Screenshot_11-1

આજે રાષ્ટ્રીય ઊર્જા બચત દિવસ

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
તા. 14 ડિસેમ્બર 14 December

આજે રાષ્ટ્રીય ઊર્જા બચત દિવસ 

ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા અને ઊર્જા દક્ષતા અને સંરક્ષણમાં રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

* આજે વિશ્વ વાંદરા દિવસ * 

* હિન્દી ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને બોલીવુડનાં શોમેન રાજકપૂરનો જન્મ (1924)
રાજ કપૂરને અભિનય વારસામાં મળ્યો હતો, તેમના પિતા પૃથ્વીરાજ તેમના સમયના પ્રખ્યાત થિયેટર કલાકાર અને ફિલ્મ અભિનેતા હતા
11 વખત ફિલ્મફેર એવોર્ડ, ત્રણ વાર નેશનલ પુરસ્કાર, પદ્મભૂષણ (1971), દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (1987)થી તેમને પુરસ્કૃત કરાયા છે
તેઓ ભારત, મધ્ય પૂર્વ, અગાઉના સોવિયેત સંઘ અને ચીનમાં પણ અત્યંત લોકપ્રિય છે, રાજ કપૂર એ હિન્દી સિનેમા જગતનું એક એવું નામ છે, જે છેલ્લા આઠ દાયકાથી ફિલ્મી આકાશ પર ચમકી રહ્યું છે અને આવનારા ઘણા દાયકાઓ સુધી તેને ભૂલવામાં નહીં આવે, એ રાજ કપૂરની ફિલ્મોની ઓળખ તેમની આંખોની નિર્દોષતા રહી છે

* ભારત સહિત વિશ્વભરમાં યોગને લોકપ્રિય બનાવનાર યોગગુરૂ બી.કે.એસ. અયંગરનો કર્ણાટકના બેલ્લારુ ખાતે જન્મ (1918)
તેઓએ યોગ ને કસરત તરીકે વિકસાવી જે "અયંગર યોગા" તરીકે ઓળખાય છે 
ભારત સરકાર દ્વારા તમનું પદ્મશ્રી (1991), પદ્મભૂષણ (2002) અને પદ્મ વિભૂષણ (2004)થી સન્માન કરવામાં આવ્યું છે

* ભારતના ટેનિસ ખેલાડી, કોમેન્ટેટર અને અભિનેતા વિજય અમૃતરાજનો ચેન્નઈ ખાતે જન્મ (1953)

* ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીત સિંઘ સેખોં ભારત-પાકિસ્તાનનાં યુદ્ધ દરમિયાન શહીદ થયા (1971)
પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરાયા

* હિંદી ફિલ્મોના દિગ્દર્શક, અને પેરેલલ સિનેમાના સ્થાપક તરીકે ઓળખાતા શ્યામ બેનેગલનો તેલંગાણાના તિરુમાલાગીરી ખાતે જન્મ (1974)
તેમને 8 નેશનલ એવોર્ડ, દાદા સાહેબ ફાળકે સન્માન (2005), પદ્મશ્રી (1976), પદ્મભૂષણ (1991) અને ફિલ્મફેર એવોર્ડ (1980) સન્માન મળેલ છે

* હિંદી ફિલ્મોના ગીતકાર અને કવિ શૈલેન્દ્રનું અવસાન (1966)

* ઈન્દીરા ગાંધીના પુત્ર અને રાજકીય આગેવાન સંજય ગાંધીનો જન્મ (1946)
ભારતમાં ઈમરજન્સી દરમિયાન તેમની ભૂમિકા ખૂબ જ વિવાદાસ્પદ રહી અને નાની ઉંમરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું
ભાજપના સાંસદ રહેલ મેનકા ગાંધી સંજય ગાંધીના પત્ની છે અને બીજેપી સાંસદ વરુણ ગાંધી સંજય ગાંધીના પુત્ર છે

* લેસરનાં શોધક નિકોલાય ગેનેડિએવિય બાસોવનો રશિયાનાં ઉસ્માન શહેરમાં જન્મ (1922)

* સાઉથની ફિલ્મોના અભિનેતા, નિર્માતા તથા 'બાહુબલી' ફિલ્મથી વધુ લોકપ્રિય બનેલ અભિનેતા રાણા દગુબાટીનો જન્મ (1984)

​* બોલિવૂડ ફિલ્મોના લેખક, અભિનેતા અને દિગ્દર્શક નિરજ વોરાનું મુંબઈ ખાતે અવસાન (2017)

* બોલીવુડ અને તામીલ, તેલુગુ ફિલ્મના અભિનેત્રી સમીરા રેડ્ડીનો જન્મ (1978)

* ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીનો ભોપાલમાં જન્મ (1984)

* ટીવી અભિનેત્રી જુહી પરમારનો ઉજૈનમાં જન્મ (1980)

* ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી જે આજે "અમૂલ" તરીકે ઓળખાય છે (1946)