આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન
આજે તા. 10 ઓક્ટોબર
Today : 10 OCTOBER
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન
"વિશ્વ આરોગ્ય સંસ્થા" તેમજ "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ"ના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૨ થી દર વર્ષે ૧૦-ઓક્ટોબર ના દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.
* પદ્મશ્રી, ફિલ્મફેર એવોર્ડ તથા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત અને બહુમુખી પ્રતિભા સાથે હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે જાણીતા અભિનેત્રી રેખા (ભાનુરેખા ગણેશન)નો (મદ્રાસ) ચેન્નાઇ ખાતે જન્મ (1954)
રેખાએ બાળ કલાકાર તરીકે 1966માં તેલુગુ ફિલ્મ 'રંગુલા રતલામ'થી તેની કારકિર્દીની શરૂઆત કરી 180 જેટલી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં ઉમરાવજાન, ઉત્સવ, ખુબસુરત, ખૂન ભરી માંગ, ખિલાડીઓ કા ખિલાડી, જુદાઈ, ઘર, જીવનધારા, મુઝે ઇન્સાફ ચાહીએ, કોઈ મિલ ગયા, ક્રિશ, જાંબાઝ, સંસાર, બીવી હો તો એસી છે
અમિતાભ બચ્ચન સાથે રેખાએ કરેલ ફિલ્મોમાં નમક હરામ, ખૂન પસીના, ગંગા કી સૌગંધ, મુકકદર કા સિકંદર, મી. નટવરલાલ, સુહાગ, રામ બલરામ અને સિલસિલા છે
* પદ્મવિભૂષણથી સન્માનિત ભારતમાં સૌથી લોકપ્રિય નવલકથાકારો પૈકીના એક આર.કે.નારાયણ (રસીપુરમ કૃષ્ણસ્વામી ઐયર નારાયણસ્વામી)નો (મદ્રાસ) ચેન્નાઇ ખાતે જન્મ (1906)
એમની લેખનશૈલી સરળ અને સહજ તથા હાસ્ય, રમૂજથી ભરપૂર છે. જેમાં વ્યંગ ને કટાક્ષ પણ છે. તેમાં ભારતમાં પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મિલનનો જે સંક્રાંતિકાળ હતો એને સુપેરે દર્શાવ્યો છે, એમની વાર્તાઓમાં માનવીય સંવેદનાઓ જોવા મળે છે અને આર.કે.નારાયણની ‘માલગુડી ડેયઝ’ વાર્તા ખુબ પ્રખ્યાત છે
આર.કે. નારાયણને ‘ગાઈડ’ માટે 1958માં સાહિત્ય એકેડેમીનો એવોર્ડ, 1986 થી 1992 દરમ્યાન રાજ્યસભાનાં સભ્યપદે રહ્યાં
* પદ્મશ્રીથી સન્માનિત ભારતના પ્રખ્યાત હોકી ખેલાડીઓમાંના એક બલબીર સિંહનો જન્મ (1924)
ત્રણ વખત 1948, 1952 અને 1956માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના મહત્વના સભ્ય હતા
* હિન્દી 'જાગરણ' પ્રકાશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રહેલ ભારતીય ઉદ્યોગપતિ નરેન્દ્ર મોહનનો જન્મ (1934)
* મહાન ગાંધીવાદી કર્મશીલ બબલભાઈ પ્રાણજીવન મહેતાનો સૌરાષ્ટ્રમાં સાયલા (ભગતના) ગામમાં જન્મ (1910)
બબલભાઈ દરરોજ 2 કલાક સફાઈ પ્રવુતિ માટે આપતા હતાં. તેમનાં જેવો સફાઈને સમર્પિત સેવક મળવાં મુશ્કેલ છે. લોકસેવક બબલભાઈનાં પગલા જ્યાંજ્યાં પડ્યાં ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો અને પોતાની પ્રવુતિનાં કેન્દ્ર તરીકે બૃહદ ખેડા જીલ્લાના થામણા ગામને પસંદ કર્યું હતું ‘મારું ગામડું’, ‘મહારાજ થયા પહેલા’, ‘ભીંતચિત્રો દ્રારા લોકશિક્ષણ’, ‘રવિશંકર મહારાજ’, ‘ભૂદાન અને સર્વોદય’, ‘જીવન સૌરભ’, ‘સફાઈમાં ખુદાઈ’, ‘સર્વોદયની વાતો’-5 ભાગમાં અને આત્મકથા ‘મારી જીવનકથા’ જેવાં પુસ્તકો તેઓએ લખ્યા છે
બબલભાઈ ગુજરાતભરમાં પૂ.રવિશંકર મહારાજ સાથે પગપાળા ફર્યા અને હજારો એકર જમીન ભૂદાન યજ્ઞ સ્વરૂપે પ્રાપ્ત કરી અને જરૂરિયાતવાળા પરિવારોને વહેંચી
* ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત અને મૂંગી ફિલ્મોના યુગથી શરૂઆત કરી બોલચાલની ફિલ્મોના યુગની શરૂઆતમાં, 1930ના દાયકાની સૌથી લોકપ્રિય અને ટોચની અભિનેત્રી સુલોચના (રૂબી મેયર્સ)નું અવસાન (1983)
* સુપરમેનનાં પાત્રથી જાણીતા અને લોકપ્રિય અભિનેતા ક્રિસ્ટોફર રીવનું અવસાન (2004)
રીવે ‘એ મેટર ઑફ ગ્રેવિટી’ (1976)માં પદાર્પણ કર્યું અને 1978માં ‘સુપરમેન’ માટે લગભગ 200 જેટલાં કલાકારોમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી
* હિન્દુસ્તાની ક્લાસિકલ શૈલીમાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સરસ્વતી રાણેનું અવસાન (2006)
* હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા ગુરુ દત્ત (વસંત કુમાર શિવશંકર પાદુકોણ)નું મુંબઈમાં અવસાન (1964)
દત્તની તેમની કલાત્મકતા અને ખાસ કરીને ક્લોઝ-અપ શોટ્સ, લાઇટિંગ અને મેલેન્કોલિયાના નિરૂપણના તેમના ઉપયોગ માટે ખાસ પ્રશંસા કરવામાં આવે છે
* રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જન્મેલા પ્રખ્યાત ગઝલ અને ભજન ગાયક, સંગીતકાર અને ગઝલસમ્રાટ કહેવાયેલ જગજીત સિંઘ (જગમોહન સિંહ ધીમાન)નું અવસાન (2011)
તેમણે સ્ટેજ પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ભારતીય શાસ્ત્રીય કલા સ્વરૂપમાં ગઝલના પુનરુત્થાન માટે શ્રેય આપ્યો
* બાહુબલી જેવી ભવ્ય અને યાદગાર ફિલ્મ બનાવનાર ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને સ્ટંટ કોરિયોગ્રાફર એસ. એસ. રાજામૌલીનો જન્મ (1973)
* બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય વકીલ, કાર્યકર અને રાજકારણી બદરુદ્દીન તૈયબજીનો જન્મ (1844)
* ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્ય શ્રીપાદ અમૃત ડાંગેનો જન્મ (1899)
* તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ રકુલ પ્રીત સિંહનો જન્મ (1990)
* ભારતીય ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા, હાસ્ય કલાકાર અને વાડેવિલિયન કુમાર વલાવદાસ પલ્લાનાનું અવસાન (2013)