IMG_20240612_071219

આજે વિશ્વ બાળમજૂરી વિરોધ દિન

આજ કલ ઓર આજ 

તા. 12 જૂન : 12 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ બાળમજૂરી વિરોધ દિન 

વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથીવિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનુંનક્કી કરવામાં આવ્યું  હતું

* આજ તકના સિનિયર ન્યુઝ એડિટર અને એન્કર અંજના ઓમ કશ્યપનો રાંચીમા જન્મ (1975)
તેમણે કેરિયરની શરૂઆત દૂરદર્શન સાથે કર્યા બાદ ઝી ન્યુઝ અને ન્યુઝ 24 માટે પણ કામ કર્યું છે

* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ ખેલાડી સબા અંજુમ કરીમનો છત્તીસગઢ રાજ્યમાં જન્મ (1985)

* નિવૃત આઈઆરએસઈ અધિકારી, સિવિલ એન્જીનીયર અને મેટ્રોમેન તરીકે પ્રખ્યાત ઈ.શ્રીધરન (ઈલાતુવલ્લાપીલ શ્રીધરન)નો કેરળ રાજ્યમાં જન્મ (1932)
ભારતમાં મેટ્રોરેલ પ્રોજેક્ટને સફળતા આપવામાં શ્રીધરનને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે
તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (2001) અને પદ્મવિભૂષણ (2008) તેમજ ફ્રાન્સ સરકાર દ્વારા ‘નાઈટ ઑફ ધ લિજિયન ઑફ ઓનર’ (વર્ષ 2005)નાં સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં

* કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર સિંહ તોમરનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1957)

* અમેરિકાના 41માં રાષ્ટ્રપતિ (1989-93) જ્યોર્જ એચ. ડબલ્યું બુશનો જન્મ (1924)

* ભારતના ક્રિકેટ ખેલાડી (6 વનડે રમનાર) રાજીન્દરસિંગ બેદીનો જલંધર ખાતે જન્મ (1960) 

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (124 ટેસ્ટ અને 233 વનડે રમનાર) જાવેદ મિયાદાદનો જન્મ (1957)
તે 6 ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર વિશ્વના પ્રથમ ક્રિકેટ ખેલાડી અને સતત 9 ઇનિંગમાં 50+ સ્કોર નોંધાવવાનો કીર્તિમાન તેમની સાથે જોડાયેલા છે
મિયાંદાદે પાકિસ્તાન તરફે જે રેકોર્ડ પ્રથમ બનાવ્યા તેમાં 124 ટેસ્ટમાં 52.57ની એવરેજથી 8,832 રન બનાવ્યા હતા, તેમની સરેરાશ ક્યારેય 50-માર્કથી નીચે આવી ન હતી, તેનો 6 બેવડી સદીનો એક અન્ય પાકિસ્તાની રેકોર્ડ છે, તેમણે પોતાની ડેબ્યુ ટેસ્ટ અને તેની 100મી ટેસ્ટ બંનેમાં સદી ફટકારી હતી 

* ભારતના ફૂટબોલ ખેલાડી અને કોચ સંતોષ કશ્યપનો દિલ્હી ખાતે જન્મ (1966)

* હિન્દી (મેરા નામ જોકર) સહિત ભારતીય ભાષાની ફિલ્મોના અભિનેત્રી અને પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મિનીનો કેરળ રાજ્યમાં જન્મ (1932)

* યહૂદી વારસાની જર્મન-ડચ ડાયરીસ્ટ અને હોલોકોસ્ટના સૌથી વધુ ચર્ચિત યહૂદી પીડિતોમાંથી એક એન. ફ્રેન્ક (એનીલીસ મેરી ફ્રેન્ક)નો જર્મનીમાં જન્મ (1929)
જર્મનીમાં હિટલરની આપખુદશાહીના ભોગ બનેલા યહૂદીઓમાં એન ફ્રેન્ક નામની તરુણી પોતાની ડાયરી 'ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ' વિશ્વના સૌથી વધુ લોકપ્રિય પુસ્તકોમાં સમાવેશ પામે છે 

* મરાઠી થિયેટર અને ફિલ્મ અભિનેતા ભાલચંદ્ર કદમનો મુંબઈમાં જન્મ (1972)

* ડાન્સ ઇન્ડિયા ડાન્સ 1ના વિજેતા ડાન્સર અને ટીવી સ્ટાર સલમાન યુસુફ ખાનનો બેંગલુરું ખાતે જન્મ (1985)

* કેરીમિનાટી તરીકે લોકપ્રિય ભારતીય યુટ્યુબર અને સ્ટ્રીમર અજે નાગરનો ફરીદાબાદમાં જન્મ (1999)

* મહાત્મા ગાંધીની હત્યાના કાવતરાખોરોમાંના એક, નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ ગોડસેનો પુના ખાતે જન્મ (1919)

* બારડોલી દિન * 
બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સવિનય આજ્ઞાભંગ અને બળવાનો મુખ્ય એપિસોડ બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો

>>>> પ્રેઝન્ટ બાયસ એટલે મોટાભાગે આપણે એ જ વસ્તુને હોંશે હોંશે કરીએ છીએ જેનો ફાયદો વર્તમાનમાં અથવા તાત્કાલિક મળવાનો હોય. દાખલા તરીકે, સિગારેટ પીવાની મજા તાત્કાલિક છે, અને તેનું નુકસાન ભવિષ્યમાં છે. એટલે આપણે એવું મન મનાવીએ છીએ ભવિષ્યની બીકમાં વર્તમાનની મજા કેમ જતી કરવી? એ જ રીતે, અત્યારે કસરત કરું તો વજન ભવિષ્યમાં ઉતરશે, પણ શરીરમાં પીડા તો વર્તમાનમાં થાય છે, એટલે આપણે નિયમિત કસરત કરી શકતા નથી.
એનો એક ઉપાય મજામાં વિલંબ કરવાનો છે. મતલબ કે તમને જો ચાર વાગે સિગારેટની તલપ લાગી હોય, તો તરત પીવાને બદલે અડધા કે એક કલાક પછી પીવી. એવી રીતે, અડધો કલાક કસરત કરવાથી દુઃખતું હોય, તો પંદર મિનિટ કસરત કરવી.
કોઈપણ નવી આદત કેળવવા કે કોઈ આદતને છોડવા માટેનો આ શ્રેષ્ઠ રસ્તો છે. શરૂઆત નાના પાયે કરવી અને પછી એમાં સમય અને શ્રમ ઉમેરતા જવું. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)