legal-services-day-is-celebrated-on-9th-november-768x403

આજે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે તા. 9 નવેમ્બર

Today : 9 NOVEMBER 


આજે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ 

દર વર્ષે ૦૯ નવેમ્બરનાં રોજ ભારતમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ઊજવવામાં આવે છે..
 સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ ૧૯૯૫ માં મહિલા, બાળકો, વિકલાંગો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગો (OBC) અને કુદરતી આફતોનો ભોગ બનેલાં લોકોને સરળતાથી કાનૂની મદદ મળે તે હેતુથી “લીગલ સર્વિસેસ ઓથોરિટીઝ એક્ટ” – ૦૯ નવેમ્બર , ૧૯૯૫ નાં રોજ પસાર કરવામાં આવ્યો હતો.
 આ દિવસની ઉજવણી દેશનાં તમામ રાજ્યોનાં પાટનગર ખાતે કરવામાં આવે છે.
આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ કાયદા અને બંધારણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

* મહાત્માનાં આધ્યાત્મિક ગુરૂ અને આત્મજ્યોતિનાં અજવાળે ધર્મનો પ્રકાશ પાથરનાર શ્રીમદ્ રાજચંદ્ર (લક્ષ્મીનંદન રવજીભાઈ)નો (કાર્તકી પૂર્ણિમાએ) મોરબીનાં વવાણીયા બંદર ગામમાં જન્મ (1867)
તેમનામાં જન્મજાત મહાનતા હતી. સાત વર્ષની વયે રાજચંદ્રને શાળામાં બેસાડ્યાં અને સાત વર્ષનો શૈક્ષણિક અભ્યાસ માત્ર બે વર્ષમાં પૂર્ણ કર્યો. તેમની નોંધપાત્ર બુદ્ધિ ઉપરાંત, તેમને સર્જનાત્મક સ્વયંભૂતા, કાવ્યાત્મક અને વકતૃત્વનાં પરાક્રમથી સૌ કોઈ પ્રભાવિત થયાં હતાં
‘હિંદના હીરા’નું બિરુદ મેળવનાર શ્રીમદ્જી પોતાનાં નિર્મળ અતીન્દ્રિય જ્ઞાનથી ભાવિમાં બનનારી ઘટનાઓનાં એંધાણ મેળવી શકતાં હતાં, શરીરનાં અંગોનું અવલોકન કરીને પણ જ્યોતિષ જોઈ શકતાં હતાં અને વિશ્વમાં તેમનાં જ્ઞાન અને કરુણાનાં તેજની અનુભૂતિ અનુભવાય છે, કેટલાય યુગમાં ન થાય તેટલું કામ તેઓ માત્ર 33 વર્ષમાં કરી ગયાં 

​* ભારતનાં 10માં રાષ્ટ્રપતિ અને 9માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર કોચરિલ રમણ નારાયણન (કે.આર. નારાયણન)નું અવસાન (2005)
ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનનાર કે.આર. નારાયણન કેરળના ઓટ્ટાપલમથી તેઓ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં અને કેન્દ્રીય મંત્રી રહ્યા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી હતી
તેઓ 1997 થી 2002 દરમ્યાન રાષ્ટ્રપતિ પદ પર અને તા. 27 ઑક્ટોબર, 1992 થી 24 જુલાઈ, 1997 સુધી ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યાં હતાં

* ‘ભારત રત્ન’થી સન્માનિત અને સ્ત્રીઓના હક્ક અને કેળવણી માટે મહત્વના કાર્યો કરનાર સમાજ સુધારક મહર્ષિ કર્વે (ધોન્ડો કેશવ કર્વે)નું પુણેમાં અવસાન (1962)

* પદ્મ ભૂષણથી સન્માનિત ન્યાયશાસ્ત્રી, સંસદસભ્ય, વિદ્વાન, લેખક અને રાજદ્વારી લક્ષ્મી મલ સિંઘવીનો જન્મ (1931)
વી.કે. કૃષ્ણ મેનન પછી, તેઓ યુકેમાં ભારત માટે બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા હાઈ કમિશનર હતા

* ક્લાસિકલ કથક ડાન્સર, કલાકાર, કોરિયોગ્રાફર, સંગીતકાર અને શિક્ષક ચિત્રેશ દાસનો જન્મ (1944)

* રાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલ અને  રણજી ટ્રોફીમાં મુંબઈ અને IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા ક્રિકેટર પૃથ્વી પંકજ શોનો જન્મ (1999)

* બૌદ્ધ ફિલસૂફીના વિદ્વાન સર ગંગાનાથ ઝા સંસ્કૃતનું અવસાન (1941)

* મૈથિલી લેખક, ડૉક્ટર અને સૈન્યના સભ્ય બિનોદ બિહારી વર્માનું અવસાન (2003)

* ભારતીય અમેરિકન બાયોકેમિસ્ટ હર ગોવિંદ ખોરાનાનું અવસાન (2011)
જેમણે માર્શલ ડબલ્યુ. નિરેનબર્ગ સાથે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે 1968 નોબેલ પુરસ્કાર શેર કર્યો હતો

* ભારતનાં વનસ્પતિ અને ભ્રૂણવિજ્ઞાનમાં સંગીન યોગદાન આપનારા વનસ્પતિશાસ્ત્રી ડૉ. પંચાનન મહેશ્વરીનો રાજસ્થાનનાં જયપુરમાં જન્મ (1904)

* હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓમાં અભિનેતા પંકજ ધીરનો જન્મ (1956) 

* ભાંગડાના રાજકુમાર તરીકે ઓળખાતા ગાયક સુખબીર સિંહનો જન્મ (1969)

* રિયાલિટી ટીવી શૉ બિગ બોસ 2008માં સ્પર્ધક અભિનેત્રી અને કલાકાર પાયલ રોહતગીનો જન્મ (1984)

*  હિન્દી ફિલ્મ અભિનેતા અને અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનનો જન્મ (1990) 

* કન્નડ ભાષાની ફિલ્મો અને ટીવીમાં અભિનેતા, પટકથા લેખક, દિગ્દર્શક અને નિર્માતા શંકર નાગરકટ્ટેનો જન્મ (1954)

* અવિભાજિત ભારતનાં પ્રસિદ્ધ કવિ, નેતા, દાર્શનિક અને પાકિસ્તાનની રચનાનો સૌપ્રથમ વિચાર આપનાર મહંમદ ઇકબાલનો પાકિસ્તાનનાં સિયાલકોટમાં જન્મ (1877)
તેમની ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ (તરાના-ઈ-હિન્દોસ્તા) રચના બંગ-ઈ-દારાનો ભાગ છે
‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા
હમ બુલબુલેં હૈ ઉસકી વો ગુલસિતાં હમારા.’

* જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ  ભારતસંઘની શરણાગતિ સ્વીકારી અને જૂનાગઢ ભારતસંઘ સાથે જોડાયું (1947)
ભુટ્ટો પોતે વિમાનમાર્ગે કરાંચી નાસી ગયા, તે જ દિવસે ભારતીય સેના જૂનાગઢમાં પ્રવેશી અને ઉપરકોટનાં કિલ્લાની ઉપર તિરંગો લહેરાવ્યો
ભારત સરકારે અહીં લોકમત લીધો, જેમાં 99 ટકા લોકોએ ભારતમાં જોડાવા માટે મત આપ્યો હતો