આજે વિશ્વ માનવ અધિકાર દિન
આજ કલ ઓર આજ
તા. 10 ડિસેમ્બર 10 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે વિશ્વ માનવ અધિકાર દિન
આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે,
10 ડિસેમ્બર, 1948 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ માનવ અધિકાર ઘોષણાપત્ર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી. જોકે સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત 1950માં કરવામાં આવી હતી. એસેમ્બલીએ આ દિવસે 'આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ' ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા, ત્યારબાદ એસેમ્બલીએ ઠરાવ 423 (V) પસાર કર્યો અને આ દિવસની ઉજવણી કરવા માટે તમામ દેશો અને સંબંધિત સંસ્થાઓને નોટિસ જાહેર કરી. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં કરાઇ . ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી, પરંતુ 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી. પરંતુ માનવ અધિકાર દિવસ માટે 10 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
* ફિલિપિન્સના પત્રકાર મારિયા રેસા તથા રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવને શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા (2021)
* ભારતનાં સ્વતંત્રતાસેનાની, રાજપુરુષ, લેખક, વકીલ અને 'ભારત રત્ન’ સી.રાજગોપાલાચારીનો જન્મ (1878)
* ગુજરાતનાં પ્રખ્યાત ઈતિહાસકાર-પુરાતત્વવિદ્દ હસમુખ ધીરજલાલ સાંકળિયાનો મુંબઈમાં જન્મ (1908)
ગુજરાત ઈતિહાસ પરિષદનાં પ્રમુખ,
રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત અનેક રીતે તેમનું સન્માન થયું હતું
ઈ.સ.1974માં ‘પદ્મ ભૂષણ’થી તેઓ સન્માનિત થયાં હતાં
* બોલીવુડ અભિનેતા અશોકકુમારનું અવસાન (2001)
મુળ નામ કુમુદલાલ ગાંગુલી અને ચાહકો તેમને પછીથી ‘દાદામુની’ના નામથી બોલાવતા
ઈ.સ.1962માં ‘પદ્મશ્રી’ અને ઈ.સ.1999માં ‘પદ્મ ભૂષણ’થી અને ઈ.સ.1988માં તેમને ‘દાદાસાહેબ ફાળકે’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
* ડાયનામાઈટની શોધ કરનાર અને જેમની સ્મૃતિમાં દર વર્ષે નોબેલ પારિતોષિક એનાયત થાય છે તે આલ્ફ્રેડ બનાર્ડ નોબેલનું અવસાન (1896)
* ‘પદ્મ ભૂષણ’ અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ઈતિહાસકાર - પુરાતત્વવિદ્દ તથા ગુજરાત ઈતિહાસ પરિષદનાં પૂર્વ પ્રમુખ હસમુખ ધીરજલાલ સાંકળિયાનો મુંબઈમાં જન્મ (1908)
* બોલીવુડ અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો બરેલી ખાતે જન્મ (1960)
* ગૂગલ સર્ચ એન્જિન સાથે વર્ષ 2021માં સૌથી વધુ સર્ચ થયેલ ભારતીય સેલિબ્રિટીમાં ઓલમ્પિક મેડલ વિજેતા નિરજ ચોપરા પહેલા નંબરે રહ્યા, બીજી ક્રમે આર્યન ખાન, (3) શહેનશાહ ગિલ, (4) રાજ કુન્દરા, (5) ઈલોન મસ્ક, (6) વિકી કૌશલ, (7) પીવી સંધુ, ( બજરંગ પુનિયા, (9) સુશીલ કુમાર, (10) નતાશા દલાલ
* ગૂગલ સર્ચ એન્જિન સાથે વર્ષ 2021માં સૌથી વધુ સર્ચ થયેલ ભારતીય ફિલ્મોમાં (1) જય ભીમ - તામિલ, (2) શેરશાહ, (3) રાધે, (4) બેલ બોટમ, (5) એન્ટરલ્સ - અંગ્રેજી, (6) માસ્ટર - તામિલ, (7) સૂર્યવંશી, ( ગોડઝીલા વિ. કિંગ - અંગ્રેજી, (9) દ્રશ્યમ 2 (10) ભુજ
* વર્ષ 2021માં 'ટ્વિટર' ઉપર સૌથી વધુ 'લાઈક' મળ્યા હોય તેવા ટ્વિટમાં નંબર (1) વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ પોતાના પરિવારમાં દિકરી જન્મની વાત લખી તે છે, સરકારી વિભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં મેળવેલ ઐતિહાસિક જીત માટે આપેલા કોન્ગરેચુલેશન, બિઝનેસ કેટેગરીમાં એર ઈન્ડિયા ફરી ટાટા પરિવારને મળવા માટે અનુભવેલ ખુશીની વાત, મનોરંજન વિભાગમાં સૌથી વધુ રિટ્વિટ અભિનેતા વિજયે પોતાની બિસ્ટ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો, સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ ઈમોઝી નમસ્તે કરતા બે હાથનું ચિત્ર નંબર વન ઉપર રહ્યું