World-Cancer-Day-2

આજે વર્લ્ડ કેન્સર ડે

આજ કલ ઓર આજ 

તા. 4 ફેબ્રુઆરી : 4 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વર્લ્ડ કેન્સર ડે

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તેની પાછળનો હેતુ લોકોમાં આ જીવલેણ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.કેન્સર પોતે જ એક ગંભીર રોગ છે. કેન્સર ગમે તે પ્રકારનું હોય, તે મનુષ્ય માટે જોખમી છે. પરંતુ જો તમે કેન્સરને તેના પહેલા સ્ટેજમાં પણ શોધી કાઢો તો થોડા દિવસો માટે તમારું જીવન બચાવી શકાય છે.

* કેનેડાની સંસદના સભ્ય અને મંત્રી કમલપ્રિત ખેરાનો દિલ્હી ખાતે જન્મ (1989)

* 'પદ્મશ્રી'થી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (42 ટેસ્ટ મેચ રમનાર) પંકજ રોયનું અવસાન (2001)
તેમણે વિનોદ માંકડ સાથે રેકોર્ડ 413 રનની ભાગીદારી નોંધાવી હતી
તેઓ ફૂટબોલ પણ સમાંતર રમતા હતા
ભારતની પ્રથમ ટેસ્ટ વિક્ટરીમાં તેમની યાદગાર ભૂમિકા રહી છે 

* ‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’, ‘પદ્મ વિભૂષણ’ અને ‘ભારત રત્ન’થી સન્માનિત હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાનાં ભારતીય ગાયક ભીમસેન જોશીનો કર્ણાટક રાજયમાં જન્મ (1922)

* વડોદરા ખાતે જન્મ અને ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (2 ટેસ્ટ) મનોહર શંકર હાર્દિકરનું અવસાન (1995)
તેમના નેતૃત્વમાં ટીમ સતત રણજી ટ્રોફી જીતતી રહી હતી 
પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર રમતા 85 રન કરી ભારતની ટીમને જીત અપાવી હતી 

* સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતમાં કથક નૃત્યના લખનૌ કાલકા-બિન્દાદિન ઘરાનાના ઘડવૈયા અને કથ્થકનો પર્યાય બનેલ બિરજુ મહારાજ (બ્રિજમોહન નાથ મિશ્રા)નો જન્મ (1938)
તેમના પિતા કથક ઘાતાક જગન્નાથ મહારાજ લખનૌ ઘરાનાના અચ્છન મહારાજ તરીકે જાણીતા હતા અને રાયગઢ રજવાડામાં દરબારી નૃત્યાંગના તરીકે સેવા આપી હતી
બિરજુ મહારાજે સત્યજિત રેની "શતરંજ કે ખિલાડી" ફિલ્મમાં બે નૃત્ય સિક્વન્સ માટે સંગીત આપ્યું અને ગાયું, 'દેવદાસ' (2002)માં 'કાહે છેડે મોહે...' કોરિયોગ્રાફ કર્યું
તેમનુ ઉન્નઈ કાનાથુ (વિશ્વરૂપમ) માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી અને 'મોહે રંગ દો લાલ...' (બાજીરાવ મસ્તાની) માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટેના ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે 

* રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે. સી. વેણુગોપાલનો કેરાલા રાજ્યમાં જન્મ (1963)

* અમેરિકા રહેતા અને જાઝ મ્યુઝિકના લોકપ્રિય ગાયિકા, અભિનેત્રી અને મોડેલ આશા પુતલીનો મુંબઈ ખાતે જન્મ (1945)
તે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના હોમસાયન્સ વિભાગના વિદ્યાર્થી રહ્યા છે 

* પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત ભરત નાટ્યમના ડાન્સર પદમા સુબ્રમણ્યમનો ચેન્નઈ ખાતે જન્મ (1943)

* ભારત- અમેરિકાના માનવશાત્રી, વૈશ્વિકરણ અભ્યાસમાં સિધ્ધાંતવાદી અને અમેરિકાની યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અર્જૂન અપ્પાદુરાઈનો મુંબઈ ખાતે જન્મ (1949)

* બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડી (50 ટેસ્ટ, 200 વન ડે અને 113 ટી -20 રમનાર) મહમ્દુલ્લાનો જન્મ (1986)
બોલર તરીકે કારકીર્દી શરૂ થઈ અને લોકપ્રિયતા મળી બેટ્સમેન તરીકે 
બાંગ્લાદેશ ટીમના ૭ નંબર પર રમતા ખેલાડીઓ પૈકી સૌથી વધુ (73) રન બનાવવાનો કિર્તિમાન તેમણે બનાવ્યો છે 
ક્રિકેટ વર્લ્ડ કપ (2015)માં બાંગ્લાદેશ તરફથી સદી ફટકારવાનો રેકોર્ડ પહેલી વખત તેમણે બનાવ્યો અને વર્લ્ડ કપની સતત બે મેચમાં બે સદી ફટકારવાનો કિર્તિમાન પણ તેમણે બનાવ્યો

