્વિસીસના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ બાયરાજુ રામલિંગા રાજુનો જન્મ (1954)
* બંગાળી હિન્દુસ્તાની ક્લાસિકલ સિતાર વાદક સંજોય બંદોપાધ્યાયનો જન્મ (1954)
* મલયાલમ લેખક, સાહિત્યિક વિવેચક અને શિક્ષણશાસ્ત્રી મુંડાનાટ લીલાવતીનો જન્મ (1927)
* દક્ષિણ ભારતીય મૂવી અભિનેત્રી રોજા રામાણીનો જન્મ (1959)
* ફિલ્મ નિર્માતા, લેખક અને દિગ્દર્શક કુશન નંદીનો જન્મ (1972)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ ગૌરી પ્રધાન તેજવાણીનો જન્મ (1977)
* મલેશિયા દેશનો સ્થાપના દિન *
ફેડરેશન ઑફ મલયનાં ઉત્તરી બોર્નેયો, સારાવાક અને સિંગાપુર આ ત્રણેય પ્રદેશને ભેગા કરીને નવા દેશ તરીકે મલેશિયાને આજનાં દિવસે સ્વતંત્ર દેશ તરીકે તા. 16 સપ્ટેમ્બર, 1963ના રોજ સ્વીકૃતિ મળી