આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો કેમ ઉજવવામાં આવે છે..?
આજના દિવસની વિશેષતા
આજે તા. 9 જાન્યુઆરી 23
Today : 9 January 23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આજે પ્રવાસી ભારતીય દિવસ
ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીના દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિનની ઉજવણી માટે નવમી જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ જ દિવસે વર્ષ 1915માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતના સ્વાતંત્ર્ય જંગમાં મહાત્મા ગાંધીના આગમનના દિવસ તરીકે ગણવામાં આવે છે.
* ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ આગેવાન માધવસિંહ સોલંકીનું ગાંધીનગર ખાતે અવસાન (2021)
તેઓ ત્રણ વખત 1976-77, 1980-85 અને 1989-90 ના સમયગાળા માટે સીએમ પદ પર હતા
* ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત ભારતીય પર્યાવરણવાદી અને વૃક્ષોને કપાતા બચાવવાનું ચિપકો આંદોલન - ચળવળનાં નેતા સુંદરલાલ બહુગુણાનો જન્મ (1927)
* કેન્દ્રીય મંત્રી એસ જયશંકર નો દિલ્હી ખાતે જન્મ (1955)
* અપદ્યાગદ્ય કે ડોલનશૈલીનાં જનક ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું અમદાવાદમાં અવસાન (1946)
* બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક અને પદ્મશ્રી થી સન્માનિત મહેન્દ્ર કપૂરનો અમૃતસરમાં જન્મ (1934)
* અમેરિકાનાં 37માં રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ નિક્સનનો કેલિફોર્નિયામાં જન્મ (1913)
રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા નિક્સન ઈ.સ.1969 થી 1974 સુધી અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત રહ્યાં અને ઉપપ્રમુખ અને પ્રમુખ એમ બંને પદ માટે ચૂંટાયાં હોય તેવા પહેલાં વ્યક્તિ હતાં
* ભારતીય દોડવીર હિમા દાસનો આસામ રાજ્યમાં (2000)
ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હિમા દાસે 400 મીટરની દોડની ટ્રેક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારે ભારતને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન આપવનારી સૌપ્રથમ ભારતીય બની
* અભિનેત્રી અને ભારતીય સિનેમાના પહેલા સ્ટંટવુમન અને "ફિયરલેસ" નાદિયાનું મુંબઈમાં અવસાન (1996)
* બોલિવૂડ ફિલ્મોના કોરિયોગ્રાફર, નિર્માત્રી, દિગ્દર્શક ફરહા ખાનનો મુંબઈ ખાતે જન્મ (1965)
* નેધરલેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી વિક્રમજીત સિંહ નો પંજાબમાં જન્મ (2003)
* ભારતમાં જન્મેલા અને અમેરિકા સ્થાયી થયેલાં, ફિઝિયોલોજી અને બાયોલોજીનાં ક્ષેત્રમાં જાણીતા અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત વૈજ્ઞાનિક ડૉ. હરગોવિંદ ખુરાનાનો જન્મ (1922)
* પત્રકાર, શાયર અને હિન્દી ફિલ્મોના ગીતકાર કમર જલાલાબાદી (મૂળનામ ઓમ પ્રકાશ ભંડારી)નું અવસાન
* ‘પદ્મ વિભૂષણ’થી તેઓ સન્માનિત ભારતીય કાયદાશાસ્ત્રી અને યુનાઇટેડ નેશન્સ ‘આંતરરાષ્ટ્રીય કાયદા પંચ’નાં (1952-66) સભ્ય રાધાબિનોદ પાલનું અવસાન (1967)
* બોલિવૂડ નિર્માતા, દિગ્દર્શક,
અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરનો મુંબઈ ખાતે જન્મ (1974)
* "ટીવી9 ગુજરાતી" ન્યૂઝ ચેનલનો આરંભ (2008)
* ગુજરાતી ગાયિકા ફોરમ શાહનો જન્મ