* હિન્દી અને ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો મુંબઈ ખાતે જન્મ (1974)
'માસૂમ' સહિત અનેક હિન્દી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો છે
નરસિંમહા, રંગીલા, જુદાઈ, સત્યા વગેરે તેમની યાદગાર ફિલ્મો છે 

* ઈન્ડિયન આઈડોલ (2006) જીતનાર ગાયક સંદિપ આચાર્યનો બિકાનેર ખાતે જન્મ (1984)

* ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ (1995-96) હરિશચંદ્ર પટેલનો અમદાવાદ ખાતે જન્મ (1928)
તેમના પુત્ર એડવોકેટ વિજય પટેલ ગાંધીનગર લોકસભા બેઠક પરથી સુપરસ્ટાર રાજેશ ખન્ના ને હરાવી (1996) સાંસદ તરીકે ચૂંટાયા હતા 

* આર્યલેન્ડ દેશની ક્રિકેટ ટીમના ખેલાડી સીમરનજીત સિંગનો ભારતના પંજાબ રાજ્યમાં જન્મ (1987)

* અમેરિકાની સરકાર દ્વારા 'ધ ફસ્ટ લેડી ઓફ સિવિલ રાઈટસ' તરીકે જેમનું સન્માન કરવામાં આવ્યું છે તે રોઝા પાર્કસનો અમેરિકામાં જન્મ (1913)

* યુનિકસ ઓપરેટિંગ સિસ્ટમના શોધક કેન થોમસનનો અમેરિકામાં જન્મ (1943)

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ) રાકેશચંદ્ર શુકલાનો ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે જન્મ (1948)

* અભિનેતા ભગવાન દાદાનું મુંબઈ ખાતે અવસાન (2002)

* બોલિવૂડ અભિનેતા વરુણ શર્માનો જલંધર ખાતે જન્મ (1990)

* અનિલ કપૂર, માધુરી દીક્ષિત, નમ્રતા શિરોડકર, ઓમ પુરી, ડેની, કુલભુષણ ખરબંદા, શિવાજી સાટમ, રોહિણી હટંગડી, ફરીદા જલાલ, ગિરીશ કર્નાડ, ગોવિંદ નામદેવ અભિનિત ફિલ્મ 'પુકાર' રિલીઝ થઈ (2000)
ડિરેક્શન : રાજકુમાર સંતોષી
સંગીત : એ.આર. રહેમાન
લતા મંગેશકરે 50 વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહ્યા પછી પહેલીવાર 'પુકાર' (2000)માં ક્લાઈમેક્સમાં દેખાઈ પોતાનું ગીત ગાયું હતું. જે લતાજીની આટલી જ્વલંત કારકિર્દીમાં એકમાત્ર બનાવ છે
માધુરીએ 1999 માં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી માધુરી દીક્ષિતની પહેલી ફિલ્મ 'પુકાર' (2000) હતી
નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'પુકાર' (2000) માટે 'બેસ્ટ એક્ટર' (અનિલ કપૂર) અને રાષ્ટ્રીય એકતા માટેનો 'બેસ્ટ ફિલ્મ'નો નરગીસ દત્ત એવોર્ડ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને મળ્યો હતો. 'પુકાર' ના અભિનય બદલ અનિલ કપૂરને બેસ્ટ એક્ટર તરીકે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો એકમાત્ર નેશનલ એવોર્ડ મળ્યો હતો

* અજય દેવગણ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી, ગુલશન ગ્રોવર, પરેશ રાવલ, પ્રમોદ માઉથો, હિમાની શિવપુરી, રીમા લાગુ, સઈદ જાફરી, અનિલ ધવન અને એ.કે. હંગલ અભિનિત ફિલ્મ 'દિલવાલે' રિલીઝ થઈ (1994)
ડિરેક્શન : હેરી બાવેજા
સંગીત : નદીમ શ્રવણ
'દિલવાલે' (1994) માટે પહેલાં દિવ્યા ભારતીને સાઈન કરવામાં આવી હતી. પણ તેનું આકસ્મિક નિધન થતાં રવિના ટંડનને લેવામાં આવી હતી
'દિલવાલે' (1994) ડાયલોગોની ઓડિયો કેસેટ પણ બહાર પાડવામાં આવી હતી

* ફેસમાસ તરીકે 28-10-2003 એ શરુ કર્યાં બાદ આજના દિવસથી તેનું નામ બદલીને ફેસબુક રાખવામાં આવ્યું (2004)