20220810_091740

આજે વિશ્વ સિંહ દિવસ

આજે :10 ઓગસ્ટ

વિશ્વ સિંહ દિવસ 

Today : 10 AUGUST  

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

*  ‘ભારત રત્ન’ દ્રારા સન્માનિત ભારતનાં ચોથા રાષ્ટ્રપતિ (1969-1974) વી.વી.ગીરી (વરાહગીરી વેંકટગીરી)નો ઓડિશામાં જન્મ (1894)
અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેવા છતાં વિજેતા બનનારા વી.વી.ગીરી એકમાત્ર રાષ્ટ્રપતિ છે  
સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં તેઓ શ્રમ મંત્રી હતાં અને ઉત્તરપ્રદેશ, કેરળ અને કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ તરીકે તેમણે કામગીરી બજાવી હતી
તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે 13મી મે 1967ના રોજ ચૂંટાયાં બાદ 1969ની 3જી મેએ રાષ્ટ્રપતિ ઝાકીર હુસેનનું અચાનક અવસાન થતા વરાહગીરી વેંકટગીરીએ તે જ દિવસે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં હતાં

* ભારત છોડો આંદોલનમાં ભાગ લેતા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે અંગ્રેજોની બંદૂકની ગોળી સામી છાતીએ ઝીલી ૧૮ વર્ષની વયે શહીદી વાહોરનાર વિનોદ કિનારીવાલાનું અમદાવાદ ખાતે અવસાન (1942)

* ચંબલનાં કોતરોમાંથી સંસદ સુધી પહોંચનારાં 'બેન્ડિટ ક્વીન' ફૂલનદેવીનો ઉત્તરપ્રદેશમાં જન્મ (1963)
ફૂલન દેવીએ 1983માં આત્મસમર્પણ કર્યું અને 1994 સુધી જેલમાં રહ્યાં
તેમના જીવન પર શેખર કપૂરે 'બેન્ડિટ ક્વીન' નામે ફિલ્મ બનાવી 1994માં હતી
તેઓ 1996માં 11મી લોકસભા માટે મિર્ઝાપુરથી સાંસદ તરીકે ચૂંટાયાં બાદ 2001માં તેમની હત્યા થઇ હતી 

* અવકાશી સંશોધનોમાં ગ્રહો, તારા અને ધૂમકેતુઓનો ખુબ ઊંડો અભ્યાસ કરવામાં અને  સંશોધનોમાં વિશ્વભરમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર ભારતીય ખગોળશાસ્ત્રી ડૉ.મનાલી કે. વેણુ બાપ્પુનો ચેન્નઈમાં જન્મ (1927)
તેમણે અન્ય સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને 1949માં એક નવો ધૂમકેતુ શોધી કાઢ્યો, તે ધૂમકેતુ ‘બાપ્પુ-બોક-ક્રિક’ ધૂમકેતુનાં નામે ઓળખાય છે
પદ્મભૂષણ’થી સન્માનિત વેણુ બાપ્પુએ તારાઓનાં રંગ અને ઉષ્ણતામાન વચ્ચે સંબંધ હોવાનું શોધી કાઢ્યું, જે શોધ વિત્સન-બાપ્પુ ઈફેક્ટ તરીકે વિખ્યાત થયેલી

* ભારતીય શાસ્ત્રીય સંગીતનાં સમર્થ અને સંવેદનશીલ ગાયક - આચાર્ય અને વકીલ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો મુંબઈમાં જન્મ (1860)
એક વકીલે ભારતનાં શાસ્ત્રીય સંગીતને જીવંત રાખવા માટેનાં અથાગ પ્રયત્નો શરૂ કર્યા અને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થિત, વર્ગીકૃત અને સંગૃહીત કરવાનો પહેલો આધુનિક પ્રયાસ પંડિત વિષ્ણુનારાયણે કર્યો હતો

* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગીત અને સંગીતકાર પંડિત રઘુનાથ પાણિગ્રાહીનો ઓડિશામાં જન્મ (1932)

* ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને બે વખત ઝારખંડના સીએમ તરીકે સેવા આપનાર હેમંત સોરેનનો જન્મ (1975)

* અર્જુન એવોર્ડથી સન્માનિત અને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ -2019માં બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી બી. સાઈ પ્રણિતનો જન્મ (1992)

* ‘ગ્રાન્ડમાસ્ટર’નું બિરુદ હાંસલ કરનાર 4થા સૌથી યુવા વ્યક્તિ રમેશબાબુ પ્રજ્ઞાનન્ધાનો જન્મ (2005)
આ અગાઉ સેર્ગેઈ કર્જાકિન, ગુકેશ ડી અને જાવોખિર સિન્દારોવ સૌથી યુવા 'ગ્રાન્ડમાસ્ટર’ બન્યા હતા 

* વિશ્વનાં પહેલા પ્રવાહી બળતણથી ચાલતાં રોકેટનાં નિર્માણનો શ્રેય મેળવનાર અમેરિકન પ્રોફેસર, સંશોધક અને ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ગોડાર્ડનું અવસાન (1945)
1926 થી 1941નાં સમયગાળા દરમિયાન ગોડાર્ડ અને તેમની ટીમે 34 જેટલાં રોકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરવાની સિદ્ધિ માટે તેમને ‘ફાધર ઑફ મૉર્ડન રોકેટરી’નાં ઉપનામથી નવાજવામાં આવ્યા હતાં
ગોડાર્ડનાં નામે બોલાતી 214 પેટન્ટમાંથી મલ્ટિસ્ટેજ રોકેટ ડિઝાઇન અને લિક્વિડ ફ્યુઅલ રોકેટ ડિઝાઇનની શોધને હવાઇ ઉડ્ડયન ક્ષેત્રમાં માઈલસ્ટોન માનવામાં આવે છે