IMG_20240608_071843

આજે વિશ્વ મહાસાગર દિવસ

આજ કલ ઓર આજ 

તા. 8 જૂન : 8 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ મહાસાગર દિવસ 

દર વર્ષની તારીખ જૂન 8ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે, જેની શરૂઆત ઈ. સ. 2009ના વર્ષથી કરાયેલ છે.
વર્ષ 2008માં યુએન સંઘે તેને માન્યતા આપી હતી.

આજે વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે  

* આમ આદમી પાર્ટીના જાણીતા રાજકારણી અને દિલ્હી વિધાનસભાના સભ્ય આતિશી (આતિશી માર્લેના સિંગ)નો દિલ્હી ખાતે જન્મ (1981)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો મુંબઈમાં જન્મ (1957)
તેણીએ 14 વર્ષની ઉંમરે પ્રથમ રાજ કપૂરની 'બોબી' ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી હતી
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સાગર (ફિલ્મફેર એવોર્ડ), રૂદાલી, ઝખ્મી શેર, એતબાર, અર્જુન, જાંબાઝ, કાશ, ક્રાંતિવીર, દિલ ચાહતા હે, દબંગ વગેરે છે 
તેમના લગ્ન સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે 1975માં થયા હતા 

* પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત, સૌથી લોકપ્રિય ભારતીય ઉર્દૂ અને હિન્દી નાટ્યકારોમાંના એક થિયેટર દિગ્દર્શક, કવિ અને અભિનેતા હબીબ તનવીરનું ભોપાલ ખાતે અવસાન (2009)

* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (61 ટેસ્ટ અને 3 વનડે રમનાર) ઓલરાઉન્ડર, કેપ્ટ્ન એડમિનિસ્ટ્રેટર અને કોમેન્ટેટર રે ઇલિંગવર્થનો જન્મ (1932)
જેમણે ઇંગ્લેન્ડને સ્થિર અને સફળ સમયગાળા તરફ દોરી, ઘણી વખત તેમના મેન-મેનેજમેન્ટ માટે પ્રશંસા કરવામાં આવી હતી.

* બૉલીવુડ અભિનેત્રી, બિઝનેસવુમન અને મોડલ શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો મેંગલુરું ખાતે જન્મ (1975)
તેણે ફિલ્મ 'બાઝીગર'થી ડેબ્યૂ કર્યું હતું અને તે પછીની નોંધપાત્ર ફિલ્મોમાં ધડકન, મે ખિલાડી તુ અનાડી, લાઈફ ઇન મેટ્રો, ફિર મિલેંગે, પરદેશી બાબુ, હથકડી વગેરે છે 
છે.

* ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, કવિ, લેખક, શિક્ષક, પત્રકાર અને ખેડૂત કૈયર કિન્હાન્ના રાયનો કેરાલા રાજ્યમાં જન્મ (1915)

* હિન્દી ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર નાથ (મલહોત્રા)નો મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1931)

* પ્રખ્યાત ભારતીય ફિલસૂફ સ્વામી પાર્થસારથીનો ચેન્નાઇ ખાતે જન્મ (1927)

* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત તેલુગુ અને હિન્દી સિનેમામાં ફિલ્મ પત્રકાર, દિગ્દર્શક અને નિર્માતા કે.પી. આત્મા (કોટય્યા પ્રત્યાગાત્મા)નું હૈદરાબાદ ખાતે અવસાન (2001)

* પંજાબી અને હિન્દી ફિલ્મો સાથે વેબ સિરીઝના અભિનેતા
* જગજીતનો જન્મ (1991) 

* હિન્દી ટીવી અભિનેતા રણદીપ રાયનો જન્મ (1993)
*
જેણે 2014 માં ચેનલ Vની 'ઓ ગુજરિયા: બદલે ચલ દુનિયા' માં કબીર સિંધિયાની ભૂમિકા ભજવીને તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેઓ સોની ટીવીના ‘યે ઉન દિન કી બાત હૈ’ માં સમીર મહેશ્વરીના પાત્ર માટે જાણીતા છે

>>>> નૈતિકતાના પતનનાં મુખ્ય કારણોમાં હરીફાઈની વૃતિમાં વધારો, ભણતરમાંથી ગણતરનું ગાયબ થઈ જવું, સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું તૂટવું, ભ્રષ્ટાચારનું નોર્મલ થઈ જવું અને રાજકારણનું અપરાધીકરણ. સમૃદ્ધ થવાને બદલે સંપતિનું પ્રદર્શન કરવાની વૃત્તિમાં વધારો થયો, કળા-સાહિત્ય સર્જનાત્મક બનવાને બદલે સનસનીખેજ બની ગયું, ગરીબો અને અમીરો વચ્ચે ખાઈ વધતી ગઈ. આ સમસ્યાઓનું મૂળ શિક્ષણ, ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો અને વિકાસનું આયાતી મૂડીવાદી મોડેલ છે. એ દિશામાં નક્કર અને સૂઝબૂઝથી કામ થાય તો, સમાજનું અધ: પતન અટકાવી શકાય.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)