આજે રાષ્ટ્રીય કિસાન દિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા.૨૩ ડિસેમ્બર
Today - 23 December
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આજે રાષ્ટ્રીય કિસાન દિવસ
ભારતના તત્કાલીન વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીએ લેન્ડ એબલિશન એકટ ખતમ કરી દેશનાં લાખો કિસાનોને થતાં અન્યાય સામે ન્યાય આપવા સહિતના તેમના અનેક ખેડૂતલક્ષી નિર્ણયને યાદ કરી તેમનાં જન્મ દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામા આવે છે
* ‘ભારતનાં ખેડૂતોના ચેમ્પિયન’ તરીકે ઓળખાયેલ ભારતનાં પૂર્વ વડાપ્રધાન (28 જુલાઈ, 1979 થી 14 જાન્યુઆરી, 1980) ચૌધરી ચરણસિંહનો ઉત્તરપ્રદેશનાં મેરઠ જિલ્લાનાં નૂરપુરમાં જન્મ (1902)
* ભારતનાં પૂર્વ વડાપ્રધાન (21 જૂન, 1991 થી 16 મે, 1996) પી. વી. નરસિંમ્હા રાવનું અવસાન (1902)
* હાથમાંથી ઝડપથી વધુ પ્રમાણમાં સુતર બનાવી શકાય તેવાં મશીનની પોતાની શોધખોળોનાં પાયા પર કારખાના અને મિલો સ્થાપી વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિનાં પિતાનું બિરુદ મેળવનાર ઔધોગિક ક્રાંતિનાં પ્રણેતા અને સ્પિનિંગ મિલનાં શોધક રિચાર્ડ આર્કરાઈટનો ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીનાં પ્રિસ્ટન ખાતે જન્મ (1932)
* ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરનો બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સાથે આરંભ થયો (2004)
* પ્રખર રાજનીતિજ્ઞ રાસબિહારી જગબંધુ ઘોષનો પશ્ચિમ બંગાળનાં બુરવાનમાં જન્મ (1845)
* સૌથી વધુ (357) ડિઝાઇનર હાજર રહ્યાનો વિશ્ચ કિર્તિમાન ચેન્નઈ ખાતે ડ્રીમઝોન સ્કૂલ ઓફ ક્રિયેટીવ સ્ટુડિયો દ્વારા આયોજીત ફેશન શૉના કાર્યક્રમમાં રચાયો (2018)